કોરોના વોરિયર્સ, જાણો પીપીઈ કિટમાં બ્લીડિંગથી લઇને સ્વાસ્થ્ય કર્મીઓએ શું શું ભોગવવું પડે છે બીજી બધુ

કોરોના વોરિયર્સ – જાણો પીપીઈ કિટમાં સ્વાસ્થ્ય કર્મીઓએ શું શું ભોગવવું પડે છે

image source

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. યુરોપમાં મહામારી ફેલાવ્યા બાદ હાલ સૌથી ખરાબ હાલત કોરોનાવાયરની મહામારીના કારણે યુ.એસ.એની થઈ છે. તો વળી ભારત પર પણ કોરોનાની મહામારીના વાદળો ઘેરાયેલા જ છે અને દિવસેને દિવસે સંક્રમિતોનીં સંખ્યામાં વધારો જ જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કોરોનાના ફ્રન્ટલાઇન વોરિયર્સે કરવો પડી રહ્યો છે. આ ફ્રન્ટલાઇન વોરિયર્સમાં સ્વાસ્થ્ય કર્મીઓનો સમાવેશ થાય છે. તેમણે કોરોનાના સંક્રમિતોની વચ્ચે રહીને સંપુર્ણ પ્લાસ્ટિકમાંથી બનેલી પીપીઈ કીટમાં એકધારા રહીને દર્દીઓની સારવાર કરવાની હોય છે અને આ પીપીઈ કીટમાં વધારે લાંબો સમય રહેવું જરા પણ સરળ નથી.

image source

દિલ્લીની એક હોસ્પિટમાં 31 વર્ષના કૃતિ શાહ આઈસીયુમાં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે તેમણે આ દરમિયાન જરા પણ આશા નથી ખોઈ પણ તેઓ એ પણ જણાવે છે કે છેલ્લા ત્રણ મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તેમણે દર્દીઓની સારવાર માટે તેમજ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે શિફ્ટ શરૂ થાય એટલે સૌ પ્રથમ કામ પીપીઈ કીટ પહેરવાનું કરવું પડે છે. જેમાં આખો પીપીઈ સૂટ, ગ્લવ્ઝ, ગોગલ્સ, ફેસશીલ્ડ, માસ્ક અને ગાઉનનો સમાવેશ થાય છે. આ આખી પીપીઈ કીટ પહેરતાં જ તેમને 45 મિનિટનો સમય લાગે છે.

image source

બીજી બાજુ તેઓ એક મહિલા હોવાથી તેમણે કેટલીક વધારાની વસ્તુઓ પણ તેમાં એડ કરવી પડે છે. બીજી બાજુ પીપીઈ કીટમાં સાઇઝની સમસ્યા પણ રહે છે જો વધારે પડતો લાંબો કે મોટો પીપીઈ ગાઉન હોય તો તે ખભેથી લસરી પડે છે અને ગળાની બાજુ ખુલ્લી થઈ જાય છે તેને બંધ રાખવા માટે અને ગાઉનને ટકાવી રાખવા માટે તેમણે ટેપનો સહારો લેવો પડે છે.

image source

તેમણે પીપીઈ કીટ સાથે આવતા ગોગલ્સને પણ સતત પહેરી રાખવા પડે છે અને તેને લાંબો સમય પહેરી રાખવાથી નાકની દાંડી પર ભારે ઘસરકા પડી જાય છે. તેનાથી મુશ્કેલી ન થાય તે માટે તેમણે ગોગલ્સ અને નાક વચ્ચે રૂ પણ સેફ્ટી માટે ભરાવવું પડે છે. તો વળી ગાઉનની લાંબી બાંયો પણ ગ્લવ્ઝ પહેરતા પહેલાં ચડાવવી પડે છે. કોરોના સંક્રમિતોના વોર્ડમાં જતા પહેલાં માસ્ક પણ મોઢા પર વ્યવસ્થિત રીતે ટકી રહે તે માટે તેને સારી રીતે બાંધવો પડે છે. તેમને એ પણ સમસ્યા રહે છે કે હોસ્પિટલમાં માત્ર લાર્જ સાઇઝનો જ માસ્ક ઉપલબ્ધ હોય છે. જેને નાક અને મોઢા પર ટકાવી રાખવો મુશ્કેલ છે.

image source

આ ઉપરાંત તેઓ પીપીઈ કીટ પહેરી લીધા બાદ લાંબા સમય સુધી પાણી નથી પી શકતાં કે કુદરતી હાજત માટે પણ નથી જઈ શકતા. આખી શિફ્ટ દરમિયાન તેઓ નથી તો ખાઈ શકતાં, નથી તો પાણ પી શકતા કે નથી તો બાથરૂમમા જઈ શકતા માટે તેઓ પાણી પણ મર્યાદીત પ્રમાણમાં જ પીવે છે જેથી કરીને તેમને મુશ્કેલી ન થાય. તેઓ છ કલાકની શિફ્ટ બાદ જ પીપીઈ કીટ ઉતારી શકે છે. પીપીઈ કીટ ઉતારવાની પ્રોસેસને ડૉફિંગ કહેવાય છે.

મહિલાઓને આ મુશ્કેલિઓનો સામનો કરવો પડે છે

image source

કૃતિ જણાવે છે કે પિરિયડના સમયમાં તેમને વધારે સમસ્યા થાય છે. પીપીઈ કીટ સંપૂર્ણ પ્લાસ્ટિકથી બનેલી હોય છે તેમાં જરા પણ છિદ્રાળુતા ન હોવાથી તેમાં હવાની અવરજવર નથી થઈ શકતી અને પિરિયડ દરમિયાન તેઓ આખા પરસેવે રેબઝેબ થઈ જાય છે. અને ગોગલ્સમાં તો વારે ઘઢિયે ધુમ્મસ છવાઈ ગયા જેવું થાય છે. અને આ દરમિયાન બ્લિડિંગ પણ ચાલુ હોય છે.

