પહેલી વખત 24 કલાકમાં 4,191 લોકોના મોત, સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ કેસ, રાહતની વાત એ છે કે…

દેશમાં કોરોનાની બીજી લહેર જે ઝડપથી ફેલાઈ રહી છે અને મૃત્યુના આંકડાઓ વધી રહ્યાં છે, તેનાથી સરકારની સ્ટ્રેટેજીને લઈને ઘણા સવાલ સર્જાયા છે. લેખક અને ગ્લોબલ ઈન્વેસ્ટર રુચિર શર્માનું કહેવું છે કે કેન્દ્ર સરકાર કોરોના પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહી છે.

દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ નવા કેસ

image source

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ 1 હજાર 228 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3 લાખ 19 હજાર 469 લોકો સાજા થયા અને 4,191 લોકોનાં મોત થયાં. આ મહામારીમાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની સૌથી
મોતો આંક છે.

ચિંતાની વાત એ પણ છે કે દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

કોરોના અપડેટ્સ

 કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે યુકેમાં મોકલવા માટે રાખવામા આવેલ કોવિશિલ્ડ વેક્સિનના 50 લાખ ડોઝ હવે એક્સપોર્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે, આ વેક્સિન દેશમાં 18 થી 44 વર્ષની વયના લોકોને આપવામાં આવશે.

image source

 કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતને આખી દુનિયાની મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4,468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3,417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3,921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને વિવિધ દેશોમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ મળી છે.

 પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું છે કે જો આપણે કડક પગલાં ભરીશું તો થઈ શકે છે કે કોરોનાનો ત્રીજી લહેર બધી જગ્યાએ ન આવે અથવા ન પણ આવે. આ ઘણું બધુ તે વાર પર નિર્ભર કરે છે કે સ્થાનિક સ્તરે, રાજ્યોમાં, જિલ્લાઓમાં અને શહેરોમાં ગાઈડલાઇન કેટલી અસરકારક રીતે લાગુ થઈ છે.

 કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો, દવાખાનાઓ અને કોવિડ કેર સેન્ટર્સ હવે બે લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કેશ લઈ શકશે. કેન્દ્ર સરકારે શુક્રવારે તેને મંજૂરી આપી હતી. આ છૂટ 31 મે સુધી રહેશે.

image source

 કોરોનાને ધ્યાનમાં રાખીને ગોવામાં 15 દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તેની શરૂઆત રવિવારથી થશે. રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે શુક્રવારે આ માહિતી આપી હતી.

મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર

શુક્રવારે 54,022 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 37,386 લોકો સ્વસ્થ થયા અને 898 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 49.96 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 42.65 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 74,413 લોકોના મોત થયા છે. હાલમાં
6.54 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

અહીં શુક્રવારે, 27,763 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 33,117 લોકો સાજા થયા અને 372 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 14.53 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11.84 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,873 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 2.54
લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી

image source

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે 19,832 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 19,085 લોકો સ્વસ્થ થયા અને 341 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 12 લાખ 92 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 11 લાખ 83 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે,
જ્યારે 18,739 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 91,035 ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ

શુક્રવારે, 13,628 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતુ. 13,624 લોકો સાજા થયા અને 208 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.30 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાં 6.88 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,158 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.31 લાખ દર્દીઓની
સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત

શુક્રવારે રાજ્યમાં 12,064 લોકો પોઝિટિવ માલી આવ્યા હતા. 13,085 લોકો સ્વસ્થ થયા અને 119 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.58 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.03 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,154 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.46 લાખ
દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ

image source

શુક્રવારે રાજ્યમાં 11,708 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 4,815 લોકો સાજા થયા અને 84 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.49 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 5.47 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,244 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 95,423
દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.