હાઈ બ્લડ પ્રેશરને દવાઓ વિના જ કરી શકાશે કંટ્રોલ, જાતે ઘરે જ કરી લો આ કસરત

જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો અને ડોક્ટર અને દવાઓ વિના તમને ચાલે તેમ નથી તો આ ન્યુઝ તમારા માટે છે. તમે દવા વિના તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો. આ માટે તમારે તમારી લાઈફ સ્ટાઈલમાં થોડા ફેરફાર લાવવાની જરૂર છે. તમે ફિઝિકલ એક્ટિવિટીની મદદથી હાઈપર ટેન્શન અને હાઈ બીપીને કંટ્રોલમાં રાખી શકો છો અને સાથે જ તમારા વજનને પણ ઘટાડી શકો છો. એટલું નહીં તમારી માનસિક હેલ્થ પણ કસરત કરવાથી સારી રહે છે. આ દરેક સારી ચીજની અસર તમારા બ્લડ પ્રેશરને સારી રાખવામાં મદદ કરે છે. તો જાણો તમે લાઈફ સ્ટાઈલમાં કઈ રીતે કસરતને સામેલ કરીને હાઈ બ્લડ પ્રેશરને દવા વિના પણ ક્યોર કરી શકો છો.

બેસ્ટ છે કાર્ડિયો એક્સરસાઈઝ

ब्‍लड प्रेशर ठीक रखने के लिए सप्‍ताह में ढाई घंटा फिजिकल एक्टिविटी जरूरी है.Image Credit : shutterstock.com
image source

કાર્ડિયો એક્સરસાઈઝ હાર્ટને માટે સારી માનવામાં આવે છે. આ આપણા શરીરમાં બ્લડ ફ્લોને વધારવામાં મદદ કરે છે. કાર્ડિયો કસરત કરવાથી વધારે પ્રમાણમાં કેલેરી બર્ન થાય છે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે કાર્ડિયો એક્સરસાઈઝ રોજ કરો તે જરૂરી છે. તમે તેની શરૂઆત ઘરમાં જંપિંગ એક્સરસાઈઝ કે પીટી એ્સરસાઈઝથી કરી શકો છો. આ સિવાય સવાર અને સાંજના સમયે વોકિંગ કરવું, દોરડા કૂદવા, સ્વીમીંગ કરવું, સાઈકલ ચલાવવી પણ કાર્ડિયો એક્સરસાઈઝમાં આવે છે. તમે હાર્ટ અને બ્લડ ફ્લોને માટે તેની મદદ લઈ શકો છો.

સ્ટ્રેન્થ ટ્રેનિંગ બનાવે સક્ષમ

image source

સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીને તમે વધારે પ્રમાણમાં કેલેરી બર્ન કરી શકો છો. જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીને માટે જરૂરી છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ માંસપેશીઓ અને હાડકાંને પણ મજબૂત કરે છે. તેનાથી તમે ધીરે ધીરે વધારે કાર્ડિયો એક્સરસાઈઝ કરીને સક્ષમ બનવા લાગો છો. સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા પહેલા તમે ટ્રેનરની મદદ લો તો સારું રહેશે.

સવારની શરૂઆત કરો સ્ટ્રેચિંગની સાથે

image source

હાઈ બ્લડ પ્રેશરના લોકો સ્ટ્રેચિંગની કસરત કરી શકે છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે પણ તેને કરતા પહેલા તેને યોગ્ય રીતે કરવાની રીત જાણી લેવી જરૂરી છે. આ માટે તમે ડોક્ટર કે હેલ્થ પ્રોવાઈડરની મદદ લઈ શકો છો. તમે યોગ અને આસનની મદદથી પણ સ્ટ્રેચિંગ કરી શકો છો. આ સાથે હાર્ટને ફિટ રાખવામાં પણ મદદ લઈ શકો છો.

લિફ્ટને બદલે સીડીઓનો કરો પ્રયોગ

image source

બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે અને હાર્ટને હેલ્ધી રાખવા માટે સૌથી સારી રીત છે સીડીનો પ્રયોગ. જો તમે રોજ તમારા એપાર્ટમેન્ટ કે ઓફિસમાં ચઢ ઉતર કરવા માટે સીડીનો પ્રયોગ કરો છો તો તેનાથી વધારે પ્રમાણમાં કેલેરી બર્ન થાય છે અને તેની સીધી અસર હાર્ટ પર થાય છે. જેટલી સીડી વધારે ચઢ ઉતર કરશો તેટલો વધારે લાભ થશે.

જાણો કેટલું એક્ટિવ હોવું જરૂરી છે

હાર્ટ ડોટ આર્ગના આધારે હાર્ટ, લંગ્સ અને બ્લડ સર્ક્યુલેશનને સારું રાખવા માટે કેટલીક એક્ટિવિટી જરૂરી છે.

અઠવાડિયામાં અઢી કલાક સુધી ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે.

image source

જો દિવસના આધારે ગણો તો તમે અઠવાડિયામાં 5 દિવસ રોજ અડધા કલાક સુધી કસરત કરી શકો છો. તમે નાના નાના ટુકડામાં તેને વહેંચી શકો છો.

ફ્લેક્સિબલ અને સ્ટ્રેન્થ એક્સરસાઈઝ જરૂર છે.

અઠવાડિયામાં 2 દિવસ મસલ્સ સ્ટ્રેન્થ એક્સરસાઈઝ જરૂરી છે.