1 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આ એર કંપની કરાવી રહી છે યાત્રીઓને હવાઈ મુસાફરી, લઈ લો ફટાફટ લાભ

જો તમે પણ તમારા બજેટ અનુસાર ક્યાંક હવાઈ મુસાફરી કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારા માટે અમારો આજનો આ આર્ટિકલ માહિતીપ્રદ સાબિત થઈ શકે તેમ છે. કારણ કે આજના આ આર્ટિકલમાં અમે આપને સસ્તા ભાવમાં હવાઈ મુસાફરી કરી શકાય તે માટેની એક લાજવાબ ઓફર વિશે જણાવવાના છીએ. જેમ ઉપર વાત કરી તેમ ઈન્ડિગો (Indigo) તેની 15 મી વર્ષગાંઠ (15th anniversary sale) પર ગ્રાહકો માટે એક જબરદસ્ત સ્કીમ લઈને આવી છે. આ સ્કીમનો ફાયદો તમે 4 થી 6 ઓગસ્ટ દરમિયાન ઉઠાવી શકો છો. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે કંપની તેની સ્થાપનાના 15 વર્ષ પુરા કર્યા છે અને આ વર્ષગાંઠની ઉજવણીમાં તેના ગ્રાહકો પણ શામેલ થાય તે માટે કંપનીએ આ એનિવર્સરી સેલની ઓફર રજૂ કરી છે.

image soucre

આ બાબતે ખુદ ઈન્ડિગો કંપનીએ જ તેના ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કરીને માહિતી આપી હતી. કંપનીએ તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે આ ઓફર અંતર્ગત તમે માત્ર 915 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકશો. યાત્રીઓ 1 સપ્ટેમ્બર 2021 થી 26 માર્ચ 2022 દરમિયાન ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા માટે આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે.

HSBC કાર્ડ પર મળશે વધારાનું ડિસ્કાઉન્ટ

image soucre

આ ઓફરમાં ગ્રાહકોને HSBC ક્રેડિટ કાર્ડ પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ગ્રાહકોએ 5 ટકાનું વધારાનું કેશ બેક ઓફર મળશે જે 3000 રૂપિયાના મિનિમમ ટ્રાન્ઝેક્શન પર મળશે અને આ કેશ બેક 750 રૂપિયા સુધીનું હશે.

ફાસ્ટ ફોરવર્ડની સુવિધા પણ હશે ઉપલબ્ધ

image soucre

આ ઓફર સાથે ફાસ્ટ ફોરવર્ડ 6E Flex, 6E Bagport જેવી સુવિધાઓ .અટર 315 રૂપિયાનું વધારાનો ખર્ચ કરીને મેળવી શકાય છે. એ સિવાય 315 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવીને કાર રેન્ટલની સુવિધા પણ મેળવી શકાશે.

આ 63 શહેરોની કરી શકાય છે યાત્રા

image soucre

અત્રે એ ખાસ નોંધનીય છે કે યાત્રીઓ અગરતાલ, આગ્રા, અમદાવાદ, આઇજવાલ, અમૃતસર, ઔરંગાબાદ, બગડોરા, બેંગ્લોર, બેલગામ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઇ, કોયંબટુર, દેહરાદૂન, દિલ્હી, ડીબ્રુગઢ, દીમાપુર, ગયા, ગોવા, ગોરખપુર, ગુવાહાટી, હુવલી, હૈદરાબાદ, ઇમફાલ, ઇન્દોર, જયપુર, જમ્મુ, જોધપુર, જોરહટ, કુંનૂર, કોચ્ચી, કોલ્હાપુર, કોલકત્તા, કોજીકોડા, લેહ, લખનઉ, મદુરઈ, મંગલોર, મુંબઇ, મૈસુર, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પ્રયાગરાજ, પુણે, રાયપુર, રાજમૂંદરી, રાંચી, શીલોંગ, શિરડી, સિલચર, શ્રીનગર, સુરત, ત્રીચુરાપલ્લી, તિરુપતિ, ત્રિવેન્દમ, તુતીકોરિન, ઉદયપુર, વડોદરા, વારાણસી, વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ટિકિટ બુક કરી શકે છે.