જો આ કલાકારોએ ના છોડી હોત ફિલ્મો તો તમે ક્યારેય ન મળી શક્યા હોત અમિતાભ અને શાહરૂખને.

બોલીવુડમાં ઘણી એવી ફિલ્મો બને છે જેમાં કલાકારોના અભિનયને જોઈને આપણને વિશ્વાસ થઈ જાય છે કે એમના સિવાય આ પાત્રને અન્ય કોઈ સારી રીતે નહિ કરી શકે. જો કે ઘણીવાર ફિલ્મ હિટ ગયા પછી ખબર પડે છે આ પાત્રનો પહેલા અન્ય કલાકારને ઓફર થયું હતું પણ કોઈ કારણસર એમને ઇનકાર કરી દીધો.

image source

તો બીજો કલાકાર એ જ પાત્રને લઈને સુપરહિટ થઈ ગયા. તો ચાલો તમને જણાવીએ બોલીવુડની અમુક એવી જ સુપરહિટ ફિલ્મો વિશે જેને બીજા કલાકારોએ ઇનકાર કરીને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી હતી.

ઝંઝીર.

image source

પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીર એ અમિતાભ બચ્ચનના કરીયરને નવુ આકાશ આપ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ એંગ્રી યંગ મેનના પાત્રમાં સુપરહિટ થયા હતા. જો કે અમિતાભ પહેલા આ રોલ મહેરાએ ત્રણ સુપરસ્ટારને ઓફર કર્યો હતો. આ ફિલ્મ ધર્મેન્દ્ર, દેવ આનંદ અને રાજકુમારને ઓફર થઈ હતી પણ ત્રણેય સ્ટારે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મથી અમિતાભ બચ્ચનનું સુપરસ્ટાર બનવું જ લખ્યું હતું અને જ્યારે એમને આ ફિલ્મ ઓફર થઈ તો એમને તરત હા પાડી દીધી.

ડર.

image source

આઈ લવ યુ કકકકકકકક કિરણ…આ ફિલ્મ અને ડાયલોગને સાંભળીને તમનર કદાચ શાહરુખ ખાન જ યાદ આવશે. શાહરૂખે આ ફિલ્મમાં એક પાગલ પ્રેમનું પાત્ર ભજવ્યું હતું જે પોતાનો પ્રેમ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. શાહરુખ, જુહી ચાવલા અને સની દેઓલ અભિનીત આ ફિલ્મમાં પહેલા શાહરુખનું પાત્ર આમિર ખાન કરવાના હતા જો કે એમને એ કહીને ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી કે એ એક ખલનાયકનું પાત્ર નથી કરવા માંગતા. તો શાહરૂખ માટે આ ફિલ્મ એમના કરિયરની સૌથી મહત્વની ફિલ્મ સાબિત થઈ હતી.

ધ ડર્ટી પિક્ચર.

image source

બોલીવુડની પંગા ગર્લ કંગના રાનાઉતે મહિલા કેન્દ્રિત ઘણી લાજવાબ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે કંગનાએ ધ ડર્ટી પિક્ચરમાં કામ કરવાની ના પાડી દીધી હતી. તો આ પાત્રમાં વિદ્યા બાલને જીવ રેડી દીધો હતો. વિદ્યા બાલનને એમના ઉમદા પાત્રના કારણે ફક્ત દર્શકોની વાહવાહી જ નહીં પણ આલોચકોના વખાણ પણ મળ્યા હતા.

ગદર.

image source

શુ તમે કલ્પના કરી શકો છો કે પાકિસ્તાનની જમીન પર પોતાની પત્ની અને બાળકને લઈને હિન્દુસ્તાન પરત ફરનાર તારા સિંહ સની દેઓલ નહિ પણ ગોવિંદા છે? હા ફિલ્મ ગદર એક પ્રેમ કથા પહેલા ગોવિંદને ઓફર થઈ હતી પણ કામની વ્યસ્તતાના કારણે એમને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. એ પછી આ ફિલ્મ સની દેઓલની મળી. કદાચ ત્યારે ગોવિંદા નહોતા જાણતા કે એમના હાથમાંથી એ સમયની સૌથી સુપરહિટ ફિલ્મ જતી રહી છે.

આનંદ.

image source

ઋષિ મુખર્જી જેને બધા પ્રેમથી ઋષિ દા કહે છે એમને આનંદ ફિલ્મ માટે ધર્મેન્દ્રને પસંદ કર્યા હતા. એમને ધર્મેન્દ્રને ફિલ્મની વાર્તા સંભળાવી પણ દીધી હતી પણ ફિલ્મમાં કામ કર્યું રાજેશ ખન્નાએ. એટલું જ નહીં રાજેશ ખન્નાની આ સુપરહિટ ફિલ્મ પહેલા કિશોર કુમાર અને શશી કપૂરને પણ ઓફર કરવામાં આવી હતી પણ આ દમદાર રોલ છેલ્લે તો રાજેશ ખન્નાને જ મળી. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.

શોલે.

image source

ફિલ્મ શોલેમાં ગબ્બરનો રોલ પહેલા ડેનીને આપવામાં આવ્યો હતો. ખબરોનું માનીએ તો એક મેગેઝીનના કવર પર ડેની સહિત શોલેના બાકી સ્ટારકાસ્ટનો ફોટો પણ છપાયો હતો પણ ડેનીએ ફિરોઝ ખાનની ફિલ્મ ધર્માત્મા શૂટ કરવાની હતી એ પછી એમને ફિલ્મ છોડવી પડી. એ પછી સ્લિમ ખાને જાવેદ અખ્તરને ગબ્બરના રોલ માટે અમજદ ખાનનું નામ આપ્યું હતું. આ ફિલ્મને જોયા પછી દરેક વ્યક્તિએ માની લીધું હતું કે ગબ્બર તો ફક્ત એક જ છે અને એ છે અમજદ ખાન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *