ચાઈ પત્તીની આ ખાસ વિશેષતાના કારણે તેની કિંમત છે કરોડોમાં, દુનિયાની સૌથી મોંઘી ચાઈ પત્તીની વિશેષતા જાણી લો

ભારતનાં લોકોનાં રગેરગમાં ચા વસેલી છે. સામાન્ય માણસથી માંડીને અબજો પતિ પણ બધા આ પીવાના શોખીન જોવા મળે છે. દુનિયાભરમાં ઘણી પ્રકારનાં ફ્લેવર્સ વાળી ચા મળે છે કે જે પીધા પછી અલગ જ ટેસ્ટ આવે છે. પરંતુ અહી ચા સાથે જોડાયેલ એક એવી વાત કહેવામાં આવી છે જે સાંભળીને તમારાં હોશ ઉડી જશે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આ ચાઈ પત્તીની કિંમત કરોડોમાં હોય શકે છે? વિશ્વની સૌથી મોંઘી ચાઈ પત્તી વિશે આજે અહીં વાત કરવામાં આવી રહી છે.

image source

મળતી માહિતી મુજબ ચીનમાં મળી રહેલી દા હોંગ પાઓ ચાઈ પત્તી આખા વિશ્વમાં સૌથી મોંઘી છે. આ ચાઈ પત્તીનું નામ વિશ્વમાં ફેમસ છે અને તેની કિંમત પ્રતિ કિલો રૂ.9 કરોડ છે. ચાઇનાના ફુજિયનના વુઇશાન વિસ્તારમાં દા-હોંગ પાઓનું વાવેતર થાય છે. આ ચાઈ પત્તીના ઘણા ફાયદાકારક ગુણધર્મો છે જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આ ચાના પાંદડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેથી તેને જીવનદાની પણ કહેવામાં આવે છે. આ ચાઈ પત્તી વિશે જાણકારોનું કહેવું છે કે તેના સેવનથી અનેક પ્રકારના ગંભીર રોગો મટે છે.

डा-होंग पाओ चाय की पत्ती
image source

આ સાથે વાત કરવામાં આવે તેનાં વાવેતર વિશે તો તે દરમિયાન દા-હોંગ પાઓના પાંદડા ખૂબ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે અને આ ચાનું વાવેતર પણ વિશ્વમાં ખૂબ ઓછું જોવા મળે છે. આ જ કારણે આ ચાઈ પત્તીની કિંમત પ્રતિ કિલોગ્રામ 9 કરોડ છે. આ ચાઈ પત્તીની ખેતી વિશેષ રીતે કરવામાં આવે છે જે સખત મહેનત માંગી લે છે.

image source

આ સાથે તેનાં ઉછેરમાં વિશેષ કાળજી રાખવી પડે છે. દા-હોંગ પાઓ ચાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તેની ખેતી ચીનના મેંગ શાસનના સમયમાં શરૂ થઈ હતી. ચીની લોકો કહે છે કે તે દરમિયાન મેંગ શાસનની મહારાણી અચાનક બિમાર થઈ ગઈ. તેની તબિયત લથડતી હતી અને રાણીના બચવાની સંભાવના પણ ખૂબ ઓછી હતી.

image source

તેઓને કોઈ દવા દ્વારા અસર થઈ રહી ન હતી. ત્યારબાદ તે સમયનાં જાણકારો દ્વારા તેને દા-હોંગ પાઓ ચા પીવાનું કહેવામાં આવ્યું. તેઓએ આ ચા પીધી અને થોડા દિવસોના પીધા પછી તે સ્વસ્થ થઈ ગઈ હતી. રાણીની સ્વસ્થ થઈ ગયા પછી રાજા ખૂબ ખુશ થયા અને આદેશ આપ્યો કે આવી ખાસ ચાનું વાવેતર કરવું જોઈએ.

image source

આ ચાઈ પત્તીનું નામ રાજાના આદેશથી દા-હોંગ પાઓ આપવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ ચાઈ પત્તીની ખેતી મેંગ શાસનકાળથી થઈ છે. આજે ઘણા લોકો આ ચાઈ પત્તીને 10થી 15 ગ્રામ ખરીદવા માટે લાખો રૂપિયા ચૂકવે છે.