ક્યારેક લગાવ્યો એક્સ્ટ્રા R તો ક્યારેક હટાવ્યું ખાન, આ કારણે ઈરફાન ખાને પોતાના નામમાં કર્યા હતા ફેરફાર, શું તમે જાણો છો આ વિશે?

બોલિવુડના દિગગજ અભિનેતા ઇરફાન ખાન હવે આ દુનિયામાં તો નથી પણ એમના ફેન્સના દિલમે એ હંમેશા જીવિત રહેશે. ઈરફાન ખાનનો જન્મ રાજસ્થાનના એક મુસ્લિમ પરિવારમાં થયો હત. શરૂઆતમાં એમને ક્રિકેટમાં રસ હતો પણ પૈસાની તંગીના કારણે એ ક્રિકેટમાં આગળ ન વધી શક્ય. એ પછી એમને અભિનયમાં હાથ અજમાવ્યો અને અહીંયા એમનું નસીબ ચમકી ગયું.

image source

ઈરફાન ખાન એકદમ મસ્તમૌલા પ્રકારના માણસ હતા. એમને પોતાના નામમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. ઈરફાન ખાન પોતાની જિંદગીને લઈને ઘણા જ ક્લિયર હતા. એમને પડદા પર તો પોતાના અભિનયના દમ પર સ્થાન મેળવ્યું જ પણ સાથે સાથે એમની અંગત જિંદગીમાંથી પણ લોકોને ઘણી પ્રેરણા મળે છે. એક અવસર એવો આવ્યો હતો જ્યારે ઈરફાન ખાને પોતાના નામની પાછળથી પોતાની સરનેમ હટાવી લીધી હતી. એ સિવાય એમના નામમાં એક બીજો પણ ટ્વીસ્ટ હતો જેના વિશે ઈરફાન ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું.

image source

વાત જાણે એમ હતી કે ઈરફાન ખાન અંગ્રેજીમાં પોતાનું નામ irrfan khan લખતા હતા. જેમાં એક R એક્સ્ટ્રા લગાવેલો હતો. આ વિશે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે એમને આવું કેમ કર્યું છે તો એના જવાબમાં એમને કહ્યું હતું કે બીજો R લગાવ્યા પછી એમના નામનું ઉચ્ચારણ કઈક અલગ રીતે થશે. ઇરફાને જણાવ્યું હતું કે આ ઉચ્ચારણ એમને ખૂબ જ ગમે છે એ કારણે એમને પોતાના નામમાં એક્સ્ટ્રા R લગાવી લીધો હતો.

image source

તો ઈરફાન ખાને પોતાના નામમાંથી પોતાની સરનેમ “ખાન” પણ હટાવી દીધી હતી. એ પાછળનું કારણ જણાવતા એમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “હું ઈરફાન છું, ફક્ત ઇરફાજ. મવા થોડા સમય પહેલા જ મારા નામમાંથી ખાન હટાવી દીધું છે. હું મારા ધર્મ, મારી સરનેમ કે પછી મારી એવી કોઈ વસ્તુના કારણે ઓળખાવા નથી માંગતો. હું મારા પૂર્વજોના કામના કારણે મારી ઓળખ બનાવવા નથી માંગતો”

image source

તમને જણાવી દઈએ કે ઈરફાન ખાનનું આખું નામ સાહબજાદે ઈરફાન અલી ખાન હતું. ઈરફાન પોતાની ઉમદા એક્ટિંગના કારણે ઓળખાય છે. ઈરફાન ખાન માટે કહેવામાં આવે છે કે એ પોતાની આંખોથી અભિનય કરે છે. ઇરફાને પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ ચાણક્ય અને ચંદ્રકાંતાથી કરી હતી. થોડા સમય સુધી સીરિયલમાં કામ કર્યા પછી ફિલ્મ સલામ બોમ્બેથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું અને પછી ક્યારેય પાછું વળીને નથી જોયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત