રેસ્ટોરાંમાં ટિપ ન આપવી અને ઓફિસમાં વાઇફનો કોલ ઉપાડવો નહીં, જાણો 10 દેશના વિચિત્ર કાયદાઓ

હનીમૂન હોય કે ફ્રેન્ડ્સની સાથે ગેટ ટુગેધર પ્લાન કરી રહ્યા હોવ કે પછી ઓફિશ્યિલ મીટિંગ કરી રહ્યા હોવ તો તમારે ભારતની બહાર જતી સમયે તે દેશના નિયમ અને કાનૂન જાણી લેવા જોઇએ. જો તે અહીં કોઇપણ પ્રકારની શરત ચૂક કરો છો તો તમારે દંડ ભરવો પડે છે અથવા તો જેલ જવું પડે છે. આજે અહીં આવા જ કેટલાક દેશોની વાત કરવામાં આવી રહી છે જ્યાંના નિયમો અને કાનૂન ફરવામાં અને મોજ મસ્તી માટે રોકી દેનારા બને છે.

નોર્થ કોરિયા

image source

આ એક કમ્યુનિસ્ટ દેશ છે. અહીં આવનારા ટૂરિસ્ટને પર્સનલ સિક્યુરીટી મળે છે અને સાથે અહીં આવવાથી લઇને પાછા જવા સુધી તેઓ તેમની સાથે રહે છે. તેઓ તમારી સાથે રહીને એ વાતનું ધ્યાન રાખે છે કે ટૂરિસ્ટ કોઇ નિયમોનો ભંગ ન કરે. જેમકે નોર્થ કોરિયાની સરકારની વિરુદ્ધમાં બોલવું, અહીં ટીવી, રેડિયો અને અન્ય મીડિયાને એડમિનિસ્ટ્રેશન કંટ્રોલ કરે છે અને સેંસર્ડ ચીજો જ બતાવવામાં આવે છે. અહીંની ઓનલાઇન એક્ટિવિટી પર પણ નજર રાખવામાં આવે છે. અહીં લગ્ન વિના રિલેશનશીપ વધારવા પર રોકટોક છે. ફેશનને લઇને પણ અહીં અનેક કાયદા છે. અહીં મહિલાઓ પેન્ટ્સ પહેરતી નથી અને સાથે પુરુષોએ દર પંદર દિવસે વાળ કપાવવાના રહે છે.

જાણો વિવિધ દેશોના આવા જ કડક નિયમો અને કાયદાઓને વિશે…

જાપાન

જાપાનને આખી દુનિયામાં હાર્ડવર્કિંગ કલ્ચરને માટે ઓળખવામાં આવે છે. અહીં ફેમિલિ, ફ્રેન્ડ્સ, સ્કૂલ અને ઓફિસ દરેક જગ્યાના અલગ નિયમો અને કાયદા છે. ઓફિસમાં ફોન કોલ્સ આવવા અને ખાસ કરીને વાઇફનો ફોન આવવો ખરાબ ગણાય છે. પહેલાં અહીં ફરવા અને ભણવા આવતા લોકો જ ફરી શકતા અને હવે તેમાં થોડો બદલાવ કરાયો છે. અહીં રેસ્ટોરાંમાં ટિપ આપવી અને 4 નંબર વાપરવા પર પ્રતિબંધ છે. અહીં 40 અને 49 ફ્લોર પણ જોવા મળશે નહીં. સડક પર ચાલતા કે બસ કે ટ્રેનમાં ખાવાનું ખાવું એ અહીં બેન છે.

સાઉદી અરબ

સાઉદી અરબ હવે તો અનેક વાતોમાં મોર્ડન થઇ ગયું છે. પણ જો ટ્રેડિશનની વાત કરીએ તો હાલ પણ અહીં અનેક કડક નિયમો છે, ખાસ કરીને મહિલાઓ પર લાગૂ પડતા નિયમોમાં મહિલાઓને ગાડી ચલાવવાની છૂટ નથી, પબ્લિક પ્લેસ પર પુરુષોની સાથે ફરી ન શકે અને પૂરી રીતે ઢંકાયેલા કપડાં પહેરવાના રહે છે. પુરુષોને માટે કપડાંને લઇને અલગ નિયમો છે. ડ્રિંક કરવાની અહીં મનાઇ છે. સરકારની વિરુદ્ધ બોલો તો તરત જ તમને ગિરફ્તાર કરી લેવામાં આવે છે.

ચીન

image source

ડેવલપિંગ દેશોમાં ચીનને એક સારું ઉદાહરણ ગણી શકાય છે. અહીંની ગર્વમેન્ટ કમ્યુનિસ્ટ છે અને સાથે અહીં અનેક ચીજો પર પાબંદી છે. ગર્વમેન્ટની વિરુદ્ધમાં કોઇપણ કમેન્ટ ખતરનાક હોઇ શકે છે. યૂથ માટે નૂકશાનકરનારી દરેક ચીજને બેન કરાઇ છે. ટૂરિસ્ટે અહીંના પોલિસ સ્ટેશનમાં પોતાની તમામ વિગતો આપવાની રહે છે. સાથે અહીં અનેક દેશોમાં ફરવા માટે ગર્વમેન્ટનું અપ્રૂવ ટ્રાવેલ એજન્સીની પરમિશન લેવાની રહે છે.

