ચારુ અસોપાનું બેબી શાવર, નણંદ સુસ્મિતા સેને આપ્યા આશીર્વાદ.

ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા માતા બનવાની છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બેબી શાવરના ફોટા શેર કર્યા છે. ચારુની આ ઇવેન્ટ એમના નવા ઘરમાં થઈ. બેબી શાવરમાં સુસ્મિતા સેને ચારુ અને રાજીવને આશીર્વાદ આપ્યા.

image source

બેબી શાવરના નવા ફોટામાં સુસ્મિતા સેન ચારુના બેબી શાવરમાં દેખાઈ રહી છે. બન્નેનું બોન્ડિંગ શાનદાર લાગી રહ્યું છે. ચારુને ગિફ્ટ આપતા સુસ્મિતા સેનનો ફોટો સામે આવ્યો છે.

image source

બેબી શાવરના આ ફોટા શેર કરતા ચારુ અસોપાએ લખ્યું છે કે બેબી શાવરની વિધિ કરતી વખતના ફોટા. બેબી શાવરના આ ફોટા ખૂબ જ સુંદર છે. ચારુએ રેડ એન્ડ ઓરેન્જ કલરનો લ્હેન્ગો પહેર્યો છે.

પોતાના આ ટ્રેડિશનલ લુકને ચારુ અસોપાએ ફ્લાવર જવેલરી સાથે કમ્પ્લીટ કર્યો છે. નેકપીસ, માંગ ટીક્કો, ઈયરરિંગસ ચારુ અસોપાનો લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. ચારુએ મોમ ટુ બીનો સેશ પણ પહેરેલો છે.

image source

ચારુ હમેંશાની જેમ ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી છે. ચારુ અને રાજીવના ઘરે બેબી શાવરની તૈયારીઓ શાનદાર લાગી. ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું છે. ચારુ અને રાજીવના સાથે ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

રાજીવ અને ચારુએ સાથે પણ ફોટા ક્લિક કરાવ્યા છે..એક ફોટામાં રાજીવ ચારુના બેબી બમ્પને કિસ કરતા દેખાય છે. કપલે નવા ઘરની બાલ્કનીનો નઝારો બતાવતા બેબી શાવરનો ફોટો શેર કર્યો છે.

ચારુ અને રાજીવના ફેન્સ એમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બેઇઝ કલરના કુર્તા અને સફેદ પયજામાંમાં રાજીવ સેન હેન્ડસમ લાગ્યા.બેબી શાવરમાં સુસ્મિતા સેનની ફેમીલી પણ દેખાઈ. સુસ્મિતા સેને બેબી શાવરની વિધિ કરી.

image source

ફોઈ બનવાને લઈને સુસ્મિતા સેન ખૂબ જ એક્સાઇટેડ છે. સુસ્મિતા સેન પણ ઇવેન્ટમાં એથનીક લુકમાં દેખાઈ. સુસ્મિતા સેને પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો. ફોટામાં સુસ્મિતા સેન સ્ટનિંગ દેખાઈ રહી છે. ફોઈ બનવાની ખુશી એમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

ચારુ અને રાજીવે વર્ષ 2019માં લગ્ન કર્યા હતા..કપલે ગોવામાં લગ્ન કર્યા હતા. આ વર્ષે મે મહિનામાં ચારુએ પોતાની પ્રેગ્નનસીનો ખુલાસો કર્યો હતો.સુસ્મિતા સેને ફોઈ બનવાની ખુશીમાં એક પોસ્ટ પણ શેર કરી હતી.સુસ્મિતા જ નહીં એમની દીકરીઓ પણ નાનકડા મહેમાનના સ્વાગત માટે આતુર છે.

image source

ચારુ અસોપા બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ચારુની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. જ્યાં એ પ્રેગ્નનસી સાથે જોડાયેલી જાણકારી અને એક્સપિરિએન્ટ્સ શેર કરે છે.