જ્યારે એક વિદ્યાર્થીએ નીતા અંબાણીને આપી હતી વર્લ્ડ કપની ટિકિટ, હકિકત જાણીને ઉડ્યા હોંશ

દેશના ટોચના 10 ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવારનવાર સમાચારોમાં રહે છે. જો કે, નીતા અંબાણી તેના સરળ સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ખૂબ ચર્ચામાં રહે છે. જોકે તેમનું જીવન કોઈ ફિલ્મની કહાનીથી ઓછું નથી. નીતા અંબાણી, જે મધ્યમવર્ગીય કુટુંબ સાથે સંકળાયેલી છે તે લગ્ન પહેલા સ્કૂલ ટીચર હતા જો કે લગ્ન પછી તેમણે ભણાવવાનું ચાલુ રાખ્યું.

Nita Ambani, Mukesh Ambani
image source

લગ્ન પછી પણ ઘણા વર્ષો સુધી નીતા અંબાણી 800 રૂપિયાના પગારમાં શિક્ષક તરીકે ભણાવતા રહ્યા. જો કે આ દરમિયાન તેની સાથે એક ખૂબ જ રમુજી ઘટના બની હતી. ખરેખર, આ વાત 1987ની છે.

નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે એક વિદ્યાર્થીના પિતાએ નીતા અંબાણીને રિલાયન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે બે ટિકિટ આપી હતી. તો નીતાએ આ ઓફર ફગાવી દીધી હતી. કારણ કે, વિદ્યાર્થીના પિતાને ખબર નહોતી કે નીતા અંબાણી રિલાયન્સ પરિવારની પુત્રવધૂ છે.

image source

નીતા અંબાણીએ કહાનીને સંભળાવતા કહ્યું કે જ્યારે મેચ દરમિયાન તે વ્યક્તિ મેચ જોવા આવ્યો ત્યારે તેણે મને પ્રેસિડેંશિયલ બોક્સમાં જોઈ, જેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. આ સમય દરમિયાન, જ્યારે કોઈ વ્યક્તિ તેને નીતા અંબાણીનો પરિચય આપ્યો ત્યારે તે ચોંકી ગયો હતો.

નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લગ્ન પછી તે જે શાળામાં ભણાવતી હતી તે શાળાના આચાર્યને પણ ખબર નહોતી કે તે અંબાણી પરિવારની પુત્રવધૂ છે. જોકે, આ ઘટના બાદ સ્કૂલના બધાને ખબર પડી કે નીતા અંબાણી મુકેશ અંબાણીની પત્ની છે.

image source

તમને જણાવી દઈએ કે, નીતા અંબાણી તેની લક્ઝરી લાઈફ સ્ટાઈલ અંગે ખુબ ચર્ચામાં રહે છે. તેને હેન્ડબેગ અને મોંઘા બ્રાન્ડની ઘડિયાળોનો શોખ છે. આ ઉપરાંત નીતા અંબાણી એક સામાજિક કાર્યકર પણ છે. તે હંમેશાં બાળકોના શિક્ષણ માટે સામાજિક અભિયાન ચલાવતી જોવા મળે છે. ત્રણેય બાળકો પણ તેમના અભિયાનમાં માતાનો હાથ વહેંચે છે. નીતા અંબાણીની ફેશન અને સ્ટાઈલ કોઈ ફિલ્મ અભિનેત્રીથી ઓછી નથી.

આ રીતે શરૂ થઈ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી

નોંધનિય છે કે, નીતા અંબાણીને મ્યુઝિક અને ડાન્સ માટે પહેલેથી જ ખુબ પ્રેમ હતો. 20 વર્ષની ઉંમરે તેઓ નવરાત્રી નિમિત્તે મુંબઇના બિરલા માતોશ્રીમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરવાના હતા. આ પ્રસંગે ધીરુભાઇ અંબાણી અને તેમના પત્ની કોકિલાબેન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને નીતા અને તેનું નૃત્ય ખૂબ ગમ્યું અને મનમાં જ તેમણે નીતાને પુત્ર મુકેશ માટે પસંદ કરી લીધી.

image source

આ ઘટના બાદ બીજા જ દિવસે ધીરુભાઈ અંબાણીએ નીતાના ઘરે ફોન કર્યો અને નીતાએ ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો- હું ધીરુભાઈ અંબાણી બોલું છું. આ સાંભળી નીતાને વિશ્વાસ ન આવ્યો અને રોંગ નંબર કહીને ફોનને કાપી નાખ્યો, ત્યાર બાદ થોડીવાર પછી ફરી ફોનની રીંગ વાગ, ફરીવાર નીતાએ ફોન ઉપાડ્યો. સામેથી એવો જ અવાજ આવ્યો- હું ધીરુભાઈ અંબાણી બોલું છું, શું હું નીતા સાથે વાત કરી શકું? આ તરફ નીતાએ કહ્યું- તમે ધીરૂભાઇ અંબાણી બોલો છો તો હું એલિઝાબેથ ટેલર બોલુ છું. આટલું કહીને નીતાએ ફોન કાપી નાખ્યો.

ત્યાર બાદ ધીરુભાઈ અંબાણીએ ફરી ત્રીજીવાર ફોન કર્યો, પરંતુ આ સમયે ફોન નીતાના ફાધરે ઉપાડ્યો અને વાત કર્યા પછી નીતાને કહ્યું- નમ્રતાથી વાત કરો, કારણ કે સામેથી ધીરુભાઈ અંબાણી પોતે વાત કરી રહ્યા છે. ત્યાર બાદ નીતાએ ફોનમાં વાત કરતા કહ્યું, જય શ્રી કૃષ્ણ. સામેથી ધીરુભાઇએ કહ્યું – હું તમને મારી ઓફિસમાં મળવા આવવાનું આમંત્રણ આપું છું અને નીતાએ સારૂ કહીને ફોન રાખી દીધો.

image source

જ્યારે નીતા તેમની ઓફીસે ગયા ત્યારે ધીરૂભાઈએ કહ્યું- શું તમે મારા પુત્ર મુકેશને મળવાનું પસંદ કરોશો? ત્યાર બાદ ધીરુભાઈએ નીતાને પણ પૂછ્યું, તમે શું કરો છો? તો નીતાએ કહ્યું, હું અભ્યાસ કરું છું. ત્યારે ફરી ધીરુભાઈએ બીજો સવાલ કરતા કહ્યું- તમારો શોખ શું છે? આના જવાબમાં નીતાએ ક્હયું- નૃત્ય અને સ્વીંમીંગ. ત્યાર બાદ મુકેશ અંબાણી સાથે નીતાની મુલાકાત થઈ. આમ થોડી મુલાકાત બાદ એક હાઈ વે ક્રોસિંગ પર જ્યારે કાર ઉભી રહી ત્યારે મુકેશ અંબાણીએ નીતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને નીતાએ લગ્ન માટે હા પાડી.