કંગના પહેલા આ કલાકારોનું સોશિયલ મીડિયા એકાઉન્ટ થઇ ચૂક્યું છે સસ્પેન્ડ, એકે તો આપી હતી સુસાઈડની ધમકી

બોલીવુડની પંગા ગર્લ કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ હાલમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અભિનેત્રીએ મંગળવારે પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્તિ કરી હતી. સાથે જ કેન્દ્ર સરકાર પાસે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી એ પછી એમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

इन सितारों का भी ट्विटर अकाउंट हुआ सस्पेंड
image source

તમને જણાવી દઈએ કે ફક્ત કંગના જ નહીં એ પહેલાં અન્ય ઘણા કલાકારોના પણ ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા છે. તો ચાલો જાણી લઈએ એ કલાકારો વિશે.

અભિજીત ભટ્ટાચાર્ય.

image source

જાણીતા ગાયક અભિજીત ભટ્ટાચાર્ય સોશિયલ મીડિયા પર પોતાનો મત ખુલીને સામે મૂકે છે અને ઘણી વર ચર્ચામાં રહે છે.
અભિજીતે વર્ષ 2017માં જેએનયુ છાત્રસંઘના નેતા શહેલાં રાશીદ પર વિવાદીત ટિપ્પણી કરી હતી એ પછી એમનું ટ્વીટર એકાઉન્ટ
સસ્પેનડ થઈ ગયું હતું. પછી એમને એક નવું એકાઉન્ટ બનાવ્યું હતું પણ એને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

રંગોલી ચંદેલ.

image source

કંગના રનૌત પહેલા એમની બહેન રંગોલી ચંદેલનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યું ચર. રંગોલીએ પોતાના એક ટ્વીટમાં
લખ્યું હતું કે મુસ્લિમ અને સેક્યુલર મીડિયાને ગોળી મારી દેવી જોઈએ. એ પછી એ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું. આ હિંસક ટ્વીટના કારણે ટ્વીટરે રંગોલીના એકાઉન્ટને તરત સસ્પેન્ડ કરી દીધું હતું.

વિકાસ ફાટક.

image source

બિગ બોસ સિઝન 13માં દેખાઈ ચૂકેલા વિકાસ ફાટક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ ઘણીવાર ચર્ચામાં જળવાઈ રહે છે પણ સિસ્ટમ વિરુદ્ધ
બોલવું એમને પણ ભારે પડી ગયું હતું. વિકાસે એકતા કપૂરની એક સિરીઝમાં બતાવવામાં આવેલ આપત્તિજનક કન્ટેન્ટ પર વીડિયો
શેર કર્યો હતો. વિડીયો દરમિયાન એમને કહ્યું હતું કે સિસ્ટમ જાય સાઈડમાં.બસ પછી શું હતું એ પછી ઘણા કલાકારોએ આપત્તિ
દર્શાવીને એમના એકાઉન્ટને રિપોર્ટ કર્યું હતું અને પછી એમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.

પાયલ રોહતગી.

image source

અભિનેત્રી પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ એક બે નહિ પણ ઘણીવાર સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યું છે. એમને જવાહરલાલ નહેરુ
અને એમના પરિવાર વિશે ઘણા જ આપત્તીજનક કમેન્ટ કર્યા હતા એ પછી એમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં એમને જેલમાં પણ જવું પડ્યું હતું.

કમાલ ખાન

image source

રિયાલિટી શો બિગ બોસમાં દેખાઈ ચૂકેલા કમાલ રશીદ ખાન ઉર્ફે કેઆરકે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ટ્વીટર પર કેઆરકે ઘણીવાર અપમાનજનક વાતો લખે છે. એકવાર એમને આમિર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર વિશે કંઈક એવું લખી દીધું હતું કે એ પછી તરત એમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. તો એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી કેઆરકેએ સુસાઇડ કરવાની ધમકી પણ આપી દીધી હતી. એમને કહ્યું જતું કે હું પહેલા જ કરોડોનો દંડ આપી ચુક્યો છું અને હજી પણ મારું એકાઉન્ટ રિસ્ટોર નથી થયું તો હું આત્મહત્યા કરી લઈશ અને મારી મોતનું જવાબદાર ટ્વીટર હશે.