iPhone 13 લોન્ચ થતા જ ભારતમાં iPhone 12 અને iPhone 11 ના ભાવ ઘટ્યા

આઈફોન 13 સિરીઝ ને લોન્ચ કરવાની સાથે સાથે આઈફોન 11 અને આઈફોન 12 સિરીઝની કિંમતોમાં ભારતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આઈફોન 12 સિરીઝ હવે 64900 રૂપિયાથી શરૂ થઈ રહી છે. જ્યારે આઇફોન 11 લોન્ચ થયા બાદ પ્રથમ વખત સત્તાવાર રીતે 50000 રૂપિયાથી ઓછી કિંમત નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને આઈફોન 12, આઈફોન 12 મીની, અને આઈફોન 1 ના બધા વેરીએન્ટની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

image soucre

હવે ભારતમાં આઈફોન 11 ના 64 gb વેરીએન્ટની કિંમત 49900 રૂપિયા અને આઈફોનના 128 gb વેરીએન્ટની કિંમત 54900 રૂપિયા છે. આઈફોન 11 ને 2019 માં ભારતમાં 68500 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. એટલે જો તમારી પાસે જૂનો આઈફોન હોય તો તમે તમારા જુના આઈફોનમાં ટ્રેડ ઇન મેળવી શકો છો અને નવો આઈફોન 11 38400 રૂપિયામાં ખરીદ શકો છો. એ સિવાય જો તમારી પાસે HDFC બેંક કાર્ડ હોય તો તમે આઈફોન પર છૂટ પણ મેળવી શકો છો. નોંધનીય બાબત એ છે કે આઈફોન 11 ની કિંમત Amazon ની સરખામણીએ સત્તાવાર વેબસાઈટ પર ઓછી છે.

આઈફોન 11 ખરીદવાનો એક સારો મોકો

image soucre

બે વર્ષ જૂનો.ડીવાઈસ હોવા છતાં 49900 રૂપિયામાં આઈફોન 11 ખરીદવો હજુ પણ એક શાનદાર ડિલ છે. આઈફોન 11 માં 6.1 ઇંચની લિકવિડ રેટિના એચડી ડિસ્પ્લે છે જેના ખૂણામાં પાતળા બેઝલ છે. આઈફોન 11 માં પાવર માટે A13 બાયોનિક ચીપ સેટ છે જે હજુ પણ મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સરખામણીએ ઝડપી છે.

આઈફોન 11 નો કેમેરો

image soucre

આઈફોન 11 નું રિઝોલ્યુશન 1792×828 પીક્સેલ છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ 12 મેગાપિક્સેલ કેમેરા સેન્સર છે. ફ્રન્ટમાં પણ 12 મેગાપિક્સેલનું કેમેરા સેન્સર છે. ફોન ત્રણ અલગ અલગ સ્ટોરેજ વેરીએન્ટમાં આવે છે. જો તમે 50000 રૂપિયાથી ઓછી કિંમતમાં આઈફોન શોધી રહ્યા હોય તો આઈફોન 12 તમારા માટે એક સારો વિકલ્પ છે. સ્માર્ટફોન લીલા અને રીંગણી સહિત પેસ્ટલ કલરમાં ઉપલબ્ધ છે. તે સફેદ, લાલ અને કાળા એમ ત્રણ સ્ટાન્ડર્ડ કલરમાં પણ ઉપલબ્ધ છે.

ભારતમાં આઈફોન 12 ની નવી કિંમતો

image soucre

આઈફોન 11 જ નહીં આઈફોન 13 લોન્ચ બાદ આઈફોન 12 અને આઈફોન 12 મીની ની કિંમતમાં પણ ઘટાડો થવા પામ્યો છે. આઈફોન 12 64 gb હવે 65900 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન 79900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આઈફોન 12 128 gb ના ભાવમાં પણ ઘટાડો થયો છે. તે હવે 70900 માં મળે છે. આ મોડલ પહેલા 84900 રૂપિયામાં વેંચાતો હતો. ડિવાઇસના 256 gb ના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. હવે તમે આઈફોન 12 256 gb ને 80900 રૂપિયામાં ખરીદી શકો છો.