કહાની ભારતની એક રાજકુમારીની, જેની સુંદરતા પાછળ હતા લાખો લોકો દિવાના

તમે એવી ઘણી રાણીઓ અને રાજકુમારીઓ વિશે સાંભળ્યું હશે, જે ફક્ત તેમની સુંદરતા માટે જ પ્રખ્યાત હતી. ઇતિહાસનાં પાનામાં તેમની સુંદરતા હજી અમર છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક રાજકુમારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ગણતરી દુનિયાની સુંદર મહિલાઓમાં થાય છે. એટલું જ નહીં, રાજકુમારીને હોલીવુડની ફિલ્મ્સ માટે ઘણી ઓફર્સ પણ મળી હતી.

image source

તુર્કીના ઓટ્ટોમન રાજવી વંશની છેલ્લી રાજકુમારી નીલોફરને સૌંદર્યની દેવી પણ કહેવામાં આવતી. તેનો જન્મ તુર્કીની રાજધાની ઇસ્તંબુલના શાહી મહેલમાં થયો હતો. નિલોફરના જન્મ સમયે, ટર્કીશ રાજવી પરિવાર ભારે મુશ્કેલીમાં હતો અને તેમનું સામ્રાજ્ય ક્ષીણ થવા લાગ્યું હતું. નિલોફર માત્ર બે વર્ષની ઉંમરે તેના પિતાને ગુમાવ્યા. સાત વર્ષની ઉંમરે તે તુર્કી છોડીને ફ્રાન્સમાં તેની માતા સાથે રેહવા ચાલી ગઈ. ફ્રાન્સમાં તેમનું જીવન મુશ્કેલ અને સામાન્ય લોકોની જેમ બની ગયું હતું.

image source

નિલોફરે તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. પરંતુ નીલોફર નસીબવાળી હતી અને વિશ્વના સૌથી ધનિક રાજવી પરિવાર હૈદરાબાદ નિઝામની પુત્રવધૂ બની. હૈદરાબાદના છેલ્લા નિઝામે તેના બીજા પુત્ર આઝમ જેહ સાથે લગ્ન કરવા નિલોફરને પસંદ કરી. 1931માં લગ્ન પછી, નિલોફર હૈદરાબાદ આવી ગઈ. એવું કહેવામાં આવે છે કે નીલોફર માત્ર સુંદર જ નહોતી, પરંતુ તેની પાસે એક અદભૂત વશીકરણ પણ હતું.

image source

લગ્ન પછી નિલોફર હૈદરાબાદ આવી ત્યારે નિઝામના પરિવારમાં મહિલાઓ માટે પડદાનો રિવાજ હતો. પરંતુ તે ક્યારેય પડદામાં રહી ન હતી, પરંતુ નિઝામની મહિલાઓના જાહેર જીવનના બંધ દરવાજા ખોલ્યા. નીલોફર હૈદરાબાદની પાર્ટીઓ, સમારોહ અને કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. દરેક કાર્યક્રમમાં તેમને મુખ્ય અતિથિ તરીકે હંમેશા બોલાવવામાં આવતી. પરંતુ નિઝામની બેગમ દુલ્હન પાશા નિલોફરની આ રીતભાતથી એકદમ અસ્વસ્થ થવા લાગી. કહેવાય છે કે બેગમ તેની પુત્રવધૂને ઝેર આપીને મારી નાખવા માંગતી હતી.

image source

નિલોફર એક રાજવી પરિવારમાંથી આવતી હોવા ઉપરાંત તે એક એક ફેશન દિવા પણ હતી. તેની પહેરેલી સાડીની તસવીરો ન્યૂયોર્ક ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં લાગેલી છે. નિલોફરની સાડીઓને બનાવવાનુ કામ મોટી ફ્રેન્ચ ફેશન કંપની કરતી હતી. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તે સાડી છોડીને પશ્ચિમના વસ્ત્રો પહેરવા લાગી.

image source

જ્યારે 1948માં હૈદરાબાદને ભારત સાથે ભેળવી દેવામાં આવ્યુ ત્યારે નિલોફર તે સમયે ફ્રાન્સની યાત્રા કરી રહી હતી અને પેરિસમાં જ રોકાઈ ગઈ. નિલોફર જ્યારે ફ્રાન્સથી હૈદરાબાદ પરત ન આવી ત્યારે તેના પતિએ ફરીથી બીજા લગ્ન કરી લીધા. વર્ષ 1952માં તેમના છૂટાછેડા થયા, જેમાં તેમને મેહર તરીકે ખૂબ મોટી રકમ મળી. તેણે આ નાણાંનો મોટો હિસ્સો હૈદરાબાદમાં મહિલાઓ અને બાળકો માટે હોસ્પિટલ બનાવવા માટે આપ્યો.

image source

નીલોફર તેના સમયની સુંદર મહિલાઓમાની એક હતી. ઘણા વિશ્વ સામયિકોએ તેને વિશ્વની 10 સુંદર મહિલાઓમાં પસંદ કરી હતી. પતિને છૂટાછેડા લીધા પછી, તેણી તેની માતા સાથે ફ્રાન્સમાં રહેવા લાગી. નિલોફરને તે સમયગાળા દરમિયાન હોલીવુડ તરફથી ઓફર્સ પણ મળી હતી, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી હતી. થોડા સમય પછી તેણે અમેરિકન યુવક એડવર્ડ પોપ સાથે લગ્ન કર્યા. રાજકુમારી નિલોફરનું વર્ષ 1989માં અવસાન થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!