ગુજરાતની આ હોટલનુ નામ 5 વર્ષ પહેલા રાખ્યુ હતુ ‘કોરોના’, જ્યાં જઇને લોકો આજે પાડે છે સેલ્ફી અને પછી મુકે છે સ્ટેટસમાં…
ગુજરાતમાં આવેલ હોટેલનું નામ છે હોટેલ કોરોના.

વર્ષ ૨૦૧૫માં શરુ કરવામાં આવી હતી આ હોટેલ કોરોના.
આજે જ્યાં આખી દુનિયા નોવેલ કોરોના વાયરસ સંક્રમણનો સામનો કરી રહી છે. નોવેલ કોરોના વાયરસના નામથી જ લોકોના મનમાં ભયાવહ વાતાવરણ ઉભું થઈ જાય છે. જો કે, આપને આ વાત જાણીને નવાઈ લાગશે કે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લામાં વર્ષ ૨૦૧૫માં જ કોરોના આવી ગયો હતો.
ખરેખરમાં, ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લામાં એક હોટેલ આવેલ છે આ હોટેલનું નામ હોટેલ કોરોના છે. બનાસકાંઠામાં રાજસ્થાન રાજ્યની બોર્ડર પર આવેલ અમીરગઢમાં કોરોના નામની હોટેલ આવે છે જેને જોઇને દરેક વ્યક્તિને નવાઈ લાગી રહી છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠાની સરહદ પર આવેલ આ હોટેલ કોરોનાની શરુઆત વર્ષ ૨૦૧૫માં થઈ હતી.

જો કે દેશમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન લાગુ કર્યું હોવાથી અત્યારના સમયમાં હોટેલ બંધ છે. પરંતુ હોટેલનું નામ કોરોના હોવાના લીધે લોકો હવે હોટેલની સામે ઉભા રહીને હોટેલ કોરોના સાથે પોતાના ફોટોઝ ક્લિક પણ કરાવી રહ્યા છે. લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલ આ હોટેલ કોરોના હવે એક સેલ્ફી પોઈન્ટ બની ગયો છે. હોટેલ કોરોનાને શરુ કરનાર બરકતભાઈ ઉત્તર ગુજરાતના જ સિદ્ધપુરના રહેવાસી છે.
ઉર્દુ શબ્દ પર હોટેલનું નામ.

બરકતભાઈએ વાતચીત કરતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૫માં જયારે આ હોટેલ શરુ કરવાનો સમયે નામ શું રાખવું, ત્યારે આ નામ ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે તેમને ઉર્દૂનો શબ્દ કોરોના યાદ આવ્યો. ઉર્દુ ભાષામાં કોરોના શબ્દનો અર્થ થાય છે સ્ટાર ગેલેક્સી. તેમનું કહેવું છે કે, લોકડાઉનની પરીસ્થિતિમાં જયારે પણ લોકો રાજસ્થાનના જોધપુર, પાલી જવાવાળા આ મુખ્ય હાઈ વે પરથી પસાર થાય છે તો આ કોરોના હોટેલને જોઇને લોકોને ખુબ જ નવાઈ લાગે છે.
દેશ અને દુનિયાના ક્યાં ભાગમાં કેટલો છે કોરોનાનો કહેર? જોઈએ.

નોવેલ કોરોના વાયરસ સંક્રમણ આખા દુનિયામાં મહામારી બનીને ફેલાઈ ગઈ છે. આ બધાની વચ્ચે બરકતભાઈનું કહેવું છે કે, પહેલા લોકો એક હાઈ વે હોટેલની જેમ જ આ હોટેલને જોતા હતા. જો કે, કોરોના બીમારી આવ્યા પછીથી લોકો અહિયાં ઉભા રહે છે. તેમજ હોટેલ કોરોનાના બોર્ડની સાથે પોતાના ફોટોઝ જરૂરથી ક્લિક કરાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત