ભગવાન મનાતા ડોક્ટરોનું આવું વર્તન કેમ સાંખી લેવું, દર્દી કરગરતો રહ્યો અને ડોક્ટર ગાળો આપતો રહ્યો

વધતા જતા કોરોનાનાં ફેલાવા વચ્ચે સ્થિતિ એવી છે કે માણસો હવે ફક્ત ડોક્ટરો પર વિશ્વાસ કરે છે. આ મુશ્કેલ સમયમાં ડોક્ટરો લોકોનો સૌથી મોટો ટેકો છે. પરંતુ જબલપુરથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. તે જોયા પછી બધા સ્તબ્ધ થઈ ગયા છે. જબલપુર જિલ્લાના હોસ્પિટલમાં એક દર્દીના પરિવારજનો ડોક્ટરોને વિનંતી કરતા રહ્યાં પરંતુ કોઈ ડોક્ટરને તેની દયા આવી નહી. આ પછી જે બન્યું તે વધારે ચોકાવનારું હતું, દર્દીને જોઈ લો જેવી નાનકડી વાત ડોક્ટરોને એટલી ખરાબ લાગી કે તેણે દર્દીના પરિવારજનો સાથે ખરાબ ભાષામાં વાત કરવાનું ચાલુ કરી દીધું હતું.

image source

હવે આ આખા મામલે ડોક્ટર અને દર્દીના પરિવાર વચ્ચે મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ જબલપુરની વિક્ટોરિયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોડી રાત્રે એક પરિવાર કોરોના દર્દી સાથે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. દર્દીનો પરિવાર ફરજ પરના ડોકટરોની શોધ શરૂ કરે છે કારણ કે દર્દીની સ્થિતિ સારી નહોતી. આ સમયે ડોક્ટર સૂતેલા હતાં અને પરિવારે તેમણે જગાડવાણી કોશીશ કરી. ડોક્ટરની ઉંઘ બગાડતાં જ તે એટલા બધા નારાજ થયા કે તેમણે ઊઠીને દર્દીને જોવા કરતાં પરિવાર સાથે વીવાદ કરવાનું શરૂ કરી દીધું હતું.

image source

હવે આ ઘટનાનો આખો વીડિયો વાયરલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક લોકો દર્દી સાથે હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલની અંદરથી ફરજ પરના ડોક્ટર દુબે બહાર આવ્યા. દર્દીની પુત્રીએ તેમને વિનંતીથી સારવાર માટે જવાનું કહ્યું અને ડોક્ટર ભડકી ગયો. મળતી માહિતી મુજબ જ્યારે દર્દીનો દીકરો કહે છે કે અમે અડધા કલાકની રાહ જોતા હતા અને તમે અંદર સૂઈ ગયા હતા. બસ આ જ વાત ડોક્ટર ખરાબ લાગી ગઈ સ્થિતિ વિવાદમાં બદલાય ગઈ.

image source

ડોક્ટર કહે છે કે અડધા કલાક પછી,અડધા કલાક પછી…હજુ હું આવ્યો જ છું… પ્રતીક્ષા કરો એમ કહીને પોતાનો ફોન બહાર કાઢે છે અને ગાળો બોલવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારે દર્દીને જોઈ લેવા માટે ઘણી વિનતી કરી પરંતુ ડોક્ટરે તેની એક ન સાભળી અને બૂમાબૂમ મચાવી મૂકી હતી જે પછી આ આખો વિવાદ વધ્યો હતો.

image source

દર્દીના આખા પરિવારે ડોક્ટરને ખૂબ વિનંતી શરૂ કરી કે તેની હાલત ખૂબ જ ખરાબ છે. પણ ડોક્ટર ફરિયાદ કાટો રહ્યો કે તમારી વાત કરવાની આ રીત છે હવે હું તમને જોઈશ. કોરોના સંક્રમણ આ સ્થિતિમાં જ્યાં દરેક આ યોદ્ધા ડોક્ટર પર આશા રાખીને બેઠા છે ત્યારે આ વાત સામે આવતા તેનો વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલ વહીવટીતંત્રે પણ આ મામલે મૌન રહ્યું છે જેથી હવે ઘણાં સવાલો થઈ રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *