અમેરિકામાં શાહરુખ ખાનનો છે આ આલિશાન બંગલો, એક રાતનું ભાડુ જાણીને ફાટી જશે આંખો

અમેરિકામાં છે શાહરુખ ખાનનો આ આલિશાન બંગલો, બે લાખ રૂપિયા છે એક રાતનું ભાડું.

શાહરુખ ખાન એકમાત્ર એવા કલાકાર છે, જેમણે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેમને રોમાન્સ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોયેલા છે. વળી કોઈપણ રોલ તેઓ ખૂબ જ ધગશથી નિભાવે છે. શાહરુખ ખાન અભિનેતા હોવાની સાથે-સાથે એક નિર્માતા પણ છે. તેમની ફેન ફોલોઈંગ ભારતની સાથે વિદેશોમાં પણ ખૂબ જ છે. વિદેશોમાં પણ લાખોની સંખ્યામાં શાહરૂખનાં ચાહનારા લોકો રહેલા છે.

image source

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ધનવાન એક્ટરમાં સામેલ છે. મુંબઈમાં એમનો એક બંગલો છે જેનું નામ મન્નત છે અને આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા જેટલી છે. કિંગ ખાનનું ઘર મન્નત મુંબઈ આવનાર લોકો માટે કોઈ ટુરિસ્ટ પ્લેસથી જરાય ઓછું નથી. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે શાહરુખ ખાને ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ઘર ખરીદ્યું છે. શાહરુખ ખાનનું લંડન અને દુબઈ સિવાય અમેરિકાના લોસ એન્જેલ્સમાં પણ ઘર છે. અહીંયા એ પોતાના પરિવાર સાથે દર વર્ષે વેકેશન મનાવવા જાય છે. તો ચાલો આજે અમે તમને બતાવીએ શાહરુખ ખાનના અમેરિકા વાળા ઘરની ઝલક.

image source

શાહરુખ ખાનનું આ ઘર અમેરિકાના લોસ એન્જેલ્સમાં છે. કોરોના વાયરસના કારણે આ વર્ષે ગરમીઓના વેકેશનમાં શાહરુખ ખાન અહીંયા નહોતા આવી શકયા. તમને જણાવી દઈએ અહીંયા કિંગ ખાન શાહરુખ ખાનની સાથે સાથે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તેમજ પ્રીતિ ઝિન્ટા અને જેન ગુડઈનફ અને સની લિયોનીનું પણ ઘર છે.

image source

શાહરુખ ખાનના આ બંગલામાં 6 મોટા મોટા બેડરૂમ છે. અહીંયા બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન પોતાના બાળકો સુહાના ખાન, અબરામ ખાન અને આર્યન ખાન માટે અલગ અલગ રૂમ બનાવડાવ્યા છે. શાહરુખ ખાનનો આ બંગલો કોઈ લકઝરી રિઝોર્ટથી જરાય ઓછો નથી. અહીંયા ચારેબાજુ હરિયાળી છે ને વચ્ચે શાહરુખ ખાનનો મહેલ જેવો બંગલો. એ સિવાય શાહરુખ ખાનના આ ઘરમાં એક ખૂબ જ મોટું સ્વિમિંગ પુલ પણ છે.

image source

શાહરુખ ખાનનો આ સુંદર બંગલો રોડીયો ડ્રાઈવ, વેસ્ટ હોલીવુડ અને સેન્ટા મોનિકાથી ફક્ત 5 મિનિટના અંતરે જ છે. તમને જણાવી દઈએ કે કિંગ ખાનનો આ બંગલો લોકો માટે ભાડા પર પણ ઉપલબ્ધ છે જેનું એક રાતનું ભાડું લગભગ 2 લાખ રૂપિયા છે.

image source

શાહરુખ ખાનના આ બંગલાનો લિવિંગ એરિયા પણ ખૂબ જ શાનદાર છે. એમાં મોટા મોટા સોફા અને દીવાલો પર ખૂબ જ શાનદાર પડદા લગાવેલા છે. ઘરની સજાવટમાં ખૂબ જ કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!