મા પર બનેલી શાનદાર ફિલ્મો, જો તમે હજી સુધી આ ફિલ્મો ના જોઇ હોય તો એક વાર ચોક્કસ જોજો

માતા પર બનેલી આ શનદાર ફિલ્મો, જો તમે હજી સુધી ન જોઈ હોય તો હવે ચોકકસ જોઈ લેજો.

સિનેમાની દુનિયામાં જેવી રીતે મધર ઇન્ડિયાથી લઈને મોમ સુધીની ફિલ્મો આપણે જોઈ, એવી જ રીતે અસલ જિંદગીમાં પણ માતાના વ્યક્તિત્વમાં ઘણો ફેરફાર થયો છે.આજકાલની માતાઓ ભલે સુપરકુલ અને આધુનિક થઈ ગઈ છે પણ પોતાના બાળક પર એ જરાય આંચ નથી આવવા દેતી. આજે અમે બોલીવુડમાં માતા પર બનેલી એવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવીશું જેને જો તમે હજી સુધી ન જોઈ હોય તો હવે ચોક્કસ જોઈ લેજો.

મધર ઇન્ડિયા (1957)

image source

કદાચ જ કોઈ આ ફિલ્મને ભૂલી શકે. મહેબૂબ ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ મધર ઇન્ડિયામાં નરગિસે એક લાચાર માતાની ભૂમિકા ભજવી હતી. જે પોતાના બાળકો માટે દુનિયા સામે લડે છે. આ ફિલ્મમાં માતાનું પાત્ર ખૂબ જ દુઃખ ભર્યું હતું. જેને જોઈને ડ્રેકનજ આંખમાં આંસુ આવી ગયા હતા. આ ફિલ્મમાં એક માતાનો પોતાના દીકરા માટે સમર્પણ દર્શકોને ખૂબ જ ગમ્યું હતું. એ સમયના દર્શકોએ એવી દુખિયારી માતાનો સ્વીકાર કર્યો હતો અને ફિલ્મ સુપરહિટ થઈ ગઈ હતી.

માઁ (1976)

image source

મધર ઇન્ડિયા પછી આવી ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ માઁ’ 19 વર્ષ પછી આ ફિલ્મમાં નિરૂપા રોયે માતાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં સર્કસનો એક હાથી આ માઁને કચડી નાખે છે. ત્યારે ધર્મેન્દ્ર પોતાની માઁની મોતનો બદલો લેવા માટે એક એક કરીને સકર્સના બધા જાનવરોને મારી નાખે છે.આ ફિલ્મમાં એક દીકરો પોતાની માઁની મોતનો બદલો લેતો દેખાયો હતો.

માઁ( 1992)

image source

16 વર્ષ પછી અન્ય એક ફિલ્મ આવી માઁ. જેનો અંદાજ થોડો અગ્રેસીવ દેખાયો. એમાં જ્યાં પ્રદા માઁના રોલમાં દેખાઈ હતી. જો કે આ એક હોરર ફિલ્મ હતી. જયા પ્રદા એમ બાળકને જન્મ આપતા જ મરી જાય છે. પછી અમુક વિલન એમના દીકરાને મારવાની કોશિશ કરે છે. ત્યારે જયા આત્મા બનીને પોતાના બાળકની રક્ષા કરતા દેખાય છે.ફિલ્મનો હીરો જીતેન્દ્ર છે. માઁ પોતાના બાળક માટે બદલો લે છે અને એમને મારી નાખે છે.

લીસન અમાયા (2013)

image source

ફિલ્મ લીસન અમાયા ખૂબ જ આધુનિક વાર્તા છે, એ સ્ત્રી વિશે જે જવાન દીકરીની માતા હોવાની સાથે એક જીવંત અને ભાવુક સ્ત્રી પણ છે. જેની પોતાની એક અલગ જિંદગી છે,જે એની 22 વર્ષની લેખક દીકરી અમાયાના ઉછેર અને જવાબદારીથી અલગ છે. પારિવારિક જીવનની સાથે પ્રોફેશનલ લાઈફનું બેલેન્સ બેસાડવા માટે સ્ટ્રગલ કરી રહી અમાયાની માતા કોઈને ડેટ પણ કરી રહી છે. ફિલ્મમાં દીપ્તિ નવલ, ફારૂખ શેખ, અમાલા અક્કીનેની અને સ્વરા ભાસ્કર લીડ રોલમાં છે.

જજબા( 2015)

image source

ઐશ્વર્યા રાયની કમ બેક ફિલ્મ જજબમાં માતાની મમતા સિવાય એમનો ગુસ્સો, બદલો અને શક્તિ બતાવવામાં આવી છે. જ્યારે એના બાળક પર આંચ આવે છે તો એ કઈ રીતે બધી શક્તિ ભેગી કરીને બસ એને બચાવવામાં લાગી જાય છે. અહીંયા માતાના દુઃખ કરતા એના જજબા અને પાવર બતાવવામાં આવ્યો છે. આ માઁ ઓફીસ પણ જાય છે અને ઘર પણ સંભાળે છે. સાથે જ પોતાની દીકરીની રક્ષા માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે.

માતૃ (2017)

image source

ફિલ્મ માતૃ એક એવી માતાની વાર્તા છે જેની દીકરીનો રેપ થઈ જાય છે. ને પછી એનું મોત પણ થઈ જાય છે. પણ આ માઁ ન તૂટે છે ન હારે છે. બસ દરેક કદમ પર સિસ્ટમ સામે લડે છે અને પોતાની દીકરીને ગુનેગારોને સજા અપાવે છે. આ એક સશક્ત માઁ છે. ફિલ્મમાં રવીના ટંડન લીડ રોલમાં દેખાઈ હતી. રવીનાએ ફિલ્મમાં એક શક્તિશાળી માતાનું પાત્ર ભજવ્યું છે.

મોમ (2017)

image source

વર્ષ 2017માં જ માતા પર આધારિત અન્ય એક ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્રીદેવી અને નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં આર્ય નામની છોકરીની જિંદગી ત્યારે બદલાઈ જાય છે જ્યારે એની સ્કૂલના જ કેટલાક છોકરા એની સાથે ગેંગરેપ કરે છે. પછી એની સાવકી માતા એને સબક શીખવાડવા માટે એક જાસૂસની મદદ લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!