વાહન પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ નહિ હોય તો આ કામમાં પડશે તકલીફ

ઘણા બધા રાજ્યોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત થઈ ગઈ છે. જો તમે હજી સુધી તમારા વાહન પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ન લગાવી હોય તો તમારે એ માટે મોડું ન કરવું જોઈએ. કારણ કે HSNP વગર તમને ઘણા કામોમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણી લઈએ એ વિશે.

કેવી હોય છે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ.

image socure

હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ પર HSRP હોલોગ્રામ સ્ટીકર હોય છે જેના પર વાહનનો એન્જીન અને ચેસીસ નંબર હોય છે. હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ વાહન સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

image socure

આ નંબર પ્રેશર મશીનથી લખવામાં આવે છે. પ્લેટ પર એક પ્રકારની પિન હશે જે તમારા વાહન સાથે જોડાશે. આ પિન એકવાર તમારા વાહનથી પ્લેટને પકડી લેશે તો એ બન્ને તરફથી લોક થશે અને કોઈનાથી નહિ ખુલે.

હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ વગર નહિ થાય આ કા

  • HSRP વગર વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સેકન્ડ કોપી.
  • વાહનનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર.
  • એડ્રેસ ચેન્જ.
  • રજિસ્ટ્રેશનનું રિનયુએશન
  • નો ઓબજેક્શન સર્ટિફિકેટ
  • હાઇપોથેકીશેન કેન્સલેશન
  • હાઇપોથીફિકેશન એન્ડોરસમેન્ટ.
  • નવું પરમીટ
  • ટેમ્પરરી પરમીટ
  • સ્પેશિયલ પરમીટ.
  • નેશનલ પરમીટ વગેરે કામ નહીં થાય.
image socure

સરકારની સૂચનાઓ પર બધા વાહનો પર HSRP લગાવવા માટે આ બધી કવાયત કરવામાં આવી રહી છે. આંકડાઓ અનુસાર, 1 એપ્રિલ, 2019 સુધી ગાઝિયાબાદમાં 62,605 વાહન રજિસ્ટર છે, જેમાંથી અત્યાર સુધીમાં 19,000 થી વધુ વાહનોમાં HSRP લાગી ચુકી છે. જ્યારે એપ્રિલ 2019 પહેલા 7,77,091 રજિસ્ટર છે, તેમાંથી 2,20,473 વાહનોમાં HSRP લાગી ચુકી છે.

image soucre

આ એચએસઆરપી એલ્યુમિનિયમથી બનેલી નંબર પ્લેટ છે, જે બે નોન રિયુઝેબલ તાળાઓ દ્વારા જ લગાવવામાં આવે છે. જો આ તાળાઓ તૂટે છે, તો તે સ્પષ્ટ થાય છે કે નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ સાથે, તેમાં ક્રોમિયમ મેટલમાં વાદળી રંગનું અશોક ચક્ર હોલોગ્રામ છે જેનું કદ 20 × 20 મીમી છે. પ્લેટની નીચે ડાબી બાજુએ 10 અંકની પિન છે જે લેસર જનરેટેડ છે, જે વાહનની સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે. આ સિવાય નંબર પ્લેટ પર લખેલા વાહનનો નંબર પણ થોડો એમ્બોસ્ડ છે અને તેના પર ઇન્ડિયા લખેલું છે.

image socure

તમને જણાવી દઈએ કે, ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એપ્રિલ 2019 પહેલા ખરીદેલા તમામ વાહનો પર HSRP ફરજિયાત કરી હતી. મંત્રાલયે આ યોજનાની શરૂઆત 31 માર્ચ, 2005 થી શરૂ કરી હતી અને વાહનોને આ પ્લેટ મેળવવા માટે બે વર્ષનો સમય આપ્યો હતો, પરંતુ આજે પણ દેશમાં એચએસઆરપી વગર વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા છે.