ચા પીવો અને પછી કપ ફેંકો નહીં ખાઈ જ જાઓ સીધો

સામાન્ય રીતે જેને ચા પીવાની ટેવ હોય છે તેને સમયે સમયે ચા જોઈએ જ.. ખાસ કરીને ઓફિસમાં બેસીને કલાકો કામ કરતાં લોકોને તો ચાનું બંધાણ હોય છે. તેમને ચા પીધા વિના ચાલતું પણ નથી. જ્યારે આપણે ચા પીવા જઈએ છીએ ત્યારે પેપર કપમાં ચા અથવા તો માટીના કુલ્લડમાં ચા આપવામાં આવે છે. દિવસ દરમિયાન ચાની દુકાન કે ચાની કીટલી પર પેપર કપનો ઢગલો થઈ જતો હોય છે. પરંતુ આ ઢગલા ગાયબ થઈ જાય તેવો નવતર પ્રયોગ રાજકોટમાં કરવામાં આવ્યો છે.

image source

રાજકોટ શહેરમાં ખાસ પ્રકારના કપમાં ચા પીરસવામાં આવે છે જેને ચા પીધા પછી ફેંકવા પડતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ચાના કપને ચા પીધા પછી ખાઈ જવાના હોય છે. નવાઈ લાગશે કે આ ચાના કપ ચા પીધા પછી ખાઈ શકાય તે માટે બિસ્કીટમાંથી બનાવવામાં આવ્યા છે. જી હાં તમારી કોઈ ભુલ થતી નથી બરાબર જ વાંચી રહ્યા છો કે બિસ્કીટમાંથી બનેલા ચાના કપમાં ચા પીરસવામાં આવે છે અને ચા પીધા પછી તેને ખાઈ જવાના હોય છે.

image source

આજ સુધી તો તમે ચામાં બોળીને જ બિસ્કીટ ખાધા હશે પરંતુ આ નવતર પ્રયોગ સાથે તમે બિસ્કીટમાં ભરીને ચા પી શકો છો અને પછી ચાવાળું થયેલું બિસ્કીટ આરોગી શકો છો. આ નવતર પ્રયોગની વિગતો કંઈક આ મુજબ છે. રાજકોટના એક વેપારીએ આ રસ્તો શોધી કાઢ્યો છે. આ બિસ્કિટ કપ ખાસ હૈદરાબાદથી મંગાવવામાં આવ્યા હતા. આ વેપારીએ 500 જેટલા કપ ખરીદ્યા છે. તેમણે પોતાની ચાની દુકાને આ બિસ્કીટ કપમાં ચા આપવાની શરૂઆત પણ કરી દીધી છે. ઘણા લોકો કુતુહલવશ આ રીતે ચા પીવા આવી પણ રહ્યા છે.

image source

રાજકોટની બજારમાં આ બિસ્કિટ કપ મળે પણ છે. આ કપની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે. જો કોઈને આ બિસ્કીટ કપમાં ચા પીવી હોય તો તેમને એક ચા રૂપિયા 20માં પડશે. એટલે તમે 20 રૂપિયામાં ચા-બિસ્કીટની મજા માણી શકો છો અને તે પણ અલગ અંદાજમાં

image source

હવે મનમાં પ્રશ્ન એવો પણ થાય કે બિસ્કીટ તો ગરમ ચામાં બોળીએ કે તુરંત જ ઓગળી જાય છે. તો તમને જણાવી દઈએ કે આ કપને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ગરમ ચા 10 મિનિટ સુધી રહે તો પણ તે તુટી જતો નથી. 10 મિનિટ સુધી કપમાં કોઈ ફેરફાર થતો નથી. 10 મિનિટ પછી પણ કપ તુટી તો જશે નહીં પરંતુ નરમ પડી જાય છે. એટલે કે તમે આરામથી એક કપ ચા સુસ્કીઓ લઈ લઈને પી શકો છો એને પછી કપને ખાઈ જવાના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!