આ કારણે જાણીતા છે 10 દેશો દુનિયાભરમાં, તમને પણ જાણીને લાગશે નવાઈ

દુનિયામાં અનેક દેશો જોવા મળે છે, આ દરેકની પોતાની ખાસિયત પણ છે. દરેક દેશમાં કેટલીક સારી અને કેટલીક ખરાબ વાતો હોય છે તેમ આ દેશોમાં પણ જોવા મળે છે. આજે અહીં જે દેશોની વાત કરવામાં આવી છે તે પોતાની ખાસ ચીજોને માટે જાણીતા છે.

અફઘાનિસ્તાન – અફીણ માટે

image source

અફઘાનિસ્તાનનું અફીણ દુનિયાભરમાં જાણીતું છે. આ દેશને નશાની રાજધાની કહેવામાં આવે છે. ગાંજો, ગશીશ અને હેરોઇન મળવું એ અહીં ખૂબ જ સરળ છે. દુનિયાભરમાં અફઘાનિસ્તામાંથી 30 ટકા જેટલી નશાની પૂર્તિ કરવામાં આવે છે.

સિંગાપુર – શિશુ મૃત્યુદર ઓછો

image source

સિંગાપુરની સારી વાત એ છે કે અહીં શિશુ મૃત્યુદર ઘણો ઓછો છે અને દુનિયામાં સૌથી ઓછો છે. સિંગાપુરમાં 1000 શિશુઓના જન્મ પર 2 શિશુનું મૃત્યુ થાય છે. અહીં સ્વાસ્થ્યની સેવાઓનો ઉપયોગ લોકોના જીવ બચાવવામાં કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા- યુરેનિયમ

image source

દુનિયાની સૌથી મૌંઘી ચીજ યુરેનિયમ સૌથી વધારે ઓસ્ટ્રેલિયામાં મળે છે. તેમાં આખી દુનિયાના 31 ટકા યુરેનિયમનો ભંડાર છે, ખાસ વાત તો એ છે કે ઓસ્ટ્રેલિયામાં યુરેનિયમનો કોઇ ઉપયોગ થતો નથી.

વેનેઝુએલા – સુંદર છોકરીઓ

image source

સૌથી સુંદર છોકરીઓ વેનેઝુએલામાં જોવા મળે છે, અહીં દુનિયાભરની સુંદર પ્રતિયોગિતામાં તેમનું નામ જાણીતું છે. કહેવાય છે કે બ્યૂટી વિથ બ્રેન. આ શબ્દ વેનેઝુએલાની છોકરીઓને માટે વાપરવામાં આવે છે.

યુએઇ – સૌથી સુરક્ષિત જગ્યા અકાળ મોતને માટે

image source

સંયુક્ત અરબ અમીરાતમાં જિંદગીને માટે આ સૌથી સુંદર જગ્યા છે. અહીં વિવિધ પ્રકારના સંજોગોમાં મૃત્યુ પામનાર વ્યક્તિની સંખ્યા ઘણી ઓછી છે. અહીં 1000માંથી 1 વ્યક્તિ મૃત્યુ પામે છે. આ રીતે દેશ અકાળ મૃત્યુને માટે જાણીતો છે.

સ્વિત્ઝરલેન્ડ – ઇમાનદારી

image source

સ્વિત્ઝરલેન્ડને દુનિયાભરમાં સૌથી ઇમાનદાર દેશ ગણવામાં આવે છે. અહીં ઘૂસણખોરીનું નામ પણ નથી. અહીં કોઇ વેપારી તમને ઠગતા નથી અને સાથે માસૂમિયત દરેક જગ્યાએ જોવા મળે છે. ચીન અને રૂસ સૌથી બેઇમાનદાર દેશોમાં ગણવામાં આવી રહ્યા છે.

આર્મેનિયા – પાઇરસી

image source

હા, આ દેશ પાઇરસીને માટે જાણીતો છે. અહીં દુનિયાની સૌથી વધારે પાઇરસી છે. આ દેશના 92 ટકા લોકો પાઇરેટેડ સોફ્ટવેર્સનો ઉપયોગ કરે છે. આથી ઉલટું દક્ષિણ કોરિયાના અનેક લોકો લાઇસન્સ લઇને સોફ્ટવેર વાપરે છે.

રૂસ – ખરબપતિઓ અને હીરાને માટે

image source

રૂસને ખરબપતિઓને માટે જાણીતો માનવામાં આવી રહ્યો છે. ફક્ત રૂસની રાજધાની મોસ્કોમાં 64 ખરબપતિ રહે છે. આ સંખ્યા દુનિયાના કોઇપણ દેશ કરતાં વધારે છે. રૂસ હીરાને માટે પણ જાણીતો છે. અહીં અનેક અરબ ટન હીરા જમીનની નીચે દબાયેલા છે. ખાસ વાત એ છે કે તેને કોઇ કાઢી શકતું નથી, રૂસની ભૌગોલિક બનાવટ જ આ રીતે કરવામાં આવી છે.

ઇટલી – રેસિંગ

image source

જો તમે ઇટલીને વિશએ કોઇ ખોટી માન્યતા રાખો છો તો હવે તમારે જાણી લેવું જોઇએ કે અહીંના લોકો સ્પીડની પાછળ ભાગે છે. સૌથી વધારે રેસિંગ વિશ્વ ચેમ્પિયન પણ ઇટલીએ જ જીત્યા છે. આ રીતે રેસિંગ અને સ્પીડમાં આ શહેર ખાસ માનવામાં આવી રહ્યું છે.

ઇઝરાયલ – સોશ્યલ મીડિયા

image source

કદાચ તમારા માન્યામાં નહીં આવે પણ અહીના લોકો સોશ્યલ મીડિયામાં વધારે સક્રિય રહેતા હોય છે. દુનિયાભરમાં જ્યાં સોશ્યલ નેટવર્કિંગ પર સમય વીતાવવાની વાત આવે છે ત્યાં દર કલાકે વ્યક્તિ 5.7 મીનિટનો સમય આપે છે તો ઇઝરાયલના લોકો 11.1 મીનિટનો સમય વીતાવે છે. અહીં અન્ય નંબરે આર્જેન્ટિના છે. જ્યાં લોકો 10.7 મીનિટ સોશ્યલ મીડિયા પર વીતાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!