એક્ટ્રેસ નહિ એર હોસ્ટેસ બનવા માંગતી હતી આ અભિનેત્રી, અને પછી આ રીતે સલમાનને મળતા જ…

બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ ઝરીન ખાન વીર ફિલ્મમાં સલમાન ખાન સાથે દેખાઈ તો અભિનેત્રી ઝરીન ખાનને બધાએ અભિનેત્રી કેટરીના કેફ સમજી લીધી હતી. ભલે લોકોએ ઝરીન ખાનને કેટરીના કેફની હમશકલ માની હોય પણ લોકોની વાતોને એક્ટ્રેસે ક્યારેય પોતાની જાત પર હાવી નથી થવા દીધી.ઝરીન ખાન હંમેશા ખૂબ જ જવાબદાર અને મજબૂત રહી છે. એમને પોતાની જિંદગીમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે અને કદાચ એ જ કારણ છે કે હવે એમને લોકોની વાતથી કઈ ફરક નથી પડતો. ફિલ્મ વીર પછી ઝરીન ખાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને બોલ્ડ અંદાજમાં દર્શકોનું દિલ જીતી લીધું. ઝરીન ખાન અને એમની ફિલ્મો વિશે તો બધા જાણે જ છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઝરીનની મુલાકાત સલમાન ખાન સાથે કેવી રીતે થઈ. આજે અમે તમને સલમાન અને ઝરીનની મુલાકાતની સાથે જ એક્ટ્રેસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત જણાવીશું.

image source

ઝરીન ખાનનો જન્મ 14 મે 1987માં મુંબઈમાં થયો હતો. ઝરીન ખાન 12માં ધોરણમાં હતી જ્યારે એમના માતા પિતાનો ડિવોર્સ થઈ ગયો હતો. એ પછી ઘરની બધી જવાબદારી ઝરીનના ખભે આવી ગઈ હતી. ઝરીન એક ડોકટર બનવા માંગતી હતી પણ પિતાના ગયા પછી ઘરની આર્થિક સ્થિતિ બગડી ચુકી હતી એટલે ઝરીનને પોતાનો અભ્યાડ વચ્ચે જ છોડીને કામની શોધમાં નીકળવું પડ્યું.

image source

કામની શોધમાં ઝરીન ખાનને ખૂબ ભટકવું પડ્યું. એ સમયે એમનું વજન 100 કિલોથી વધુ હતું જેના કારણે એમને કામ મળવામાં તકલીફ પડી રહી હતી. જેમ તેમ એમને એક કોલ સેન્ટરમાં નોકરી મળી ગઈ. કોલ સેન્ટરમાં કામ કરવાની સાથે જ ઝરીન ખાને પોતાનું વજન ઘટાડવાનું શરૂ કરી દીધું. કોલ સેન્ટર સિવાય ઝરીન ખાને ઘણા પ્રદર્શનોમાં એક પ્રમોટર તરીકે પણ કામ કર્યું હતું. જ્યારે એ કામમાં પણ ઝરીનનું મન ન લાગ્યું તો એમને નક્કી કર્યું કે એર હોસ્ટેસ બની જાય.

image source

બસ પછી શું હતું એ એર હોસ્ટેસ બનવાની તૈયારીમાં લાગી ગઈ. એમને બધા રાઉન્ડ ક્લિયર કરી લીધા. ફક્ત છેલ્લા રાઉન્ડ બચ્યો હતો કે એ દરમિયાન એમની મુલાકાત સલમાન ખાન સાથે થઈ હતી. સલમાન ખાન પોતાની ફિલ્મ યુવરાજનું શૂટિંગ કરી રહ્યા હતા.

image source

એ દરમિયાન એમની નજર ઝરીન ખાન પર પડી. સલમાનની ટીમે ઝરીન ખાનને એમની આગામી ફિલ્મ માટે સંપર્ક કર્યો. આટલા મોટા સ્ટારની ઓફર ઝરીન ખાન ના ન પાડી શકી અને એમને ફિલ્મોમાં આવવા માટે હા પાડી દીધી

image source

સલમાને ઝરીનને હિરોઇન બનાવી દીધી.ઝરીન ખાને સુપરસ્ટાર સલમાન ખાન સ્ટારર ફિલ્મ વિરથી પોતાનું ડેબ્યુ કર્યું હતું. એ પછી એમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં હાઉસફુલ 2, હેત4 સ્ટોરી 2, વજહ તુમ હો, અકસર 2 અને 1921 સામેલ છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં પણ એક્ટ્રેસે કામ કર્યું છે. એકવાર ઝરીન ખાને કેટરીના કેફ સાથેની તુલનાને લઈને કહ્યું હતું કે એકટર બનવાનો મારો કોઈ પ્લાન નહોતો. મેં ક્યારેય ખુદને એ પિક્ચરમાં જોઈ જ નથી. હું એક મજબૂત સ્ત્રી છું અને મારે ખુદને કોઈની પણ સાથે કમ્પેર કરવાની જરૂર નથી. આપણી ઓડિયન્સ અજીબ છે. એને જે બતાવવમાં આવે છે એના પર વિશ્વાસ કરી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!