અંબાણી સાથે અદાણી પણ આવ્યા મેદાને, અમદાવાદ શાળામાં 1000 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરીને આપશે સેવા

હાલમાં દરેક નાના મોટા લોકો કોરોના કાળમાં થતી મદદ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની એક શાળામાં હવે 1000 બેડનું કોવિડ કેર સેન્ટર ખુલશે. અદાણી ગ્રુપ દ્વારા અદાણી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે આ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપના માલિક અને અબજોપતિ ગૌતમ અદાણીએ આ માહિતી આપી. અદાણીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, “અમદાવાદની અમારી અદાણી વિદ્યા મંદિર સ્કૂલને ઓક્સિજન સપોર્ટ અને અન્ય તબીબી સુવિધાઓ સાથે કોવિડ કેર સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવશે. તેનાથી આપણી હોસ્પિટલો પરનો સતત વધતો બોજો ઓછો થશે.”

image source

ગૌતમ અદાણીના કહેવા પ્રમાણે અગાઉ અદાણી જૂથ દેશભરમાં ઓક્સિજન સપ્લાય કરતું રહ્યું છે. શુક્રવારે અદાણી જૂથે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને અમે અમારા વિદ્યા મંદિર સ્કૂલ કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો છે. આ દર્દીઓ સિવાય લોકોને રાહત આપશે, જેમને ઘરની જગ્યાના અભાવે ઘરના હોમ આઈસોલેશનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક અહેવાલમાં જણાવાયું છે કે અદાણી ગ્રૂપ દ્વારા 80 ટન પ્રવાહી ઓક્સિજનવાળી 4 આઇએસઓ ક્રિઓજેનિક ટાંકીની પ્રથમ માલ દમણથી મુન્દ્રા બંદરે આવવા માટે રમાના થઈ ગયો છે. આ ગૃપ સાઉદી અરેબિયાથી મેડિકલ ગ્રેડ ઓક્સિજનના 5000 સિસિલિન્ડર પણ આપી રહ્યું છે.

image source

જો કે આ પહેલાં મુકેશ અંબાણીએ પણ જામનગરમાં 1000 બેડની હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી છે અને જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ રિલાયન્સ ઈન્ડટ્રીઝ લિમીટેડ પોતાની જામનગર તેલ રિફાઈનરીમાં પ્રતિદિવસ 1000 ટનથી પણ વધુ મેડિકલ ગ્રેડ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ-19થી વધારે પ્રભાવિત રાજ્યોમાં ફ્રી માં આપી રહી છે. રિલાયન્સ આજે ભારતની અંદાજીત 11 ટકા મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. અને દર દસમાં અંદાજીત 1 દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહી છે.

image source

મુકેશ અંબાણી રિલાયન્સના મિશન ઓક્સીજનની ખુદ દેખરેખ કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં રિલાયન્સ કંપની ડ્યુઅલ સ્ટ્રેટેજી પર કામ કરી રહી છે. પ્રથમ જામનગરમાં રિલાયન્સની ઘણી રિફાઇનરીઓની પ્રક્રિયાને બદલીને વધુને વધુ જીવન ટકાવી રાખતા ઓક્સિજન ઉત્પન્ન કરવા અને બીજું લોડિંગ અને પરિવહન ક્ષમતાને વધારવી જેથી તે જરૂરીયાતમંદ રાજ્યોમાં સુરક્ષિત રીતે પરિવહન કરી શકાય. જામનગર રિલાયન્સ હાલ મિશન ઓક્સિજન પર કામ કરી રહ્યું છે.

image source

આ માટે 1000 એમટી ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડવા 24 ટેન્કર એરલિફ્ટ કરાયા છે. રિલાયન્સના મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડથી ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરાયા છે. ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *