BIG BREAKING: ઉત્તરાયણને લઈને નીતિન પટેલે કરી મોટી જાહેરાત, ધાબા પર આટલા લોકો જ થઈ શકશે ભેગા, જાણો નહિં તો થશે કાર્યવાહી

કોરોનાકાળમા આ વર્ષે મોટાભાગના ઉત્સવો લોકોએ ઘરે બેસીને જ એન્જોય કર્યા છે. પછી તે નવરાત્રી હોય કે નવુ વર્ષ. આ વર્ષ લોકો કોરોના વાયરસના કારણે ઘરમાં પુરાઈ ગયા છે. જો કે આ વચ્ચે એક રાહતના સમાચાર એ આવ્યા છે કે દેશમાં બે વેક્સિનને ઈમગજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. છતા પણ હજુ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. જેને લઈને થોડા દિવસ બાદ આવતા ઉત્તરાયણમા તહેવાર પણ લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે.

image source

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. કોરોનાકાળમાં તહેવારોની મજા મરી ગઈ છે અને સાવધાની રાખવા માટે લોકો જે પહેલા છૂટથી તહેવારો ઉજવતા હતા તેની જગ્યાએ હવે થોડાક અંકુશ સાથે તહેવારો ઉજવે છે.

50થી વધુ લોકો ભેગા થશે તો તેને લઇને કાર્યવાહી કરાશે

image source

તેમણે કહ્યું કે કોરોનાએ ઘણું બધુ બદલી દીધું છે અને તેમાંથી તહેવારો પણ બાકાત રહી શક્યા નથી. ત્યારે હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. કોરોનાને જોતા અને સંક્રમણ વધારે ના ફેલાય તે હેતુસર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરાયણ પર પોતાના ધાબે કેટલા લોકો ભેગા થઇ શકે કઈ રીતે તહેવાર મનાઈ શકે સાથે જ પોતાના મકાન પર જઈ તહેવાર મનાવી શકાય તે અંગે નિર્ણય લેવાશે.

image source

માહિતી પ્રમાણે જો એપાર્ટમેન્ટમાં 50થી વધુ લોકો ભેગા થશે તો તેને લઇને કાર્યવાહી કરાશે. આ ઉપરાંત લોકો પોતાના ઘર પર ધાબા પરથી ઉત્તરાયણ કઈ રીતે મનાવે અને શું સાવધાનીઓ રાખવાની તે અંગે ટૂંક સમયમાં માર્ગદર્શન આપવામા આવશે. વધુ લોકો ભેગા ન થાય અને જે પરિવાર નીચે રહેતો હોય તે જ પરિવાર ધાબા પર ભેગા થાય તેવી વિચારણા કરવામાં આવી રહી છે.

પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ હાલ 10 ટકાનો ઘટાડો

image source

હાલ કોવિડના કારણે ઉતરાયણની ઉજવણીને લઈને પણ લોકોની સાથે વેપારીઓમાં અસમંજસતાના માહોલ વચ્ચે પતંગ બજારમાં મંદી જોવા મળી છે. વેપારીઓનું માનીએ તો આ વખતે માત્ર 25 થી ૩૫ ટકા જ વેપાર જોવા મળી રહ્યો છે. કાચા માલ, જેમકે પતંગ બનાવવા માટેની સળીનો ભાવ વધ્યો, જેની સામે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ હાલ 10 ટકા ઘટ્યો છે. 1 કોડી પતંગની કિંમત હોલસેલમાં રૂપિયા 15 થી લઈ 300 સુધીનો છે. અમદાવાદમાંથી ગુજરાત સિવાય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પતંગોની નિકાસ થતી હોય છે, પરંતુ આ વખતે આ રાજ્યોમાંથી પણ વેપાર નથી. હાલ કોવિડ અને અમદાવાદમાં રાત્રી કરફ્યુના કારણે લોકો આવતા ડરી રહ્યા છે. માત્ર એટલુ જ નહીં આ વખતે પતંગ બનાવનાર અને દોરી બનાવનાર કારીગરો પણ 50 ટકા જ આવ્યા છે.

અમદાવાદની પતંગ બઝારમાં મંદીનો માહોલ

image source

તો બીજી તરફ કોરોનાનું ગ્રહણ પતંગ બઝારમાં પણ જોવા મળ્યું અમદાવાદની પતંગ બઝારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પતંગ બઝારમાં એક રૂપિયાથી લઇ 25 રૂપિયા સુધીની પતંગ જોવા મળી રહી છે. છેલ્લા દિવસોમાં વેચાણ વધશે તેવી વેપારીઓને આશા છે. કોરોનાના કારણે બહારગામના વેપારીઓ આ વર્ષે આવતા ખરીદી કરવા નથી આવ્યા ત્યારે સાંભળો વેપારીનો વેદના. કોરોનાની અનિશ્ચિતતાના સમયમાં અન્ય જિલ્લા કે શહેરોમાંથી પતંગની ખરીદી માટે આવતા લોકો પણ કોરોનાના કારણે દર વર્ષની સરખામણીએ ઓછી માત્રામાં ખરીદી કરી રહ્યા છે.

કોરોનાના નવા સ્ટ્રેને ફરી એકવાર સૌની ચિંતા વધારી

image source

સરકાર દ્વારા હજુ કોઈ સ્પષ્તા કરવામાં ન આવી હોવાથી પણ લોકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. એટલે કે આવનારા દિવસોમાં ઉત્તરાયણના તહેવારને લઇને સરકાર દિશા-નિર્દેશો આપશે અને તે પ્રમાણે જ ઉત્તરાયણનો તહેવાર મનાવવાનો રહેશે, જેથી કરીને કોરોનાના કેસો વધે નહીં અને લોકો ઉત્તરાયણની નિશ્ચિંત રીતે ઉજવણી પણ કરી શકે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાના નવા સ્ટ્રેને ફરી એકવાર સૌની ચિંતા વધારી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત