બસ ખાલી રવિવારે કરવાનો છે આ ઉપાય અને તમને મળશે સૂર્યદેવ નો વિશેષ આશીર્વાદ અને ઘરમા વિશેષ માન-સન્માન…

મિત્રો, રવિવાર નો દિવસ એ પ્રભુ સૂર્ય નારાયણ ને સમર્પિત છે. આ દિવસે પ્રભુ સૂર્યનારાયણ ની આરાધના કરવામા આવે અને તેણી સાથે અમુક વિશેહ ઉપાયો પણ અજમાવવામા આવે તો તમને પ્રભુ સૂર્યનારાયણ ની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે પ્રભુ સૂર્ય નારાયણ તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે તમારા રોજીંદા જીવનમા અનેકવિધ પ્રકારના પરિવર્તનો આવે છે.

image source

તમને ઘર અને ઓફિસમા માન-સન્માન પ્રાપ્ત થશે. સૂર્ય ભગવાન ને તમામ ગ્રહો નો રાજા માનવામા આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈની કુંડળીમા સૂર્ય શુભ હોય છે, ત્યારે તેમને જીવનમા ખૂબ જ વિશેષ માન-સન્માન ની પ્રાપ્તિ થાય છે. કોઈપણ નોકરી અથવા ક્ષેત્રમા આવા લોકોની લોકપ્રિયતા ટોચ પર હોય છે. આવા લોકો ને સંપૂર્ણ માન અને સન્માન મળે છે.

માન-સન્માન મા થાય છે વૃદ્ધિ :

image source

જ્યારે સૂર્ય શુભ હોય ત્યારે જ વ્યક્તિનો સમાવેશ લોકપ્રિય હસ્તીઓ ની શ્રેણીમા થાય છે. કોઈપણ વ્યક્તિ સૂર્ય ના આશીર્વાદ વિના સમાજમા આદર અને માન-સન્માન પ્રાપ્ત કરી શકતો નથી કારણકે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય નો સીધો સંબંધ તેજ એટલે કે પ્રકાશ સાથે છે. જ્યારે સૂર્ય શુભ હોય છે ત્યારે વ્યક્તિ ના તેજમા વૃદ્ધિ થાય છે અને તેના કારણે સામેવાળી વ્યક્તિ તમારાથી પ્રભાવિત થયા વિના રહી શકતો નથી.

માર્ગશીર્ષ માસમા સૂર્ય ઉપાસના નુ વિશેષ મહત્વ :

image source

માર્ગશીર્ષ એટલે કે અધિકતર માસને પ્રભુ શ્રી કૃષ્ણ નો સૌથી પ્રિય માસ માનવામા આવે છે. આ મહિનામા પવિત્ર નદીઓમા સ્નાન કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થઇ શકે છે. આ માસ દરમિયાન સૂર્ય ઉપાસના નુ પણ એક વિશેષ મહત્વ રહેલુ છે. આ માસ દરમિયાન સવારે વહેલા ઉઠીને પ્રભુ સૂર્ય નારાયણ ને જળ અર્પણ કરીને સૂર્ય પ્રસન્ન થાય છે. આ માસ દરમિયાન ગાયત્રી મંત્ર નુ પઠન કરવુ અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે.

ઉપાય :

image source

રવિવાર ની વહેલી સવારે સૂર્ય ને થોડુ જળ અર્પણ કરવુ અને સૂર્યમંત્ર નો મંત્રોચ્ચારણ કરવુ. આ સિવાય આ દિવસે જો તમે તાંબાના પાત્રમા પાણી ભરીને અર્પણ કરો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે. આ ઉપરાંત જ્યારે તમે આ સૂર્યદેવ ને જળ અર્પણ કરો છો ત્યારે તે જળ ની ધારમાંથી સૂર્યદેવના દર્શન કરવા અત્યંત લાભદાયી માનવામા આવે છે. આ દિવસે પ્રભુ શિવ ને જલાભિષેક પણ કરવો જોઈએ. આ ઉપરાંત રવિવારે શંખ ની પૂજા પણ કરવી જોઇએ અને તેની સાથે જ નિયમિત બે હાથ જોડીને આ નીચેના મંત્રો નુ મંત્રોચ્ચારણ પણ કરવુ જેથી, તમારુ જીવન સુખી અને સમૃદ્ધ બને.

image source

સૂર્ય મંત્ર :

ऊँ सूर्याय नम:

ગાયત્રી મંત્ર :

ऊं भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि।

धियो यो न: प्रचोदयात्।।

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત