વિન્ટેજ લુક ધરાવે છે આલિયા ભટ્ટનું આ સુંદર અપાર્ટમેન્ટ, જોઈ લો IINSIDE તસવીરો

આલિયા ભટ્ટે થોડા સમય પહેલા ત્રણ બેડરૂમનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. પોતાની બહેન શાહીન ભટ્ટની મદદથી એમને પોતાના આ ઘરને ખૂબ જ સુંદર રિતે સજાવ્યું છે નિર્દેશક વિકાસ બહલની પત્ની ઋચાએ આલિયાના આ ઘરની ડિઝાઇન તૈયાર કરાવી છે.

image source

એમનું આ ઘર એકદમ વિન્ટેજ લુક ધરાવે છે.

image source

આ ઘરમાં શિફ્ટ થતા પહેલા આલિયા ભટ્ટ પોતાના પિતા મહેશ ભટ્ટ અને માતા સોની રાજદાન સાથે જુહુમા આવેલા ઘરમાં રહેતી હતી. એમનું આ નવું એપાર્ટમેન્ટ એમના માતા પિતાને ઘરથી થોડું જ દૂર છે.

image source

આલિયા ભટ્ટે દિવાળીના અવસર પર પોતાના આ ઘરનો એક ફોટો શેર કર્યો હતો. ઘરની સફેદ દીવાલો પરફેક્ટ બેકડ્રોપ લુક આપી રહી છે.

આલિયા ભટ્ટે કોમ્પલેક્ષના 5માં ફ્લોર પર ફ્લેટ ખરીદ્યો છે. અને આ ફ્લેટની કિંમત લગભગ 32 કરોડ રૂપિયા છે.

image source

બોલિવુડના મોસ્ટ ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે. રણબીર કપૂરે પોતાનો જન્મદિવસ આલિયા ભટ્ટના ઘરે જ સેલિબ્રેટ કર્યો હતો. આ ફોટો આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં રણબીર કપૂરની પાછળ દીવાલો પર લગાવેલી પેઇન્ટિંગસ જોઈ શકાય છે.

image source

આખા ઘરમાં એક ખૂણો એવો હોય છે જે દરેક વ્યક્તિનો મનગમતો હોય છે. આલિયા ભટ્ટ માટે પણ કંઈક એવું જ છે. પોતાના ઘરના મનગમતા ખૂણામાં બેસીને આલિયા ભટ્ટ બુક્સ વાંચતી દેખાઈ રહી છે. બાલ્કનીને સાવ અડીને આવેલી આ જગ્યા પર એક વૃક્ષ પણ લગાવેલું છે.

image source

આલિયા ભટ્ટનો ફેવરિટ કલર સફેદ છે. અને એટલે જ તો એમના ઘરની દીવાલો હોય કે પછી એમની એકદમ કયુટ બિલાડી બધું જ સફેદ રંગનું જ છે. ઘરના સોફા પર બેસીને આલિયા સમય પસાર કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે ખૂબ જ નાની ઉંમરમાં બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. પોતાની એક્ટિંગ થકી એ આજે બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં પોતાનું નામ ધરાવે છે. આલિયા ભટ્ટે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2012માં આવેલી કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી. આ ફિલ્મમાં એમની સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આ સિવાય આલિયા ભટ્ટ ટુ સ્ટેટ્સ, હંપટી શર્માકી દુલહનિયા, દિયર જિંદગી, હાઈ વે, ઉડતા પંજાબ, ગલી બોય, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 1999માં આવેલી ફિલ્મ સંઘર્ષમાં પણ કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત