સામાન્ય લાગતું માણસનું શરીર છે ભારે અટપટું, આ રહ્યા શરીર વિશેના રોચક તથ્યો

માણસનું શરીર પોતાની રીતે જ એક અજબ ગજબ રહસ્ય છે. માણસના પગ ના નખ થી લઈને માથાના વાળ સુધી એવી જટિલ રચનાઓ છે કે તેને પારખવું અને તેના વિશે જાણવું માણસ માટે થોડીવાર માટે તો આશ્ચર્ય સભર બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આટલા આધુનિક યુગમાં પણ હજુ સુધી વૈજ્ઞાનિકો માણસના આખા શરીરને જાણી નથી શક્યા. અને તેનો જીવતો જાગતો પુરાવો હાલ વૈશ્વિક સ્તરે ફેલાયેલી બીમારી કોરોના છે. જેને માણસના શરીરમાં પ્રવેશીને શરીરને પ્રભાવિત કરતા વૈજ્ઞાનિકો પણ રોકી નથી શકતા. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપની માણસના શરીર વિષે અમુક એવી બાબતો વિશે જણાવીશું જેના વિષે કદાચ તમે આ પહેલા ક્યારેય નહીં જાણ્યું હોય અને તેને આજે પ્રથમ વખત જાણીને કદાચ તમને નવાઈ પણ લાગશે. તો શું છે એ રોચક વાતો ચાલો જાણીએ.

માણસના શરીરમાં ફુલ 37.2 લાખ કરોડ કોશિકાઓ હોય છે. એટલું જ નહીં આ કોશિકાઓમાં 200 પ્રકારની અલગ અલગ કોશિકાઓ શરીરમાં હોય છે. તેથી પણ નવાઈની વાત તો એ છે કે ત્વચાની કોશિકાઓ ની સંખ્યા 100 અબજ જેટલી હોય છે.

માણસના મગજની સમાજના સૌથી વધુ જટિલ છે. માણસના મગજમાં સો અબજ જેટલા ન્યુરોન હોય છે. સંશોધન અનુસાર એક દિવસમાં માણસના મગજમાં કુલ 60 હજાર વિચારો આવતા હોય છે.

ચીજવસ્તુઓને સ્પર્શ કરીને તેનો અનુભવ કરવા માટે આપણા શરીરમાં કુલ છ કરોડ સંવેદનશીલ અભીગ્રાહક એટલે કે રિસેપ્ટર હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે માણસ એક દિવસમાં 23050 વખત શ્વાસ લે છે. જ્યારે 115200 વખત તેનું હૃદય ધબકારા લે છે.

માણસની આંખો માં કુલ 12.7 કરોડ રેટિના સેલ્સ હોય છે. આ રેટિના સેલ્સ ની સહાયતાથી જ આપણે એક કરોડ અલગ-અલગ રંગોની ઓળખ કરી શકીએ છીએ.

સુંઘવા માટે માણસ પાસે 1000 સંવેદનશીલ અભીગ્રાહક એટલે કે રિસેપ્ટર હોય છે. તેની સહાયતાને કારણે આપણે 50000 અલગ અલગ પ્રકારની ખુશ્બુ સુંઘી શકીએ છીએ.

માણસ ના શરીર માં કુલ 6 લીટર કે 1.6 ગેલન લોહી હોય છે. આ લોહી આપણા શરીરમાં ઉપલબ્ધ 42 અબજ નસો એટલે કે રક્ત કોશિકાઓ મા વહે છે. આપણા શરીરમાં 30 લાખ કરોડ રેડ સેલ બ્લડ સેલ્સ હોય છે.

માણસની આંગળીઓ 13 નેનોમીટર સુધીની વસ્તુઓનો પણ અનુભવ કરી શકે છે.

આશા છે કે માનવ શરીર વિશેની ઉપર જણાવી તે ફેક્ટ વાતો તમને રસપ્રદ અને માહિતીપ્રદ લાગી હશે. જો કે માણસના શરીરની જટિલતાની સરખામણીએ આ વાતો તો થોડી અમથી જ છે.