નવા મુખ્યમંત્રી ક્યારે લેશે શપથ તે પણ થઈ ગયું નક્કી, જાણો BJPનો શું છે માસ્ટર પ્લાન

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી રાજીનામું આપી દેતા રાજ્યમાં મોટી ઊથલપાથલ સર્જાય છે. આ બધું એવા સમયે થયું છે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માત્ર ૧૫ મહિનાનો સમય બાકી છે. અંદરખાને ચર્ચાઓ એવી થઈ રહી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમુદાયની નારાજગી દૂર કરવા માટે ભાજપે નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રીનો ચહેરો પાટીદારનો હોય તેવું પ્લાન કર્યું છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં પાટીદાર સમુદાય સિવાયના સમુદાયને પણ રાજી રાખવાનું પ્લાનિંગ કરાયું છે.

image socure

ટૂંકમાં કહીએ તો ભાજપ દ્વારા વિજય રૂપાણીનું રાજીનામું એક માસ્ટર પ્લાન ને આધારે લેવામાં આવ્યું છે. એટલે કે આ નિર્ણય પક્ષ એ સમજી વિચારીને લીધો છે. આ કારણથી જ ગૃહમંત્રી અમીત શાહ પણ રાતોરાત ગુજરાત આવી પહોંચ્યા હતા. ભાજપના ટોચના નેતાઓએ આગામી સરકાર કેવી હશે તે લગભગ નક્કી કરી લીધું છે જોકે તેની સત્તાવાર જાહેરાત બાકી રહી છે.

image soucre

ભાજપ સરકારનું આગામી આયોજન કેવું હશે તેના પર ચાલતી ચર્ચા ઉપર નજર કરીએ તો વર્ષ 2022 માં યોજાનારી ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં એક એવા ચહેરાને મુખ્યમંત્રી તરીકે રજુ કરવા માંગે છે જેનાથી સમાજ નો કોઈ પણ વર્ગ નારાજ ના રહે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ એક વ્યક્તિ જ બની શકશે ત્યારે રાજ્યના અન્ય સમુદાયને રાજી કેવી રીતે રાખવા ?

image soucre

આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપે ખાસ આયોજન કર્યું છે. આયોજન મુજબ ભાજપ નવા સીએમ સાથે બે જુદાજુદા સમુદાયના નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવશે. જે ચર્ચાઓ ચાલી રહી છે તે અનુસાર મુખ્યમંત્રી પદે પાટીદાર નેતા બિરાજમાન થશે જ્યારે બે નાયબ મુખ્યમંત્રી માંથી એક ઓબીસી અને બીજા એસી અથવા એસટી સમાજના નેતા બનશે.

image soucre

આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રચના તમામ ધારાસભ્યોને રાતોરાત ગાંધીનગર તેડાવવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ નવા મુખ્યમંત્રી અને સાથે જ મંત્રીમંડળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

image soucre

જોકે નવા મુખ્યમંત્રી કોણ હશે અને મંત્રીમંડળ માં કોનો સમાવેશ થશે તે વાતને સત્તાવાર જાહેરાત જ બાકી છે અન્યથા તમામ તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવામાં આવી છે. સૂત્રોનું જણાવવું છે કે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ કાર્યક્રમ 13 અથવા 14 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે.