ઓટો રિક્શા અને ટ્રક ટકરાતા થયો ગમખ્વાર અકસ્માત, હિંમતવાળા હોય તો જ જોજો આ કરુણ તસવીરો

બિહારમાં ટ્રક અને ઓટો રિકસા વચ્ચે થઈ ભયંકર ટક્કર, 7 યાત્રીઓનું થયું મૃત્યુ, 15 થયા ઘાયલ.

image source

બિહારના ગયા જિલ્લાના આમસ થાના ક્ષેત્રમાં સોમવારે એક અનિયંત્રિત ટ્રકે બે ઓટો રિકસાને ટક્કર મારી દીધી હતી. જેના કારણે ઓટો રિકસામાં બેઠેલા 7 લોકોનું મૃત્યુ થઈ ગયું જેમાં એક જ પરિવારના 5 સભ્યો સામેલ હતા.અને 15 -16 જેટલા બીજા લોકો ઘાયલ થઇ ગયા હતા. ઘાયલ થયેલા લોકો માંથી 3-4 લોકોની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે બે ઓટો રિકસામાં બેસી ઘણી બધા લોકો એક તિલક સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની જ્યારે ટ્રક એક વાનને અવળી દિશામાંથી ઓવરટેક કરી રહ્યો હતો. બધા જ વાહનો સવારનો સમય અને ઓછું ટ્રાફિક હોવાના કારણે ખૂબ જ સ્પીડમાં હતા.

પોલીસે જણાવ્યું એ પ્રમાણે ગયા જિલ્લાના રેગાનીયા ગામના કેટલાક લોકો 2 ઓટો રિકસામાં બેસીને દેવ મંદિર પાસેથી એક તિલક સમારંભમાં હાજરી આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈ વે પર બિશનપુરા ગામ પાસે અવળી દિશામાંથી આવી રહેલા એક બેકાબુ ટ્રકે બંને ઓટો રિકસાને ટક્કર મારી દીધી.

image source

આમસ પોલીસ સ્ટેશનના વડા અનિલકુમાર સિંહે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 7 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. એમને આગળ જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકોના શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘાયલ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા લોકોમાંથી ત્રણ-ચાર લોકોની હાલત નાજુક જણાઈ રહી છે. આ ટક્કર એટલી ગંભીર હતી કે પોલીસને મૃત લોકોના શરીરને બહાર કાઢવામાં પણ ઘણી તકલીફ પડી. અમુક મૃતકોના તો શરીરના ટુકડા થઈ ગયા હતા.

ટ્રક અને ઓટો રિકસાની ટક્કરમાં મૃત્યુ પામેલા લોકોની યાદી

image source

1.કૈલાસ ભુઇયા- 30 વર્ષ

2.ચમારી ભુઇયા -18 વર્ષ

3.રામધ્યાન ભુઇયા- 30 વર્ષ

4. વિકાસ- 15 વર્ષ

5. વીપીન- 8 વર્ષ

6. વિક્રમ- 10 વર્ષ

7.ચંદારીક ભુઇયા- 50 વર્ષ

હાઈ વે પર થઈ ગયો ટ્રાફિક જામ.

image source

આ ઘટના પછી રોડ પર આવતી જતી ગાડીઓ પ્રભાવિત થઈ છે. ઘટના સ્થળે ભેગી થયેલી ભીડના કારણે હાઈ વે પર ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને હટાવવા માટે પોલીસને ઘણી તકલીફ પડતી જોવા મળી હતી.

ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે “મેં આજ પહેલા આવું એક્સિડન્ટ ક્યારેય નથી જોયો. બંને ઓટો રિકસા પ્લાસ્ટિકના બોક્સની જેમ કચડાઈ ગઈ હતી અને આખો રોડ લોહી લોહી થઈ ગયો હતો”

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત