આ એક શરત પર જ કરીના કપૂર કરે છે ફિલ્મો સાઈન, જાણો આમીરથી લઈને કંગના સુધીની શરતો

આમ તો કોઈ પણ ફિલ્મ કરવા માટે એક્ટર્સને મેકર્સ અનુસાર કામ કરવું પડે છે, પરંતુ ક્યારેક એવું બને છે કે સ્ટાર્સ મેકર્સ સામે કેટલીક ડિમાન્ડ રાખે છે, જેને પૂરી કર્યા પછી જ તેઓ ફિલ્મ સાઈન કરે છે. તે કલાકારોમાં બોલિવૂડના ત્રણેય ખાન સુપરસ્ટારનો સમાવેશ થાય છે અને તેમના સિવાય અમુક બીજા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ છે જેઓ પણ પોતાની શરતો પર ફિલ્મો કરે છે. આજે અમે તમને એવા જ સ્ટાર્સ અને તેમની શરતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ જાણતા નહિ હોવ.

સલમાન ખાન

image source

હવે સલમાન ખાનના સ્ટારડમને કોણ નથી જાણતું. તે એવા સુપરસ્ટાર છે, જેના નામ પર ફિલ્મો કરોડોની કમાણી કરે છે. લોકોનો ક્રેઝ આ ભાઈજાન માટે માથે ચડીને બોલે છે. જોકે સલમાન વિશે સ્પષ્ટ છે કે તે ફિલ્મોમાં કિસિંગ સીન નથી આપતો. આ શરતે તે કોઈપણ ફિલ્મ સાઈન કરે છે. વેલ હવે ઇન્ડસ્ટ્રીના દરેક ફિલ્મ મેકર સલમાન ખાનની આ માંગથી વાકેફ છે. એવામાં તેને જે પણ ફિલ્મ ઓફર કરવામાં આવે છે તેમાં તેના માટે કોઈ કિસિંગ સીન હોતા જ નથી.

આમિર ખાન

image soucre

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પ્રખ્યાત આમિર ખાન ફિલ્મોની બાબતમાં ખૂબ જ ચુઝી છે. તે સારી સ્ક્રિપ્ટ પસંદ કરવા માટે પ્રખ્યાત છે. આમિર ખાનને ફિલ્મમાં ‘લો એંગલ શોટ્સ’ બિલકુલ પસંદ નથી. તે કોઈ પણ ફિલ્મ એ શરતે સાઈન કરે છે કે તેમાં કોઈ ‘લો એંગર શોટ’ નહીં હોય.

શાહરૂખ ખાન

image soucre

બોલિવૂડના બાદશાહ કહો કે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ડિમાન્ડ વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આ રોમાંસના કિંગ ઘોડાથી ખૂબ ડરે છે. કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા તે મેકર્સ સામે પોતાની શરત રાખે છે કે તેની ફિલ્મમાં એવો કોઈ સીન ન હોવો જોઈએ જેમાં તેણે ઘોડા પર સવારી કરવી પડે.

અક્ષય કુમાર

image soucre

ફિટનેસ ફ્રીક અક્ષય કુમાર તેની ફિટનેસ માટે જેટલો પ્રખ્યાત છે તેટલો જ તે તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ જાણીતો છે. તે કોઈ પણ સંજોગોમાં પોતાના પરિવાર અને ફિટનેસ સાથે બાંધછોડ કરતો નથી. આથી કોઈ પણ ફિલ્મ સાઈન કરતા પહેલા તે એક શરત રાખે છે કે તે રવિવાર અને મોડી રાત્રે શૂટિંગ નહીં કરે.

ઋત્વિક રોશન

image soucre

દરેક બાબતમાં પરફેક્ટ ૠતિક પોતાની મેઈન્ટેન કરવા માટે જિમ અને તેના ખાસ ડાયટને ખૂબ જ કડક રીતે ફોલો કરે છે. એવામાં કોઈ પણ ફિલ્મ સાઈન કરતા પહેલા, તે નિર્માતાઓ સામે એક શરત રાખે છે કે શૂટિંગ લોકેશન પર બેસ્ટ જીમની સુવિધા હોવી જોઈએ અને તે તેના પર્સનલ શેફને સાથે રાખશે, જેથી તેના વિશેષ ડાયટ સાથે કોઈ બાંધછોડ ન થાય.

કંગના રનૌત

image soucre

પોતાના બેબાક શબ્દો માટે જાણીતી બોલિવૂડ ક્વીન કંગના રનૌત ફિલ્મો સાઇન કરતા પહેલા નિર્માતાઓ પાસેથી પોતાના માટે એક પર્સનલ આસિસ્ટન્ટની માંગ કરે છે. આ સિવાય તેની બીજી શરત એ પણ છે કે જ્યાં સુધી તેનું પેમેન્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ.

કરીના કપૂર ખાન

image soucre

બોલિવૂડની બેબો કરીના કપૂર ખાન એ-લિસ્ટર કલાકારો સાથે જ ફિલ્મો કરે છે. તેમની શરત હોય છે કે અભિનેતા ગમે તેટલો ટેલેન્ટેડ હોય, પરંતુ જો તે પોપ્યુલર નહીં હોય તો કરીના તેની સાથે કામ નહીં કરે.

પ્રિયંકા ચોપરા

image soucre

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી હોલીવુડ સુધી સફળતાપૂર્વક સફર કરી છે. પ્રિયંકા ચોપરા કોઈ પણ ફિલ્મ સાઈન કરતા પહેલા મેકર્સ સામે એક શરત રાખે છે કે તે ફિલ્મમાં કોઈ ન્યુડ સીન નહીં આપે.