કોરોનાને લઇને ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, આ લેટેસ્ટ અપડેટ જાણીને તમે પણ હરખાઇ જશો

દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસો હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલટીનમાં જણાવવામાં આવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 405 નવા કોરોના કેસો સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસની ઝપટમાં આવેલા લોકોની સંખ્યા 8,20,726 થઈ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિની સંખ્યા 6 રહી જવા પામી છે. અને આ 6 વ્યક્તિના મૃત્યુની સાથે ગુજરાત રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર કુલ મૃત્યુ આંક 10,000 સુધી પહોંચી ગયો હતો.

image source

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનની વિગત મુજબ અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના 191 કેસો સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કુલ 1106 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને સાથે જ કોરોનાને હરાવી સ્વસ્થ ઘરે પહોંચનાર દર્દીઓની સંખ્યા પણ 8,01,181 થઈ જવા પામી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોનાના 223 ગંભીર કેસો સહિત 9542 એક્ટિવ કેસો ચાલુ છે. ગુજરાતમાં દર્દીઓના સ્વસ્થ થવાની ટકાવારી અંગે વાત કરીએ તો તે હવે 95.78 ટકા થઈ જવા પામી હતી.

સુરતમાં નોંધાયા 78 નવા કેસો

image source

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યના સુરતમાં 78 નવા કેસો સામે આવ્યા હતા. ત્યારબાદ અનુક્રમે વડોદરામાં 61, અમદાવાદમાં 47, રાજકોટમાં 32, જૂનાગઢમાં 30, ગીર સોમનાથમાં 20 તેમજ પોરબંદરમાં 20 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે કોરોનાને કારણે થયેલા મૃત્યુ અંગે વાત કરીએ તો સુરત અને અમદાવાદમાં બે – બે, તથા રાજકોટ અને ભાવનગરમાં એક – એક દર્દીનું મૃત્યુ થયું હતું.

75,164 લોકોને આપવામાં આવ્યો કોરોના રસીનો બીજો ડોઝ

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સોમવારે (14 તારીખે) 2,93,131 લોકોને કોરોના વેકસીન લગાવવામાં આવી હતી. તેમાં 18 થી 44 વર્ષની વયના 2,05,130 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાત રાજ્યમાં કોરોના વેકસીન ડોઝની કુલ સંખ્યા 2,05,58,024 થઈ જવા પામી છે. તેઓએ જણાવ્યું કે 18 થી 44 વર્ષની વયના 39,75,988 વ્યક્તિઓએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે જ્યારે 75,164 વ્યક્તિઓને કોરોના વેકસીનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.

image source

દાદરા અને નગર હવેલીમાં સામે આવ્યો 1 કેસ

આ.દરમિયાન ગુજરાત રાજ્યના પાડોશી વિસ્તાર દાદરા અને નગર હવેલી, દમણ અને દિવમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો હતો. અને 17 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે ગયા હતા. આ સાથે કોરોના વાયરસ સામે લડી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 10,375 થઈ જવા પામી હતી અને હવે માત્ર 54 એક્ટિવ કેસો જ બચ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!