આ દિવસે માર્ગીથી વક્રી થશે શનિ ગ્રહ, જાણો 12 રાશિ પર કરશે કેવી શુભાશુભ અસર
ભારતીય જ્યોતિષ વિજ્ઞાનમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ કારણ છે કે શનિ ગ્રહના ખરાબ પ્રભાવથી દરેક વ્યક્તિ ડરે છે. જો કોઈ જાતક પર શનિ ગ્રહનો ખરાબ પ્રભાવ છે તો તેના જીવનમાં મુશ્કેલીઓ તેનો પીછો છોડતી નથી.

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર 23મેના રોજ શનિ વક્રી થવા જઈ રહ્યો છે. આ દિવસે શનિની ઉલ્ટી અસર શરૂ થનારી છે. એવામાં તમે જાણો કે દરેક રાશિ પર શનિ કઈ રીતે અલગ અલગ અસર કરશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. કાર્યમાં સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડે તે શક્ય છે. તમારે ચિંતાનો પણ સામનો કરવો પડી શકે છે. ખોટી રીતે ધનનો ખર્ચ કરવામાં સાવધાની રાખવી.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. જે કાર્ય કરાય તેમાં સફળતા મળવાની શક્યતા ઓછી છે. વિપરિત સ્થિતિમાં ધૈર્યથી કામ લેવું જરૂરી છે.
મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. લેન દેન સંબંધિત કામ કરવા નહીં. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું જરૂરી છે. મિથુન રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. જેના કારણે મિથુન રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.
કર્ક રાશિ
આ રાશિના લોકોએ સાવધાન રહેવાનું રહેશે. પાર્ટનરની સાથેના સંબંધો મજબૂત થશે. ખોટા ખર્ચથી બચવું. પરિવારના સભ્યોની સાથે વિવાદ થવાની પણ શક્યતા છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવાની જરૂર છે. શનિના વક્રી હોવાની સાથે તેમના સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીઓ આવી શકે છે. ધન ખર્ચ વધવાની આશંકા છે. પરિવારમાં તણાવની સ્થિતિ બની શકે છે.
કન્યા રાશિ

વાદ વિવાદથી બચવાના પ્રયાસ કરો. શિક્ષા સાથે જોડાયેલા લોકોને માટે સમય શુભ રહેશે નહીં. પરિવારની સાથે વધારે સમય વીતાવો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
તુલા રાશિ
પરિવાર સાથે વિવાદ થાય તેવી પરિસ્તિતી બની શકે થે. ધૈર્ય રાખીને કામ કરો. ધનની હાની થાય તેવી આશંકા છે. પરિવારના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્વિક રાશિના જાતકો રાખે ધ્યાન. આર્થિક પક્ષ નબળો હોવાની સાથે નુકસાન થાય તેવી આશંકા પણ રાખવામાં આવી રહી છે. પરિવારના સદસ્યોથી પણ કોઇ નુકસાન થઈ શકે છે.
ધન રાશિ

આ રાશિના લોકોએ વિચારીને વાણીનો ઉપયોગ કરવો. વ્યર્થ વિવાદથી બચવું. આર્થિક નુકસાન થવાની શક્યતા રખાઈ રહી છે. સ્વાસ્થ્યને માટે એલર્ટ રહે તો જરૂરી છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ તણાવ એટલે કે ચિંતાનો સામનો કરવો પડી શકે છે. પરિવાર સાથે સમય વ્યતીત કરો તે જરૂરી છે.
કુંભ રાશિ
ધનની ખામી હોવાના કારણે કામ પ્રભાવિત થઈ શકે છે. કાર્યોમાં સફળતા માટે ભાગદોડ વધારે રહી શકે છે. મહેનત કરશો તો કાર્યમાં સફળતા મળવાીની આશા રહેલી છે.
મીન રાશિ

મીન રાશિના લોકોએ સમજીને વિચારીને ધન ખર્ચ કરવું, સ્વાસ્થ્યને પ્રતિ એલર્ટ રહેવાની જરૂર છે. પરિવારની સાથે વધારે સમય પસાર કરો તે જરૂરી છે. યાત્રાના યોગ પણ બની રહ્યા છે.