ટીવીની આ જાણીતી અભિનેત્રીએ રામાયણમાં ભજવ્યો હતો અપ્સરાનો રોલ.

દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. બનું મેં તેરી દુલહન સિરિયલથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર દિવ્યાંકા ત્રિપાઠીએ અત્યાર સુધીમાં ઘણી સારી સિરિયલ જેમ કે યે હે મોહબ્બતે અને એવી બીજી ઘણી સીરિયલમાં કામ કર્યું છે. હાલના દિવસોમાં દિવ્યાંકા ત્રિપાઠી સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11ના શૂટિંગમાં વ્યસ્ત છે. દિવ્યાંકાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ ભોપાલમાં જ પૂર્ણ કર્યો હતો.

રામાયણમાં દિવ્યાંકા ત્રિપાઠીએ કર્યો હતો આ રોલ.

दिव्यांका त्रिपाठी दहिया
image source

આમ તો દિવ્યાંકા ત્રિપાઠીને સિરિયલ યે હે મોહબ્બતેમાં ઇશીતા કે ઇશી માન પાત્રના કારણે ઓળખવામાં આવે છે પણ બીજી પણ ઘણી સિરિયલ છે જેમાં દિવ્યાંકા ત્રિપાઠીએ કામ કર્યું છે. જો કે ઘણા બધા એવા રોલ્સ છે જે દર્શકોને આજે યાદ પણ નથી. એમાંથી જ એક રોલ છે સિરિયલ રામાયણમાં. વર્ષ 2012માં આવેલી સિરિયલ રામાયણમાં દિવ્યાંકા ત્રિપાઠીએ એક અપ્સરાનું પાત્ર ભજવ્યું હતું.

image source

ઝી ટીવી પર આવતા રામાયણમાં એક્ટર્સ ગગન મલિક અને નેહા સરગમે રામ અને સીતાનો લીડ રોલ ભજવ્યો હતો. આ શો 12 ઓગસ્ટ 2012થી સપ્ટેમ્બર 2013 સુધી ચાલ્યો હતો. આ સીરિયલમાં દિવ્યાંકા ત્રિપાઠીએ એ અપ્સરાનું પાત્ર ભજવ્યું હતું જેને ભગવાન રામ અને સીતાના લગ્નમાં મોડું કરાવવાનું કામ આપવામાં આવ્યું હતું. દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના રોલ માટે સફેદ આઉટફિટ પહેર્યું હતું અને ડાન્સ કર્યો હતો. જો કે મોટાભાગના લોકોએ એમના આ રોલને નોટિસ નહોતો કર્યો.

આ શોથી થઈ હતી કરિયરની શરૂઆત

image source

વાત કરીએ દિવ્યાંકા ત્રિપાઠીને એક્ટિંગ કરિયરની તો એક્ટ્રેસે સીનેસ્ટાર કી ખોજ જમણા શોથી શરૂઆત કરી હતી. આ સ્પર્ધા જીત્યા પછી એમને ઝી ટીવિના અમુક શોમાં રોલ્સ કર્યા હતા. પછી એમને બનું મેં તેરી દુલહનમાં કામ મળ્યું. આ સીરિયલમાં દિવ્યાંકા ત્રિપાઠીએ લીડ રોલ કર્યો હતો અને એમના હીરો હતા શરદ મલ્હોત્રા. છેલ્લીવાર દિવ્યાંકા ત્રિપાઠી ક્રાઈમ પેટ્રોલ હોસ્ટ કરતા દેખાઈ હતી.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં દિવ્યાંકાએ વિવેક દહિયા સાથે લગ્ન કર્યાં હતાં. એમના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. ટીવી જગતમાં આ કપલને બહુ જ પસંદ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ પહેલા દિવ્યાંકા ઘણાં સમય સુધી શરદ મહોલ્ત્રા સાથે રિલેશનશિપમાં હતી.

આ ઉપરાંત ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને જાનવરો સાથે બહુ જ લગાવ છે. તે લોકો ઘણીવાર અપીલ પણ કરી ચુકી છે કે, તેઓ પણ જાનવરને પ્રેમ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *