સુશાંતને આમની પર હતો ખૂબ જ પ્રેમ, તસવીરોમાં સુશાંતની દરિયાદિલી જોઇને તમારી આંખમાં પણ આવી જશે આસું

સુશાંત સિંહ રાજપૂતનું હતો પશુ પક્ષીઓ માટે ખૂબ જ પ્રેમ, આ ફોટા દર્શાવે છે કે એક્ટરના મનમાં મૂંગા પશુપક્ષીઓ માટે હતી કુણી લાગણી.

image source

જૂન 2020ની એ 14 તારીખ જે દિવસે આવેલી એક ખબરે આખા દેશ, આખા બૉલીવુડ, આખા મીડિયા અને એટલે સુધી કે રાજનીતિને પણ હલાવીને રાખી દીધી હતી. સુશાંત સિંહ રાજપૂતની મોતની ખબર. પહેલા કહેવામાં આવ્યું હતું કે એ આત્મહત્યા છે પણ પછી એમાં ષડયંત્રની ગંધ આવવા લાગી. ઘણા લોકો પર આક્ષેપો થયા અને ઘણાને સવાલો કરાયા. શકના દાયરામ હજી પણ ઘણા લોકો છે પણ બધી તપાસ બાદ પણ સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ એક રહસ્ય જ બનેલું છે.

image source

સુશાંતની મોતના રહસ્ય પરથી પડદો ક્યારે ઉઠે છે એ વિશે કઈ ન કહી શકાય પણ એમના મૃત્યુ પછી ઘણી વાતો સામે આવી, જેમ કે કોઈએ કહ્યું કે એ ડિપ્રેશનમાં હતા, કોઈએ કહ્યું કે એ ડ્રગ્સ લેતા હતા પણ તેમ છતાં દેશના લોકોએ આ એકટર માટે પ્રેમ દિવસેને દિવસે વધતો ગયો કારણ કે લોકો જાણે છે કે આ એક્ટર ન ફક્ત ખૂબ જ ટેલેન્ટેડ હતા પણ એમના મનમાં બાળ સહજ કુણી લાગણીઓ હતી. સુશાંત ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતા, એમને ચંદ્ર તારા જોવું ખૂબ જ ગમતું હતું અને એ નેચર પ્રેમી પણ હતા. એ બધા સિવાય એ હતા એનિમલ અને બર્ડ લવર.

image source

એમને પશુ અને પક્ષીઓ સાથે ખૂબ જ લગાવ હતો. એમના ઘણા એવા ફોટા એમના મૃત્યુ પછી સામે આવ્યા જેને જોઈને એ અંદાજો લગાવવો મુશ્કેલ નથી કે સુશાંતનું મન આ નિર્દોષ માટે કેટલો પ્રેમ હતો.

સુશાંતના મોતની ખબર પછી એક અન્ય ખબર ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી કે એમનો પેટ ડોગ જેનું નામ ફઝ હતું એ ખૂબ જ ગમગીન છે સુશાંતના મોત પછી પણ. એને ખાવા પીવાનું છોડી દીધું હતું અને એ સુશાંતના ફોટાની સામે ઉદાસ થઈને બેસી રહેતું હતું.

image source

એ પછી એ પણ ખબર સાંભળવા મળી કે ફઝ લાપતા છે કે એનું મૃત્યુ થઈ ગયું પણ પછી ખબર પડી કે એને સુશાંતનો પરિવાર એમની સાથે લઈ ગયા હતા જ્યાં એ ધીમે ધીમે સુશાંતની ફેમિલી સાથે હળીમળી રહ્યું હતું. સુશાંતની બહેને એમના પિતા સાથે ફઝનો આ ફોટો શેર કરીને ખબર આપી હતી કે ફઝ એકદમ ઠીક છે.

પણ સુશાંત સિંહ રાજપૂત ફક્ત ફઝ અને ડોગને જ પ્રેમ નહોતા કરતા એમને બિલાડીઓ અને સ્ટ્રીટ ડોગ તેમજ સ્ટ્રીટ કેટ્સ સાથે પણ એટલો જ લગાવ હતો.

image source

વાત કરીએ સુશાંત કેસની તો એનસીબીએ ચાર્જશીટ ફાઇલ કરી છે જેમાં રિયા સહિત ઘણા નામો છે, એ પહેલાં પજ ડ્રગ્સ મામલે બોલિવુડના મોટા મોટા નામો પણ આમાં આવી ચુક્યા છે.

પણ આ ટેલેન્ટેડ એક્ટરનું આ રીતે મૃત્યુથી હજી સુધી લોકો બહાર નથી આવ્યા, એક વર્ષ પછી પણ લોકો હજી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. એમની સાથે ન્યાય થાય એ જ એમના માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *