પ્રિયંકા ચોપરાએ શેર કરી પતિના બર્થ ડે સેલિબ્રેશનની પોસ્ટ, ચાહકોએ રોમાન્સને વધાવ્યો

બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડા અનેક અવાર નવાર ચર્ચામાં રહે છે, પોતાનાથી 10 વર્ષ નાના વિદેશી પતિ સાથે લગ્ન પછી પણ દેસી ગર્લના રોમાન્સમાં કોઈ કમી આવી નથી. તે તેના પતિ સાથેના પ્રેમને જાહેરમાં ઘણી વાર દર્શાવે છે.

image soure

પ્રિયંકાના પતિ નિક જોનાસનો 16 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો, આ અવસર પર એક્ઝોટિક ફેમ ગર્લ પ્રિયંકા ચોપરાએ તેના પતિને ઉદ્દેશીને એક ખાસ નોટ લખી હતી, જેને ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી. આ સ્વીટ નોટથી વધુ એક વાર આ સામે આવી ગયું છે કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને આ કપલ તેમમના માટે અદ્ભુત કપલ ગોલ પણ નક્કી કરે છે.

ઉલ્લેખનીય છે કે આ નોટમાં પ્રિયંકા ચોપડાએ એક ફોટો પણ શેર કર્યો, જેની સાથે કેપ્શનમાં તેણે લખ્યું, “મારા જીવનનો પ્રેમ … મારી સાથેના સૌથી પ્રેમાળ અને ઉત્સાહી વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ. હું તમને પ્રેમ કરું છું બેબી… તમે જે રીતે છો તે બદલ આભાર”

image soure

અભિનેત્રી તેના એક કામના સંબંધે થોડા સમય પહેલા લંડન ગઈ હતી, પરંતુ તેના નિક જોનાસના બર્થ ડેને તે મિસ કેમ કરી શકે? આ ખાસ દિવસે તે અમેરિકા પહોંચી અને તેનો જન્મદિવસ ઉજવ્યો. તેણે શેર કરેલા ફોટામાં તે પીળા રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે નિક ડાર્ક ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં દેખાઈ રહ્યો છે. નિક જોનાસ પ્રેમથી તેની બેટરહાફ પ્રિયંકા ચોપરાના ગાલ પર કિસ કરી રહ્યો છે. કેટલીક વિન્ટેજ કાર તેમની પાછળ બેકગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે, તેની સાથે આસપાસના વિસ્તારને બ્લેક, સિલ્વર અને સોનેરી રંગના ફુગ્ગાઓથી શણગારી દેવામાં આવ્યો છે.

image source

બોલિવૂડની દેસી ગર્લની આ રોમેન્ટિક પોસ્ટને તેના ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે, સાથે જ તેઓ નિક જોનાસને પણ અભિનંદન આપી રહ્યા છે. બુધવારે પ્રિયંકા ન્યૂયોર્ક એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં તે ક્રિશ્ચિયન ડાયરની સ્વેટશર્ટમાં જોવા મળી હતી. તેણે ચહેરા પર માસ્ક પહેર્યું હતું અને માથા પર સ્ટાઈલિશ કેપ પહેરી હતી