સરકાર લાવી છે લોકો માટે સુરક્ષિત અને શાનદાર યોજના

કોરોના કાળ આવ્યો છે ત્યારથી લોકોને બે વસ્તુ સમજાય ચુકી છે. એક કે જીવનની રક્ષા માટે સામાજિક અંતર જાળવવું જરૂરી છે અને બીજું કે સંકટના સમયમાં કામ આવે તે માટે બચત કરવી જરૂરી છે. જો કે કોરોનાના સમયમાં ભલભલાં લોકોની સાથે સરકારની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. એક રોગે દેશની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી જ પરંતુ છેલ્લા 2 વર્ષ ખૂબ કપરા સાબિત થયા છે. આવી અણધારી સમસ્યાઓ આવી પડે ત્યારે લોકો માટે જરૂરી હોય છે કે તેમની પાસે આવા સમય માટે બચત હોય.

હાલની જે અનિશ્ચિત સ્થિતિ છે તેમાં અનેક ધીકતા ધંધા બંધ જાય છે તેવામાં હવે લોકોના મનમાં રોકાણને લઈને પણ ભય ઊભો થયો છે. સામાપક્ષે બચત કરવા માટે રોકાણ કરવું પણ જરૂરી છે. ત્યારે આ સંકટના સમયમાં લોકો ચિંતામુક્ત થઈ રોકાણ કરી શકે તેવી યોજના સરકાર લાવી છે. ભારત સરકારની આ યોજનામાં તમે તમારી ધનરાશિનુ સુરક્ષિત રોકાણ કરી શકો છો અને બદલામાં સારું વળતર મેળવી શકો છો.

image source

આ યોજના છે અટલ પેન્શન યોજના. કેન્દ્રની આ યોજનામાં રોકાણ કરવા માટે હજારો રૂપિયાની જરૂર પડતી નથી. આ યોજનામાં રોજના 7 રૂપિયા જમા કરવાથી વૃદ્ધાવસ્થા દરમિયાન કે જ્યારે વ્યક્તિને પેન્શનની જરૂર હોય છે ત્યારે મહિને 5000 રૂપિયા મળતા થઈ જાય છે. આ યોજનાની શરુઆત વર્ષ 2015થી થઈ ચુકી છે. આ યોજના તે સમયે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાં લોકો માટે શરુ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ હવે આ યોજનામાં કોઈપણ વ્યક્તિ જે 18 વર્ષથી વધુ અને 40 વર્ષથી નાની વયના હોય તે રોકાણ કરી શકે છે. આ યોજના માટે જરૂરી એ છે કે તમારું ખાતું બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ખુલ્લું હોય.

આ યોજના હેઠળ રોજ તમારે સાત રૂપિયાના હિસાબથી દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. જો તમે તમારા બચત ખાતાને આ યોજના સાથે લિંક કરો છો તો તેમાંથી દર મહિને આ રકમ કટ થઈ જશે. આ યોજનામાં ત્રિમાસિક, અર્ધવાર્ષિક રકમ જમા કરાવવાની પણ સુવિધા આપવામાં આવે છે.

image source

અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારે ફરજિયાતપણે પતિ કે પત્નીની જાણકારી આપવાની હોય છે. આ યોજના હેઠળ તમે નક્કી કરેલી રોકાણની ધનરાશિ અનુસાર દર મહિને 1000, 2000, 3000, 4000 અને 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે.

આ યોજનાના લાભને સરળ ભાષામાં સમજીએ તો જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી આ યોજનામાં રોજના 7 રૂપિયા જમા કરાવે છે તો 60 વર્ષની આયુ પછી તેને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે. જો રોકાણ કરનારનું મૃત્યુ થાય તો તેની પત્ની કે પતિને પેન્શનની રકમ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!