કોરોનાની મુસીબતનો તો હજી કઈ પાર નથી આવ્યો, ત્યાં આવી બીજી એક મોટી મુસીબત.

કોરોના મુસીબત ઓછી હોય એમ ધરતી પર આવી રહી છે એક પછી એક મુસીબતો, હવે સૂરજમાં થઈ રહી છે મોટી હલચલ.

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ મહામારીમાં સપડાયેલું છે. એવામાં એક નવી મુસીબત આપણી સામે આવીને ઉભી છે. 11 વર્ષ સુધી આપણો સૂરજ લૉકડાઉનમાં હતો. અને હવે તે જાગ્યો છે. તેમાં એક મોટું સનસ્પૉટ દેખાયું છે. સન્સપોટ એટલે કે સૌર ધબ્બો. આ ધબ્બો એટલો મોટો છે કે તેમાંથી નિકળનારી સૌર જ્વાળાઓ ધરતીને નુકસાન પહોંચાડી શકે છે.

image source

એવુ માનવામાં આવી રહ્યું છે કે આ સૌર જ્વાળાઓના કારણે ધરતી પરની સંચાર વ્યવસ્થાને નુકસાન પહોંચી શકે છે. આની અસર સેટેલાઈટ કમ્યુનિકેશન પર પડી શકે છે. એટલું જ નહીં નેવિગેશન વગેરેમાં તકલીફ આવી શકે છે એટલે કે હવાઈ અને સમુદ્રી વાહન વ્યવહારમાં મુસીબતો આવી શકે છે.

આ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દર 11 વર્ષે સૂરજની સપાટીમાં ઘણા ફેરફાર થાય છે. છેલ્લા 11 વર્ષોથી સૂરજ શાંત હતો, પરંતુ હવે તેમાં હલચલ થઈ રહી છે. હાલમાં જ સૂરજમાં એક મોટો ધબ્બો દેખાયો છે. સુરજમાં પડતા આ વિશાળ ધબ્બાઓને સન સ્પૉટ કહે છે.

image source

હવે સમસ્યા એ છે કે આ સૂરજ પરનો આ મોટો સન સ્પૉટ આપણી ધરતીની આસપાસ ફરતો દેખાઈ રહ્યો છે, જેમાંથી નિકળતી જ્વાળાઓ ધરતી માટે સમસ્યા બની શકે છે.

આ સન સ્પૉટને AR2770 નામ આપવામાં આવ્યું છે. હવે પછીના દીવસોમાં તેનો આકાર મોટો થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર આ સન સ્પૉટમાંથી ઘણી બધી નાની નાની જ્વાળાઓ પહેલા જ નિકળી ચૂકી છે. ધરતીની તરફ ફરતા જ આ સનસ્પૉટે પૃથ્વીના વાયુ મંડળમાં આયનીકરણની લહેર પેદા કરી છે. પરંતુ ખુશીની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ મોટી ઘટના નથી બની.

image source

સૂરજ પર બનતા આ સન સ્પૉટ કાળા ધબ્બા જેવા હોય છે, જે અંતરિક્ષમાં બનતા તારાઓની સરખામણીમાં ઘણા ઠંડા હોય છે, પરંતુ તેમનું ચુંબકીય ક્ષેત્ર ઘણું જ વધારે હોય છે. એટલું વધારે હોય કે તે વિશાળ માત્રામાં ઊર્જા કાઢે છે. આ ઊર્જા સૌર જ્વાળા કે સોલર ફ્લેર જેવી દેખાય છે.

સોલર ફ્લેર્સને સૌર તોફાન એટલે કે સોલાર સ્ટોર્મ કે પછી કોરોનલ માસ ઈજેક્શન પણ કહેવામાં આવે છે. ઘણીવાર આ સન સ્પૉટનો આકાર 50 હજાર કિલોમીટરનો પણ હોય છે, જેની અંદર સૂરજના ગરમ પ્લાઝમાના પરપોટા પણ નિકળે છે, જેના વિસ્ફોટથી સૉલર ફ્લેર્સ પણ નિકળે છે.

સૂરજમાં મળેલા આ ધબ્બાની પહેલા ફોટા અમેરિકાના ફ્લોરિડામાં રહેતા શોખથી એસ્ટ્રોનૉમર બનેલા માર્ટિન વાઈઝે પાડ્યા છે.આ ધબ્બો મંગળ ગ્રહ જેટલો છે. જેની અંદર પણ અનેક ધબ્બા છે. જે ચંદ્રની સપાટી પર આવેલા ખાડાઓ જેવા દેખાય છે.

નેશનલ ઓસિએનિક એન્ડ એટમૉસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનસનું કહેવું છે કે આ સૌર તોફાન અંતરિક્ષમાં વહેતી ઈલેક્ટ્રોમેગ્નેટિક ધારામાં ફેરફાર કરી શકે છે. સાથે જ ધરતીની ચારે તરફની ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્મમાં ઈલેક્ટ્રૉન્સ કે પ્રોટૉન્સને વધારી કે ઘટાડી શકે છે, જેનાથી ધરતીની સંચાર સિસ્ટમ પર અસર પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત