અરવલ્લીની દીકરીએ વિશ્વમાં ગુજરાતને ગુંજતુ કર્યું, તેના સૌથી લાંબા વાળ અમેરિકામાં હોલિવૂડ મ્યુઝિયમમાં મુકાશે

અમુક છોકરીઓ ખુબ નાની ઉંમરે સારુ કામ કરતી હોય છે અને લોકો માટે આદર્શ બની રહેતી હોય છે. ત્યારે હાલમાં ગુજરાતની એક દીકરી ભારે ચર્ચાઈ રહી છે અને લોકો એના વખાણ કરી રહ્યા છે. તો આવો વિગતે વાત કરીએ ગુજરાતની આ દરિયાદિલ છોકરી વિશે. વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સાયરા ગામની વતની અને મોડાસા ખાતે રહેતી નિલાંશી પટેલે પોતાના સુંદર વાળ અમેરિકાના મ્યુઝિયમમાં ડોનેટ કરી અનેક સ્ત્રીઓ માટે પ્રેરણાસ્રોત બની છે. એટલું જ નહીં, મોડાસાની નિલાંશી પટેલે પોતાની જ રોલ મોડલ માતાને કેન્સરગ્રસ્ત લોકો માટે પોતાના વાળ ડોનેટ કરવાની પ્રેરણા પણ આપી છે.

image source

હાલમાં આ દીકરી અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે અને જીવન જીવવા નવો જ દોરીસંચાર કર્યો છે. ત્યારે આ દીકરી વિશે જો વાત કરીએ તો અરવલ્લીના સાયરા ગામનાં વતની અને મોડાસા ખાતે રહેતાં શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને કામિની પટેલની પુત્રી નિલાંશી પટેલે 1 ઓગસ્ટ 2020ના રોજ વિશ્વમાં સૌથી વધુ લાંબા વાળ ધરાવતી ટીનેજર તરીકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામ નોંધાવી આખા વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું હતું. અરવલ્લીનું નામ તેના લીધે ન માત્ર ગુજરાત કે ભારત પણ આખી દુનિયામાં ગુંજતું થયું હતું. આ યુવતી ફરી એકવાર પોતાના વાળને લઈ ચર્ચામાં આવી છે.

image source

હાલની ઘટના વિશે જો વાત કરીએ તો નિલાંશી પટેલે લાંબા વાળની ઇચ્છા રાખતી મહિલાઓની પથદર્શક બની પોતાના વાળ અમેરિકાના રિપ્લાયસ્ બિલિવ ઇટ ઓર નોટ હોલિવૂડ મ્યુઝિયમમાં મૂકવા જઈ રહી છે. દીકરીના વાળ વર્લ્ડ રેકોર્ડ સ્તરે પહોંચાડનાર માતા કામિની પટેલે પણ દીકરી નિલાંશી પટેલ પાસેથી પ્રેરણા મેળવી પોતાના વાળ કેન્સર પીડિતો માટે દાન કરી માતા-પુત્રીએ સમાજ માટે નવો રાહ ચીંધ્યો છે. મોડાસા તાલુકાના સાયરાના શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને કામિનીબેનની દીકરીએ આ સિદ્ધિ હાંસલ કરતા સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

જો કે આ પહેલી વાર નથી કે નિલાંશીએ નામ રોશન કર્યું હોય. આ પહેલાં પણ નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે લિમ્કા બુકમાં નોંધણી કરાવી હતી. હવે સતત બે વર્ષથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી રહ્યું છે. નાનપણથી જ સૌથી લાંબા વાળ રાખવાની તમન્ના ધરાવતી નિલાંશી હાલ ધોરણ ધો-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. વાળ લાંબા છે એ જ રીતે ભણવામાં પણ તે ખુબ જ હોશિયાર છે. તેના શોખ વિશે જો વાત કરવામાં આવે તો નિલાંશી ટેબલ ટેનિસ અને તરણ સ્પર્ધાની કુશળ ખેલાડી છે. આમ તો રમતો દરમિયાન પોતાના વાળનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે ત્યારે નિલાંશી રમતની સાથે પોતાના માથાના વાળની પણ ખૂબ જ કાળજી રાખે છે.

image source

જો નિલાંશીના બાળપણની વાત કરીએ તો નાનપણથી જ નિલાંશી અને તેનાં માતા-પિતાની ઈચ્છા હતી કે વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે. વાળની કાળજી રાખવાનું શરૂ કર્યું અને બે વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. 2018માં 170.5 સે.મી. લાંબા વાળ સાથે ઈટાલીના રોમ ખાતે આ રેકોર્ડ સર્જાયો હતો અને આર્જેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડ્યો હતો. ત્યારે આખા વિશ્વમાં લાંબા વાળની દ્રષ્ટિએ નિલાંશીનું જ નામ ચારેકોર લેવામાં આવતું હતું. 18 વર્ષથી નીચેની ઉંમરે 2018 અને 2019 એમ સતત બે વર્ષ સુધી પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એકમાત્ર ભારતીય છે.

image source

સૌથી મોટી ખુશીની વાત ગુજરાત માટે અને દેશ માટે એ હતી કે લાંબા વાળનો રેકોર્ડ દર વર્ષે અલગ અલગ દેશોનાં નામે હોય છે, પરંતુ લોન્ગેસ્ટ ઓફ હેયર ટીનેજર્સમાં નિલાંશીએ ભારતનો ડંકો વગાડ્યો છે. આગામી સમયમાં પણ સૌથી લાંબા વાળમાં તે વિશ્વમાં પ્રથમ રહેવા માગે છે. ધો-12 સાયન્સ બાદ નિલાંશી આઈઆઈટી કમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા ધરાવે છે. મહિલાઓ અને યુવતીઓને સંદેશ આપવા માગે છે. લાંબા વાળ કોઈ મુશ્કેલી સર્જતા નથી. વાળ એ કુદરતી છે, એની જેટલી માવજત કરીએ તેટલી ઓછી. ત્યારે હવે નિલાંશીની વાતો થઈ રહી છે અને મા દીકરી બન્નેની વાહવાહી થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!