ગુજરાતી પરીવારે બનાવ્યો છે શાહરૂખ ખાનનો મન્નત, જાણો આખો ઈતિહાસ, પેહલા નામ શું હતું અને હવે કેમ બદલાયું?

ગુરુવારનો દિવસ બોલિવૂડ માટે ભારે ખળભળાટ મચાવનાર રહ્યો. ગુરુવારે શાહરુખ ખાન તેના દીકરાને મળવા માટે જેલ પહોંચ્યો હતો. જોકે દીકરાને મળીને ઘરે પહોંચેલા શાહરુખ ખાન ની પાછળ પાછળ એનસીપીની ટીમ પણ મન્નત પહોંચી ગઈ હતી. આર્યન ખાનની ધરપકડ બાદ પહેલી વાર મન્નત ખાતે દરોડા પડયા હતા. એનસીબીના દરોડાની સાથે જ ફરી એકવાર શાહરૂખ ખાનનો બંગલો મન્નત ચર્ચામાં આવ્યો છે.

image soucre

મન્નત શાહરુખ ખાન અને ગૌરી ખાન નું સપનાનું ઘર છે. આ ઘર તેમના માટે ખૂબ જ ખાસ છે. જોકે આ ઘરના ઇતિહાસથી મોટાભાગના લોકો અજાણ હશે. ત્યારે આજે ચર્ચામાં જ્યારે ફરી એકવાર શાહરૂખ ખાનનું ઘર આવ્યું છે તો તમને જણાવીએ મન્નત વિશેની કેટલીક રસપ્રદ વાતો.

image soucre

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બેનસ્ટેન્ડમાં મન્નત આવેલું છે અને તેની બહાર સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો ઉભા રહેતા હોય છે, જેથી તેઓ શાહરુખ ખાનની એક ઝલક જોઈ શકે. મુંબઈ ફરવા જતા લોકો મન્નતની મુલાકાતે જરૂર જતા હોય છે જો શાહરુખ ખાન ન જોવા મળે તો પણ તેઓ તેના ઘરને જોઈને સંતોષ માની લે છે. શાહરૂખ ખાનનો આ ભવ્ય બંગલો થોડા વર્ષો પહેલા ગુજરાતી મૂળના પારસી પરિવારનું ઘર હતું. મુંબઈની જાણીતી સિમ્બોડ આર્ટ ગેલેરીના સ્થાપક કિકુ ગાંધીના નાના આજના મન્નત બંગલાના મૂળ માલિક હતા.

image soucre

કીકુ ગાંધીના માતાનો જન્મ આ બંગલામાં થયો હતો. મન્નત બંગલા નું મૂળ નામ વિલા વિયેના હતું. તેની બાજુમાં જ કી કી મંઝિલ નામનો બંગલો આવેલો હતો. આ બંને બંગલા કિકુ ગાંધી પરિવાર ની માલિકીના હતા. કિકુ ગાંધીનો પરિવાર મૂળ દક્ષિણ ગુજરાતનો હતો તેઓ ધંધાર્થે મુંબઈમાં સ્થાયી થયા હતા.

image socure

થોડા વર્ષો પછી કિકુ ગાંધીએ વિલા વિયેના ને લીઝ પર આપવાનું વિચાર્યું ત્યારે શાહરૂખ ખાને આ ઘર ખરીદવાની ઓફર કરી હતી. તે સમયે શાહરુખ ખાન ફિલ્મ યેસ બોસનું શૂટિંગ કરતો હતો. વર્ષ 2001માં શાહરૂખ ખાને 13.32 કરોડમાં વિલા વિયેના ખરીદી લીધો અને તેને નામ આપ્યું મન્નત. આજે ઘરની માર્કેટ વેલ્યુ અંદાજે 350 કરોડ રૂપિયા છે.

image socure

આ બંગલા ની ખાસિયત એ છે કે તેને 1920ની રોયલ થીમ પ્રમાણે ડેકોરેટ કરવામાં આવ્યો છે. મન્નત બંગલો છ માળનો છે, જેમાં રહેવા માટે ખાન પરિવાર બે માળનો જ ઉપયોગ થાય છે. બાકીના માળમાં ઓફિસ, પ્રાઇવેટ બાર, થિયેટર, સ્વિમિંગ પૂલ, ગેસ્ટ રૂમ, લાયબ્રેરી, પ્લે એરિયા અને પાર્કીંગની સુવિધાઓ આપવામાં આવી છે.

image soucre

મન્નત માં પાંચ લક્ઝુરિયસ બેડરૂમ છે, મલ્ટીપલ લિવિંગ એરિયા છે અને વિશાળ ડાઇનિંગ એરિયા છે. આ સિવાય ઘરમાં એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે જ્યાં શાહરૂખ ખાને તેની કારકિર્દીમાં જીતેલા એવોર્ડ ને સાચવીને રાખવામાં આવ્યા છે. મન્નતની અન્ય એક ખાસિયત એ છે કે તેના દરેક ફ્લોર પરથી દરિયો દેખાય છે.