લાંબા વાળને કારણે આ મહિલા થઈ ગઈ દુનિયામાં ફેમસ, તસવીરોમાં બોલ્ડનેસ જોઈને તમારો પરસેવો છુટી જશે

કોઈ પોતાની સુંદરતાથી તો કોઈ પોતાની અદાથી લોકોને દીવાના કરતા હોય છે. પરંતુ હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ તેના વાળથી સૌને આકર્ષયા છે. મળતી માહિતી મુજબ એસેક્સની બિલીરિકેની એક મહિલા જોસી ઓડ્ડી તેના લાંબા વાળ માટે આજે ખુબ ફેમસ થઈ ગઈ છે. આ મહિલાની ઉંમર 27 વર્ષ છે. તેની તુલના ડિઝનીના પ્રખ્યાત કાર્ટૂનની નામના મેળવેલ રપુંઝેલ સાથે કરવામાં આવી રહી છે. જોસી એક બાળકની માતા પણ છે. નવાઈની વાત એ છે કે તેણે છેલ્લા 10 વર્ષથી તેણે વાળ કાપ્યા નથી.

image source

જોસીના ઇન્સ્ટાગ્રામ ફીડને જોયા પછી તમને પણ લાગશે કે તે ખરેખર રીયલ લાઇફની રપુંઝેલ છે. હાલમાં લોકો તેના વિશે સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ આપી રહ્યા છે. જોસી તેના 4 વર્ષના પુત્ર અને પતિ સાથે ઇંગ્લેન્ડના એસેક્સ બિલેરિકમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. જોસી ઓડ્ડી સાથે થયેલ વાતચીતમાં તે કહે છે કે તેણે 10 વર્ષ પહેલાં તેણે વાળને ન કાપવાથી તે કેટલા લાંબા થઈ શકે છે તે જોવા માટે વાળ વધારવાનું શરૂ કર્યું હતું. જો કે હવે તે ઇચ્છે છે કે તેના સુંદર વાળ તેઓ જમીન સુધી પહોંચે તેટલાં મોટા ન થાય ત્યાં સુધી કપાશે નહી.

image source

આ સાથે જો વાત કરવામાં આવે કે આખરે આટલાં મોટા વાળને તે કેવી રીતે મેઇન્ટેઇન કરે છે તે અંગે તો ડેઇલી મેઇલના એક અહેવાલ મુજબ જોસી ઓડ્ડીએ કહ્યું કે તે તેના જાડા, સ્વસ્થ અને લાંબા વાળનું રક્ષણ કરવા માટે બને તેટલાં તેને ગરમ થતાં બચાવે છે. આ સાથે વાત કરીએ જોસીની વાળ કાપવાની નિયમિતતા શું છે?

image source

તે વિશે તો મળતી માહિતી મુજબ જોસી ઓડ્ડીના વાળ 46 ઇંચ લાંબા છે અને તે ઘૂંટણની આગળ પહોંચે છે. તેના વાળની સંભાળના નિયમિત વિશે વાત કરતાં જોસીએ કહ્યું કે તે અઠવાડિયામાં એક કે બે વાર તેના વાળ ધોવે છે કે જેથી તેની કુદરતી ચમક જળવાઈ રહે.

image source

આગળ વાત કરીએ તો તેનાં વાળની સુંદરતા જોતાં સૌ તેને આ લાંબા વાળ પાછળનું રહસ્ય અંગે પૂછી રહ્યાં છે તે અંગે વાત કરતા તે કહે છે કે તે નિયમિતપણે વાળને ટ્રિમ કરે છે. આ સાથે તે દર બે મહિને એક ઇંચ વાળ કાપે છે. તેનું કહેવું છે કે આવું કરવાથી ખરેખર ફરક પાડે છે અને કાપ્યા બાદ વાળ પાછા ઝડપથી વધવા પણ લાગે છે.

image source

તે કહે છે કે હવે તે વાળને કાપવા માંગતી નથી. આ મહિલાનાં ફોટાઓ હાલ ખુબ વાયરલ થઈ રહ્યાં છે. લોકો તેના ફોટો પર તેનાં વાળની સુંદરતા વિશે ઘણી કૉમેન્ટ્સ પણ આપી રહ્યાં છે.