મ્યૂકરમાઇકોસિસના લક્ષણો શું છે, બચવા માટે શું કરશો, જાણો આ વિશેની તમામ માહિતી એક ક્લિકે

કોરોનાની બીજી લહેરમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે હવે કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસના કેસો પણ નોંધાતાં લોકોની તકલીફો વધી છે. ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં મોટા પ્રમાણમાં મ્યુકોરમાઇકોસિસના કેસો મળી આવતાં ડોક્ટરો ચોંકી ઉઠ્યા છે. કોરોનાના દર્દીઓને આ રોગ થતાં તેમના માટે જે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસના આ જીવલેણ રોગમાં આંખો, ગાલ નીચેના
ભાગમાં સોજા આવવા, તાવ આવવો અને શરીરમાં દુ:ખાવા જેવાં લક્ષણો હોય છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ પૈકીના તમામ અગાઉ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે અને કોરોના મટવાના આરે હતો ત્યારે જ આ રોગનો ભોગ બનતાં તેમના માટે જીવલેણ સાબિત થયો છે.આખા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં તો કોરોના બાદ મ્યૂકરમાઇકોસિસના કેસ પણ વધ્યા છે.આ મહાભયંકર બિમારીના કારણે લોકો એટલા બધા ચિંતામાં આવી ગયા છે કે નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવા લાગ્યા છે. ઘણા પ્રશ્નો લોકોના મગજમાં હોય છે અને તે નાના પ્રશ્નોના જવાબ આજે તમને અહીં મળશે.

શું છે બ્લેક ફંગસ કે મ્યૂકરમાઇકોસિસ

image source

સ્વાસ્થ્ય મંત્રી તરફથી જણાવવામાં આવ્યું છે કે આ એક ફંગલ ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ગ્રસિત લોકોની પર્યાવરણીય રોગાણુઓથી લડવાની ક્ષમતાને ઓછી કરી દે છે.

ક્યા લોકોને આ રોગ થવાની સંભાવના છે

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન તરફથી કહેવામાં આવ્યું છે કે  એવા લોકો કે જે બીજી ગંભીર બિમારીઓથી ગ્રસ્ત છે અથવા તો વોરિકોનાઝોલ થેરાપી લઇ રહ્યાં છે કે વધારે સ્ટેરોઇડનો ઉપયોગ કરી રહ્યાં છે તેમને આ પ્રકારની બિમારી થવાની સંભાવનાઓ છે.

લક્ષણ

image source

આ બિમારીના કેટલાક લક્ષણ છે. જેમ કે માથામાં દુઃખાવો, દાંતનુ દર્દ વગેરે સામેલ છે. લક્ષણોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યુ છે જેના દ્વારા તમે જાણી શકશો.

આંખો કે નાકની આસપાસ દુઃખાવો

તાવ

ખાંસી

શ્વાસ લેવામાં તકલીફ

લોહીની ઉલ્ટી

પોસ્ટ ટ્રાંસપ્લાન્ટ

અનિયંત્રિત ડાયબિટીઝ

સ્ટેરોઇડ દ્વારા ઇમ્યુનોસુપ્રેશન

માનસિક સ્થિતિમાં બદલાવ

લાંબા સમય સુધી આઇસીયુમાં રહેવુ

વોરિકોનાઝોલ થેરાપી

રોગના લક્ષણ

image source

સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ રોગથી ગ્રસ્ત લોકોના આંખ કે નાક પાસે લાલ નિશાન દેખાવા લાગે છે અને દુઃખાવો પણ થાય છે. તે સિવાય તાવ, માથાનો દુખાવો. શ્વાસ લેવામાં તકલીફ અને લોહીની ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.

શું કરશો અને શું નહી

સ્વાસ્થ્ય મંત્રી તરફથી કહેવામાં આવેલી એક સ્લાઇડમાં કહેવામાં આવ્યું છે કે હાઇપરગ્લાઇકેમિયાને નિયંત્રણમાં રાખવામાં આવે. ડાયબિટીઝના દર્દીઓ કે જે કોવિડના સંક્રમણમાં આવ્યા છે તો ડિસ્ચાર્જ થયા બાદ ગ્લુકોઝ લેવલ પર ધ્યાન રાખે. એન્ટીબાયોટીક કે એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ ધ્યાનથી કરવો જોઇએ.

શું કરવુ

બ્લેક ફંગઝથી નીઝાત મેળવવા માટે હાઇપરગ્લાઇસીમીયાને નિયંત્રિત કરો .

કોવિડ બાદ જ્યારે તમે ઘરે આવો ત્યારે બ્લડ શુગર ચેક કરો .

સ્ટેરોઇડ લીધા બાદ પોતાના ખોરાક પર ધ્યાન આપો.

ઓક્સિજન થેરાપીથી ગુજર્યા બાદ પોતાના પાણીના હ્યુમિડિફાયરને સાફ રાખો.

એન્ટીબાયોટ્કિસ કે એન્ટીફંગલનો ઉપયોગ કરો.

શું ન કરવુ

image source

કઇ વસ્તુથી બચવુ છે તે વાતનું ધ્યાન રાખો જેથી ગંભીર સ્થિતિ ન આવે.

ચેતવણી અને સંકેતોના લક્ષણથી બચો .

નાકની તકલીફોને સામાન્ય ન લો.

જ્યારે પણ ફંગલ એટિયલજીની ખબર પડે તો તરત ડૉક્ટરનો સંપર્ક સાધવો.

નિવારણ

બ્લેક ફંગસના સંક્રમણને રોકવા માટે ધૂળ હોય ત્યાં ન જવુ.

માટી કે કોઇ ખાતર ઉપાડતી વખતે પોતાને વ્યવસ્થિત ઢાંકીને રાખો.

બ્લેક ફંગસ ઓછી ઇમ્યૂનિટીવાળા લોકોને પ્રભાવિત કરી શકે છે.

રોગીને અપાનાર સ્ટેરોઇડ અને દવા ઇમ્યૂનિટીને પ્રભાવિત કરે છે.

કોરોનાથી ઉભા થયા બાદ 2 અઠવાડીયા સંપૂર્ણ ધ્યાન રાખો.