બોલીવુડના આ સિતારાઓએ પોતાની સાળીઓ સાથે પણ લડાવી ઈશ્ક, નંબર 3 ની પત્ની પણ બેહદ છે ખુબસુરત.

બોલીવુડના આ સિતારાઓએ પોતાની સાળીઓ સાથે પણ લડાવી ઈશ્ક, નંબર 3 ની પત્ની પણ બેહદ છે ખુબસુરત.

બનેવી-સાળીનો સંબંધ સૌથી અનોખો માનવામાં આવે છે. બોલીવુડમાં પણ અનેક બનેવી-સાળીના સંબંધ છે જે એકબીજાની ખુબ ઈજ્જત કરે છે. આજે અમ તમને બોલીવુડના એ સિતારાઓ વિશે જણાવીશું કે જેઓ ફિલ્મી પડદે એકબીજા સાથે રોમાન્સ કરી ચુક્યા છે.

image source

1) રાજેશ ખન્ના :- બોલીવુડમાં કાકા નામથી પ્રખ્યાત, એક સમયના સૌથી લાંબા સમય સુધી સુપરસ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલા રાજેશ ખન્નાએ પોતાની સાળી અને ડિમ્પલ કપાડીયાની બહેન સિંપલ કપાડીયા સાથે ફિલ્મ ‘અનુરોધ’ માં રોમાન્સ કરી ચુક્યા છે.

image source

2) અજય દેવગન :- અજય દેવગનની પત્ની કાજોલ અને રાણી મુખર્જી પિતરાઈ બહેનો છે એ રીતે રાણી પણ અજયની સાળી ગણાય. અજય દેવગણ અને રાણી મુખર્જીએ એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમણે ચોરી ચોરી, યુવા અને એલઓસી;કારગિલ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

image source

3) સૈફ અલી ખાન :- બોલીવુડના નવાબ સૈફ અલી ખાને જાણિતા કપૂર પરિવારની ફરજંદ અને બોલીવુડમાં બેબો નામથી પ્રખ્યાત કરિના કપૂર સાથે લગ્ન કર્યા છે અને સૈફે કરિનાની મોટી બહેન કરિશ્મા કપૂર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની જોડી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ માં પડદા આગળ બહુ વખણાઈ હતી.

image source

4) નસીરુદ્દીન શાહ :- બોલીવુડમાં હરતીફરતી અદાકારીની મિસાલ એવા નસીરુદ્દીન શાહને પણ આ લિસ્ટમાં ચોંકશો નહીં, કારણકે નસીરુદ્દીન શાહે પણ પોતાની સાળી અને પત્ની રત્ના પાઠકની બહેન સુપ્રિયા પાઠક સાથે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. નસીરુદ્દીન શાહ અને સુપ્રિયા પાઠકે ફિલ્મ માસુમ, મિર્ચ મસાલા અને બાઝાર જેવી નોંધપાત્ર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.