આ ફિલ્મી કલાકારોએ ભાડે આપ્યું એમનું મકાન, કરોડોમાં થાય છે વાર્ષિક આવક

અભિનેત્રી કાજોલ દેવગને હાલમાં જ તેનું પવઈ એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિરાનંદાની ગાર્ડનના એટલાન્ટિસ પ્રોજેક્ટના 21મા માળે બનેલા આ એપાર્ટમેન્ટ માટે ભાડૂઆત અભિનેત્રીને દર મહિને 90 હજાર રૂપિયા ચૂકવશે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાડુઆતે આ 771 સ્ક્વેર ફૂટના એપાર્ટમેન્ટ માટે 3 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ આપી છે. તમને જણાવી દઈએ કે કાજોલ સિવાય અમિતાભ બચ્ચનથી લઈને કરણ જોહર સુધીના ઘણા સેલેબ્સ પોતાના ઘર ભાડે આપીને લાખો રૂપિયાની કમાણી કરે છે. તો ચાલો જાણી લઈએ ક્યાં અભિનેતાને મળે છે કેટલું ભાડું

અમિતાભ બચ્ચન

image soucre

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં જ અભિનેત્રી કૃતિ સેનનને પોતાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે. બે વર્ષના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલા આ એપાર્ટમેન્ટ માટે અભિનેત્રી દર મહિને અમિતાભ બચ્ચનને 10 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે. જણાવી દઈએ કે લોખંડવાલા રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગના 27માં અને 28મા માળે આવેલા આ એપાર્ટમેન્ટ માટે કૃતિએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 60 લાખ રૂપિયા આપ્યા છે.

અભિષેક બચ્ચન

image source

અમિતાભ બચ્ચનનો પુત્ર પણ રિયલ એસ્ટેટમાંથી દર વર્ષે 2 કરોડ 26 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. અહેવાલો અનુસાર, અભિનેતા અભિષેક બચ્ચને જુહુમાં તેના વત્સા અને અમુ બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરને ભાડે આપ્યું છે. તમને જણાવી દઈએ કે ભાડૂઆતે આ મકાન 15 વર્ષના રેન્ટ એગ્રીમેન્ટ પર લીધું છે. આ ઘર માટે તે દર મહિને 18.9 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે.

સલમાન ખાન

image soucre

સલમાન ખાને પોતાના બે ઘર પણ ભાડે આપી દીધા છે. અહેવાલો અનુસાર, બોલિવૂડના ભાઈજાને બાંદ્રામાં પોતાનો એપાર્ટમેન્ટ ત્રણ મહિના માટે રૂ. 8.25 લાખ પ્રતિ મહિને ભાડે આપ્યો છે. બીજી તરફ, તે બાંદ્રા પશ્ચિમના શિવસ્થાન હાઇટ્સમાં સ્થિત ફ્લેટ માટે 95 હજાર રૂપિયા લે છે

સૈફ અલી ખાન

image source

સૈફ અલી ખાને 3.5 લાખ રૂપિયાના માસિક ભાડા પર ગિલ્ટી બોય એસોસિએશન મીડિયા પ્રાઇવેટ લિમિટેડને બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટ આપ્યું છે. બાંદ્રામાં આ 1500 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટ માટે અભિનેતાએ 15 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ લીધી છે.

કરણ જોહર

image soucre

ફિલ્મ નિર્માતા કરણ જોહરે તાજેતરમાં તેની બે કમર્શિયલ પ્રોપર્ટી અનુક્રમે રૂ. 17.56 લાખ અને રૂ. 6.15 લાખમાં આપી હતી. એટલે કે કરણ રિયલ એસ્ટેટમાંથી દર વર્ષે લગભગ 2 કરોડ 84 લાખ રૂપિયા કમાય છે.