આ છે દુનિયાનો સૌથી વિચિત્ર માણસ, પોતાના માં, સંબંધી, મિત્ર, પોલીસ અને જજ પર કરી ચુક્યો છે કેસ

આખા વિશ્વમાં અનોખા લોકોની કોઈ કમી નથી. આ લોકો એટલા અનોખા છે કે કોઈ પણ તેમના કાર્યો સાંભળીને આશ્ચર્યચકિત થઈ શકે છે. ઉપરાંત, તમે તેમના મગજની દાદ આપ્યા વિના રહી શકશો નહીં. આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે તેની માતા, સંબંધી, મિત્ર, પોલીસ અને ન્યાયાધીશ વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે. આ વ્યક્તિનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તમે આ વ્યક્તિની વાર્તા સાંભળીને ચોક્કસ આશ્ચર્ય પામશો અને તમારા ચહેરા પર સ્મિત આવશે. અમે અમેરિકાના રહેવાસી જોનાથન લી રિચેજ વિશે વાત કરી રહ્યા છીએ.

જોનાથન વિશ્વનો સૌથી અજીબોગરીબ માણસ છે

image source

જોનાથન વિશ્વનો સૌથી અજીબોગરીબ માણસ છે. તે એવી વ્યક્તિ કહેવાય છે કે જેણે વિશ્વમાં સૌથી વધુ કેસ લડ્યા હતા. જોનાથને તેની માતા સામે પ્રથમ કેસ નોંધાવ્યો હતો કે તેની માતાએ તેને સારી રીતે ઉછેર્યો ન હતો. આ કિસ્સામાં જોનાથન જીત્યો અને તેને વળતર રૂપે વીસ હજાર ડોલર મળ્યા. તે પછી તેણે તેના મિત્ર, તેના માસ્ટર, તેના પાડોશી, તેના સંબંધીઓ, તેની મંગેતર, પોલીસ, જજ અને ઘણી પ્રખ્યાત કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યા. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવે છે કે તેણે જ્યોર્જ બુશ પર પણ કેસ કર્યો હતો.

800,000 ડોલર જેટલી રકમ વળતર રૂપે જીતી ચુક્યો છે

image source

જુદી જુદી અદાલતોમાં તેમના વતી નોંધાયેલા કેસની સંખ્યા 2600 ની નજીક છે, તેનું નામ ગિનીસ બુકમાં નોંધાયું છે. પછી તેણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ સામે જ કેસ કરી દીધો, એટલા માટે કે તેમણે તેમની પરવાનગી વિના તેમની પર્સનલ જીંદગી વિશે લખ્યું. ફરીયાદીએ અત્યાર સુધીમાં આ દાવાઓમાં 800,000 ડોલર જેટલી રકમ વળતર રૂપે જીતી ચુક્યો છે. તેમને એક ટીવી શોમાં બોલાવવામાં આવ્યો હતો, તેમણે અંત્યંત દુખ સાથે શો મેનને પૂછ્યું હતું કે આ શું કારણ છે કે આટલી ખ્યાતિ મેળવ્યા પછી પણ હું એકલો જિંદગી જીવી રહ્યો છું ….. મને કોઈ પ્રેમ કરતુ નથી ?

image source

ટીવી શોના લોકો આ જોઇને હસ્યા અને લાંબા સમય સુધી હસતા રહ્યા. તેણે ટીવી શો છોડી દીધો અને ટીવી ચેનલ પર તેના અપમાનનો દાવો કર્યો અને તેને ત્યાંથી પચાસ હજાર ડોલરની રકમ મળી. એક અહેવાલ મુજબ, જોનાથને 2600 થી પણ વધારે કેસ કર્યા છે જેમા સામાન્ય માણસ, મોટી હસ્તીઓથી લઈને મરેલા લોકો પણ સામેલ છે. 2016 માં, એપ્રિલ ફૂલના દિવસે જોનાથન લી રિશેસના તમામ મુકદ્દમોની સૂચિ પ્રકાશિત કરવામાં આવી હતી.

image source

નવેમ્બર 2018માં, જોનાથન લી રિચેઝે એક પુસ્તક પ્રકાશિત કર્યું જેનુ નામ હતું – “Nothing is Written in Stone: A Jonathan Lee Riches Companion”. અને તેમા તેની આત્મકથા અને તેના દ્વારા દાખલ કરેલા કેસોની પસંદગી વિશે વાત કરવામાં આવી છે.