જાણી લો આ 2 કંપનીની ઈલેક્ટ્રિક સાયકલો વિશે જે તમારા ખિસ્સાને આપશે રાહત, નહીં રહે પેટ્રોલના વધતા ભાવનું ટેન્શન

નાહક મોટર્સએ આ જુલાઈ મહિનામાં બે ઇલેક્ટ્રિક સાયકલો ભારતમાં લોન્ચ કરી છે. તેનું નામ ગરુડ અને જીપ્પી છે. આ ઇલેક્ટ્રિક સાયકલોમાં રિમુવેબલ બેટરી, એલસીડી ડિસ્પ્લે અને પેડલ સેન્સર ટેકનોલોજી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.બા ઇલેક્ટ્રિક સાયકલો ખાસ ભારતીય રસ્તાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

image source

આ સાયકલોમાં લીથીયમ આયન બેટરી આપવામાં આવી છે જેને ફૂલ ચાર્જ કરવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. ઘરમાં ઉપલબ્ધ સામાન્ય પાવર સોકેટમાં તેનું ચાર્જર સરળતાથી ફિટ થઈ જાય છે. એક વખત ફૂલ ચાર્જ થઈ ગયા બાદ આ ઇલેક્ટ્રિક સાયકલ 40 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

image source

જીપ્પી અને ગરુડ ઇલેક્ટ્રિક સાયકલોમાં એલોય સ્ટીલ ફ્રેમ આપવામાં આવી છે. કંપનીનાં દાવા મુજબ આ ઇલેક્ટ્રિક સાયકલો પર ગ્રાહકોને અંદાજે 10 પૈસા પ્રતિ કિલોમીટરનું જ વેરેનટેજ આવશે. આ ઇલેક્ટ્રિક સાયકલોને બેટરી અને પેડલ મારીને એમ બન્ને રીતે ચલાવી શકાશે. એટલે કે બેટરી પુરી થઈ જવા પર તમે સાયકલને પેડલ મારીને પણ ચલાવી શકો છો.

image source

ભારતીય બજારમાં ગરુડ ઇલેક્ટ્રિક સાયકલની કિંમત 31,999 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે જીપ્પી ઇલેક્ટ્રિક સાયકલની કિંમત 33,499 રૂપિયા રાખવામાં આવી છે.

Nexzu Mobility – Roadlark ઇલેક્ટ્રિક સાયકલ

image source

Nexzu Mobility એ આ વર્ષે એપ્રિલ મહિનામાં પોતાની નવી ઇલેક્ટ્રિક સાયકલ Roadlark ને ભારતમાં લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક સાયકલ 100 કિલોમીટરની રેન્જ આપે છે. સરળ ભાષામાં વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક સાયકલ એક વખત ફૂલ ચાર્જ કરવાથી રોકાયા વિના 100 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. એ સિવાય બેટરી પુરી થઈ જવા પર આ સાયકલ સામાન્ય સાયકલની જેમ પેડલ મારીને પણ ચલાવી શકાય છે.

આ ઇલેક્ટ્રિક સાયકલને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવી છે. તેમાં ડ્યુઅલ બેટરી સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં પ્રાયમરી 8.7 Ah ની હલકી અને રિમુવેબલ બેટરી આપવામાં આવી છે. તેમાં સેકન્ડરી 5.2 Ah ની ઇન ફ્રેમ બેટરી પણ મળશે. તેને ઘરમાં ઉપલબ્ધ સામાન્ય પાવર સોકેટ દ્વારા ચાર્જ કરી શકાય છે.

image source

સ્પીડની વાત કરીએ તો તેમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે. તેમાં ડ્યુઅલ વેંટીલેટેડ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે જેના દ્વારા આ સાયકલ સરળતાથી કન્ટ્રોલ કરી શકાય છે. મુશ્કેલ રસ્તાઓ પર સારા રાઈડિંગ અનુભવ માટે તેમાં રગ્ડ ફ્રન્ટ સસ્પેન્શન આપવામાં આવ્યા છે. કંપનીએ ભારતીય માર્કેટમાં તેની કિંમત 42,000 રૂપિયા રાખી છે.