અજય દેવગનથી લઇને આ હિરોની શકલ જોઇને કોઇ નહોંતુ આપતું એમને કામ, જ્યારે આજે છે ટોપ પર

બોલીવુડમાં કલાકારોમાં એક્ટિંગની કળા હોવી તો જરૂરી છે જ પણ સાથે સાથે એમનો નાક નકશો પણ સુંદર હોય તો પછી ફિલ્મોમાં કામ મળવું સરળ થઈ જાય છે. એક સમય એવો હતો જ્યારે કલાકારોને એક્ટિંગ આવડે એટલું જ પૂરતું હતું પણ સમય બદલાતા ઓડિયન્સનો ટેસ્ટ પણ બદલાવવા લાગ્યો. ફેન્સે હેવી વેટ અને ખરાબ ચહેરાવાળા કલાકારોને ધીમે ધીમે ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધુ. આ જ કારણ હતું કે બોલિવુડના ઘણા કલાકારો શરૂઆતના સમયમાં પોતાના ચહેરાને લઈને રિજેક્ટ થયા હતા. જો કે આજે એ કલાકારો બૉલીવુડ પર રાજ કરે છે.

ગોવિંદા.

गोविंदा और दिव्या भारती
image source

90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા હવે ફિલ્મોમાં ભલે ન ચાલી રહ્યા હોય પણ એક સમય એવો હતો જ્યારે ફક્ત એ જ પડદા પર છવાયેલા રહેતા હતા. એવામાં એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે ગોવિંદાને પણ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. શરૂઆતના સમયમાં ગોવિંદા જરૂરતથી વધુ યંગ દેખાતા હતા. એના કારણે એમને ઘણીવાર ફિલ્મોમાં કામ નહોતું મળ્યું. જો કે સમય બદલાયો અને આજે ગોવિંદનું નામ આખી દુનિયા જાણે છે.

ધનુષ.

image source

રાંઝણાથી બોલીવુડમાં ધમાલ મચાવનાર ધનુષને પણ ફિલ્મોમાં રિજેક્ટ કરી દેવામાં આવતા હતા. ધનુષનો ચહેરો એક હીરોના માપદંડ પર ખરો ઉતરે એવો નથી. જો કે એમની એક્ટિંગના દમ પર એમને પોતાની ઓળખ બનાવી અને આજ3 3 સાઉથની સાથે સાથે બોલીવુડમાં પણ એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો કરી રહ્યા છે.

અજય દેવગન.

image source

બોલિવુડના સુપરસ્ટાર અજય દેવગનને પણ રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. અજયના સ્કિન કોમ્પલેક્શન ઘણું ડાર્ક હતું જેના કારણે શરૂઆતના સમયમાં એમને ફિલ્મો નહોતી મળતી. જો કે આજે અજય પોતાની ફિલ્મોથી લોકોના દિલો પર રાજ કરે છે

નવાઝુદ્દીન સિદ્દીકી.

image source

બોલીવુડમાં પોતાની ઓળખ જાતે બનાવનાર એકટર નવાઝુદ્દીન સિદ્દીકીના ચહેરાને જોઈને કોઈ એમને જલ્દી સિલેક્ટ નહોતું કરતું. એમને પહેલી વાર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં એક ચોરના પાત્રમાં જોવામાં આવ્યા હતા. પણ નવાઝુદ્દીનની એક્ટિંગએ સાબિત કરી દીધું કે કળાનો કોઈ રંગ નથી હોતો.

ઈરફાન ખાન.

image source

બોલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગના કારણે ઈરફાન ખાન ઓળખાય છે. હાલ એ આ દુનિયામાં નથી. એમને પાન સિંહ તોમર, ધ લન્ચ બોક્સ, પીકુ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે કરિયરના શરૂઆતના સમયમાં એમને પણ એમના લુકસને કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો પણ સમયનું પૈડું ફર્યું અને ઈરફાન લોકોની આંખોના તારા બની ગયા.

અમિતાભ બચ્ચન.

image source

સદીના મહાનાયકનું નામ આ લિસ્ટમાં જોઈને તમને આશ્ચર્ય થશે પણ બિગ બીને પણ પોતાના લુકસને કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભ એમની લંબાઈના કારણે ફિલ્મો નહોતી મળતી અને એમને બોલીવુડમાં પોતાનું નામ કરવા આઠ વર્ષ સુધી સંઘર્ષ કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત