લોહી વેચીને ટ્યુશન ફી ભરતા હતા આ કલાકાર, જ્યારે આજની કમાણીનો આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

લોહી વેચીને ટ્યુશન ફી ભરતા હતા આ કલાકાર, અત્યારની કમાણી સાંભળીને તમારી આંખો થઈ જશે ચાર.

કોઈપણ વ્યક્તિ માટે સફળતા મેળવીને ઊંચાઈ સુધી પહોંચવું સરળ નથી હોતું. દરેક વ્યક્તિ પોતપોતાના લેવલ પર સંઘર્ષ કરીને આગળ વધે છે. આજે અમે તમને એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમની જિંદગીમાં એક સમય એવો હતો જ્યારે ગુજરાન ચલાવવા માટે અને પોતાની ટ્યુશન ફી ભરવા માટે એમને પોતાનું લોહી વેચવું પડ્યું હતું. વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે એકવાર એમને આપઘાત કરવાનું મન પણ બનાવી લીધું હતું પણ આજે એ એક મોટા સુપરસ્ટાર છે અને એમની કમાણી જાણીને તમારા પગ નીચેની જમીન ખસી શકે છે. તો ચાલો જાણી લઈએ એ અભિનેતા વિશે.

image source

આજે આપણે વાત કરીશું હોલિવુડના સુપરસ્ટાર એશટન કચરની. આજના સમયમાં એશટન જેટલી કમાણી કરે છે એનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો. વર્ષ 2014માં એમને ફોર્બ્સએ સૌથી વધુ કમાણી કરનાર સ્ટારમાં સામેલ કર્યા હતા. પણ સફળતાનાં આ લેવલ સુધી પહોંચવાનો રસ્તો એશટન માટે સરળ નથી રહ્યો. એમને જેવા દિવસો જોયા છે એ કદાચ જ કોઈએ જોયા હોય.

image source

એશટનના એક નાના ભાઈ છે માઈકલ. જ્યારે એશટન ફ્લર્ટ 13 વર્ષના હતા તો એમના ભાઈનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાવવાનું હતું. ભાઈના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે એશટનને ક્યાંયથી પણ હાર્ટ નહોતું મળી રહ્યું. ભાઈની સ્થિતિ બગડી રહી હતી. એવામાં એશટન એ હદે નિરાશ થઈ ગયા હતા કે જે હોસ્પિટલમાં એમના ભાઈ એડમિટ હતા એની જ બિલ્ડીંગ પરથી કૂદકો મારીને આપઘાત કરવા પહોંચી ગયા હતા. એશટનને લાગ્યું કે એમના પછી એમનું હાર્ટ એમના ભાઈને લગાવી દેવામાં આવશે. આ વાતનો ખુલાસો એશટને એક ઇન્ટરવ્યૂમાં પણ કર્યો હતો.

image source

એશટનની તકલીફો અહીંયા ખતમ નહોતી થઈ. જ્યારે એ 16 વર્ષના હતા તો એ દરમિયાન એમના માતા પિતાનો ડિવોર્સ થઈ ગયો. એનાથી સ્થિતિ વધારે બગડી ગઈ. પૈસાની તકલીફ જે પહેલેથી હતી જ એ વધારે વધી ગઈ. વાત એટલે સુધી પહોંચી ગઈ કે એશટનને ગુજરાન ચલાવવા માટે અને અભ્યાસ કરવા માટે લોહી વેચવું પડ્યું હતું. એ ચક્કરમાં એમને એક દિવસ એમના કઝીન ભાઈની સાથે પોતાની સ્કૂલમાં ઘૂસીને પૈસા ચોરવાની પણ કોશિશ કરી હતી.

image source

ભાઈની સારવારના ચક્કરમાં એમને યુનિવર્સિટી ઓફ લોવામાં એડમિશન પણ લીધું પણ ત્યાંથી પણ એમને એમની હરકતોના કારણે કાઢી મુકવામાં આવ્યા. પણ આટલી બધી મુશ્કેલીઓ અને તકલીફોએ એશટન કચરને તપાવીને કુંદન બનાવી દીધા. આજે એશટન કચરનું ફક્ત નામ જ પૂરતું છે. લાખો છોકરીઓ એમના પર ફિદા છે.

image source

મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરનાર એશટને ફિલ્મો સિવાય ટીવીમાં પણ કામ કર્યું છે. એમને એમનું ડેબ્યુ પણ ટીવીથી જ કર્યું હતું. આજે ફિલ્મોમાંથી તો એશટન સારી કમાણી કરે જ છે પણ એ સિવાય એમને ઘણા બધા પ્રકારના સ્ટાર્ટ અપ ખોલ્યા છે જેનાથી એમની કમાણી અરબોમાં છે. એક ફોન કંપનીએ પણ એમને પોતાના પ્રોડક્ટ એન્જીનીયર બનાવી રાખ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!