કૂતરાઓનો અનોખો અંદાજ જોઈને લોકો મોહી ગયાં, માણસો સાથે એવી જોરદાર કરસત કરી કે વીડિયો થયો વાયરલ
હવે લોકો પ્રાણીઓને પણ અનેક ચીજોની ટ્રેનિંગ આપતાં થયાં છે. માણસોની ભાષા પણ પ્રાણીઓ સમજે અને તેમનાં ઇશારે તે મુજબ કરતાં જોવા મળે છે. કૂતરાઓને અનેક વખત પોલીસ સાથે તપાસનાં કામોમાં અથવા ઘરની બહાર ધ્યાન રાખવા માટે પણ ટ્રેનીંગ આપવામાં આવતી હોય છે. પરંતુ અહી કૂતરાઓની જે બાબત વિશે વાત કરવામાં આવી રહી છે તેને સાંભળીને તમે ચોંકી જશો. સામાન્ય રીતે માણસો જીમ જતા હોય છે કે બોડી ફિટ્નેશ માટે શરીર કસતા હોય છે જ્યારે આ વીડિયોમા એક કૂતરો ખુબ સરસ કસરત કરતો જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયા પર કૂતરાનો આ કોમેડી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો પણ ચોંકી ગયા. આજના સમયમાં જ્યારે માણસ પોતાના સારા સ્વાસ્થ્ય માટે કસરત કે પ્રાણાયામ કરવાનું આળસ કરી રહ્યો છે ત્યારે આ કૂતરાઓ તેમને સંદેશ આપી રહ્યાં છે.
લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે આપણે બધાએ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે સખત મહેનત કરવી જોઈએ કારણ કે શરીર જ બધું છે અને તે આ કૂતરાઓ આજે આપણે આ વીડિયો દ્વારા શીખવી રહ્યાં છે. આ વીડિયોમાં એક કૂતરાઓ માણસો સાથે એરોબિક્સ એક્સસાઇઝ કરતાં દેખાઈ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ આ વીડિયોને ડોગ ફેન્સ નામના ગ્રુપ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. કૂતરાની આ સુંદર અને નાનકડો વીડિયો સૌને પોતાનાં દીવાના બનાવી ચૂક્યો છે. આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો તેમાં તમે જોઈ શકાય છે કે એક કૂતરો માણસોની વચ્ચે પડેલો છે અને ખૂબ આનંદ સાથે કસરત કરી રહ્યો છે. કૂતરા તરફ નજર કરતાં એવું લાગે છે કે તેને આ પ્રકારની કરસરત કરવાની કાયમી આદત હોય તે રીતે સરસ કરી રહ્યો છે.
Doggo joins in for aerobics#dogs #dogsoftwitter pic.twitter.com/UpZ4LrOCO6
— Dog fans (@funnydo25814387) May 6, 2021
કૂતરાનો આ આંદાજ સૌને ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોની ખૂબ મજા લઇ રહ્યાં છે. જો કે ઘણાં લોકો કૂતરાની મજાક ઉડાવી રહ્યા છે તો ઘણાં લોકો તેના આ કામ જોઈને શીખવાનું કહી રહ્યાં છે. કેટલાક લોકો આ વીડિયો પર કોમેડી ભરી કમેન્ટ પણ કરી રહ્યાં છે.