ક્યૂબા

ક્યૂબામાં ફરવા માટે અહીં અનેક ઓપ્શન્સ મળી રહે છે.પણ કમ્યુનિસ્ટ પાર્ટી કંટ્રોલ કરવા અનેક જગ્યા પર કડક નિયમ અને કાયદા બનાવાયા છે. અહીં ઇન્ટરનેટ સર્ફિંગ માટે વધારે રૂપિયા ચૂકવવાના રહે છે. અહીં સૌથી અલગ વાત તો એ છે કે અનેક સાઇટ્સ પણ બેન કરી રાખવામાં આવે છએ. એ કંટેન્ટ જોવા, લખવા કે બોલવા પર જેલ જવું પડે છે. સાથે જ તમારે દંડ ભરવો પડે છે. તેમાં અહીં પાર્ટી કરી શકો છો પણ સાથે તેમાં વાગતા ગીતો સેંસિબલ હોય તે શરત છે. મહિલાઓને ખોટી રીતે બતાવાતા વીડિયો, ગીતો પ્લે કરવા પર દંડ અને જેલ બંને થઇ શકે છે.

ઇરાન

ઇરાનમાં શરિયા કાયદાને ફોલો કરવામાં આવે છે. સરકારની વિરુદ્ધમાં બોલવા અને એક્શન લેનારા માટે કડક કાયદા છે. નેગેટિવ સ્ટેટમેન્ટ આપવું, ફેસબુક, યુટ્યૂબ, ગૂગલ પ્લસ જેવી સાઇટ્સ પર લોગઇન કરવું અનેક મુસીબતોને ઊભી કરે છે. ખાસ કરીને ટૂરિસ્ટ પર ખાસ નજર રખાય છે. અહીં પુરુષો કોઇ હેરસ્ટાઇલ કરી શકતા નથી, મહિલાઓ ખાસ પોષાકમાં જ પબ્લિક પ્લેસ પર જઇ શકે છે. જીન્સ પહેરવાની અહીં મનાઇ છે. સાથે જ વેસ્ટર્ન મ્યુઝિક, જૈજ, રૉક અને રૈપ સાંભળી શકાતા નથી. ડ્રિંક કરવાની પણ મનાઇ ફરમાવાઇ છે.

સીરિયા

image source

સીરિયામાં સરકાર અને વિદ્રોહીની વચ્ચે તણાવને લઇને રોજના લડાઇ ઝઘડાની સ્થિતિ બને છએ. ફરવાની રીતે અહીં અનેક સારી જગ્યાઓ છે પણ ત્યાં પણ ધ્યાનથી ફરવું પડે છે. મોબાઇલ ફોન,ઇન્ટરનેટ માટે પણ અહીં ખાસ નિયમો છે.

ઇરિટ્રિયા

ઇરિટ્રિયામાં પ્રેસીડન્ટ રૂલ છે કે અહીના મીડિયાને પણ કંટ્રોલ કરાયેલું છે. અહીં રહેનારા લોકો સિવાય બહારથી આવનારા લોકો માટે પણ કેટલાક ખાસ રૂલ્સ છે. 25 કિમીથી વધારે ફરવા માટે અહીં 10 દિવસ પહેલાં પરમિશન લેવી પડે છે. જાણીતા ડેસ્ટિનેશન્સ જેમકે, મસાવા, કેરેન, ઇથિયોપિયા અને દજિબોઉતી ફરવા પર મનાઇ છે, અલગ અલગ જગ્યા પર જવા માટે અહીં અપ્રૂવલ લેવાની રહે છે.

ઇક્વેટોરિયલ ગુઆના

અહીં લોકોને વાંચવા અને લખવાની મનાઇ છે. ગુઆના આફ્રિકામાં એકમાત્ર સ્પેનિશ બોલનારો દેશ છે.મીડિયા પ્રેસીડન્ટ પાવરમાં કામ કરે છે. બહારથી આવનારા ટૂરિસ્ટને વિઝાનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે થોડી પણ ભૂલ હોવા પર અહીં વીઝા રિજેક્ટ કરી દેવામાં આવે છે, સાથે જ અહીંની ગરીબી અને ઇકોનોમીના ફોટોગ્રાફ લેવાની પણ મનાઇ છે.

સિંગાપુર

image source

સિંગાપુરમાં ફરવાના અનેક ઓપ્શન્સ છે. પણ તેનો ફાયદો ત્યારે જ મળે જ્યારે તમે ત્યાંના નિયમોને જાણીને ફરો. અહીં પબ્લિક પ્લેસ પર ચ્યૂઇંગમ ખાવા પર રૂ. 66529નો દંડ ભરવાનો રહે છે. સાથે ટોયલેટમાં ફ્લશ ન કરવા પર રૂ. 9979 નો દંડ ભરવાનો રહે છે. સ્મોકિંગ પણ કરી શકાતું નથી. સિંગાપુરમાં ડ્રેસ કોડ ફોલો કરવાનો રહે છે. ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો અહીંની બધી જાણકારી લેવી આવશ્યક છે, નહીં તો તમારે ફાઇન ભરવાનો રહે છે. પબ્લિક પ્લેસ પર ગળે લગાવવું, કિસ કરવી અને હેન્ડશેક કરવાની મનાઇ છે. બિસ્કિટ, ચિપ્સ અને ચોકલેટના રેપર ફેંકવા પર પણ દંડ ભરવાનો રહે છે.