તેણી જણાવે છે કે ક્યારેક તો માસિકના કારણે લોહીના ડાઘ પણ લાગી જાય છે અને તેમણે પોતાના કોઈ સહ કર્મીને પોતાનુ કામ સોંપીને બહાર જવું પડે છે. અને આ સમસ્યાથી દૂર રહેવા માટે તેમણે ઇન્ટરનેટ પર પણ બ્લિડિંગ ઓછું આવવા માટેના ઉપાયો માટે સર્ચ કર્યું હતું.

image source

અને તેમને છેવટે આ સમસ્યાનો ઉપાય પણ મળી ગયો હતો. તેમણે જણાવ્યું કે ગરમ પાણીમાં લાંબો સમય નાહવાથી શરૂઆતમાં જ ઘણું બધું બ્લિડિંગ થઈ જાય છે. જો કે તેણી જણાવે છે કે આ ઉપાય પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી પણ તેણી માટે આ ઉપાય મદદરૂપ રહ્યો છે. બીજી બાજુ તેણી એ પણ ફરિયાદ કરે છે કે પીપીઈ કીટ બનાવતી વખતે કોઈએ માસિક જેવી સ્થિતિનો પણ વિચાર નહોતો કર્યો.

પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી પીપીઈ કીટ

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે પુરુષો કરતાં મહિલાઓનો બાંધો નમણો અને નાનો હોય છે. પણ આંતરરાષ્ટ્રિય સ્તરે જે પીપીઈ કીટ બનાવવામાં આવી છે તે પુરુષોના કદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. માટે મહિલાઓને આ પીપીઈ કીટ ખૂબ મોટી પડતી હોય છે. અને લોકોએ એ માનવું જોઈએ કે પુરુષો જેટલો જ કોવિડ-19ની મહામારીને લડત આપવામાં સ્ત્રીઓનો પણ ફાળો છે જ. માટે તેમનો પણ વિચાર કરવામા આવે. કેટલાક આરોગ્યકર્મીઓ એવું જણાવે છે કે મહિલાઓ માટે તૈયાર કરવામાં આવેલી પીપીઈ કીટ પણ મહિલાઓ માટે નાની પડતી હોય છે.

image source

આપણને ખબર જ છે કે વધારે પડતા ખુલ્લા કપડાં આપણા કામમાં અડચણરૂપ સાબિત થાય છે. તેવી જ રીતે મહિલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે પણ વધારે પડતી ખુલતી પીપીઈ કીટ કામમાં અડચણો ઉભી કરે છે. તેમજ તે તેમના માટે સુરક્ષિત પણ નથી હોતી.

હેલેન ફિડલર કે જે બ્રિટિશ મેડિકલ એસોસિએશન પરામર્શ કમિટિના સભ્ય છે તેમનું કહેવું છે કે આ સમસ્યા આજની નથી ઘણા સમયથી ચાલી આવી છે. કારણ કે પીપીઈ કીટને અમેરિકા તેમજ યુરોપના પુરુષોની સ્ટાન્ડર્ડ સાઇઝને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે. તો બીજી બાજુ એક અભ્યાસ પ્રમાણે એ પણ જાણવા મળ્યું છે કે 57 ટકા મહિલા આરોગ્યકર્મીઓ માટે પીપીઈ કીટ મોટે ભાગે કામમાં અગવડ ઉભી કરનાર જ સાબિત થઈ છે.

image source

આ ફરિયાદ માત્ર ભારત કે યુ.કેની મહિલા સ્વાસ્થ્ય કર્મિઓની જ નથી પણ સમગ્ર વિશ્વમાં કામ કરતી સ્વાસ્થ્યકર્મિ મહિલાઓની છે. પીપીઈ કીટના ખરાબ કે અવ્યવસ્થિત કોથળા જેવા ફિટિંગના કારણેમે તેમને કામમાં મુશ્કેલીઓ થાય છે. તો બીજી બાજુ એન-95 માસ્ક બાબતે પણ આ જ ફરિયાદ છે આ માસ્ક પણ માત્ર બે જ સાઇઝમાં ઉપલબ્ધ છે. જે ઘણાબધા લોકો માટે અગવડતાભર્યું છે.

સ્વાસ્થ્ય કર્મીઓ માટે સ્મોલ વસાઇઝના માસ્ક ઘણા અનુકુળ હોય છે પણ તે સરળતાથી ઉપલબ્ધ નથી. ઘણીવાર તો એવુ પણ બનતું હોય છે કે યોગ્ય સાઇઝનો માસ્ક ફીટ ન થાય અને તે ઉપલબ્ધ ન હોય તો સ્વાસ્થ્ય કર્મીએ ઘરે જવાનો પણ વારો આવે છે. ગોગલ્સમાં પણ સાઇઝની સમસ્યા રહે છે.

image source

પીપીઈ કીટના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે

હાલ સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોનાની મહામારી ફેલાઈ છે તે જોતાં વધારે અને વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓની જરૂર પડે છે પણ બીજી બાજુ તેમને રક્ષણ પુરુ પાડતી પીપીઈ કીટ પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. અને આવા સંજોગોમાં મહિલાઓ માટે તેમને અનુકુળ સાઇઝની પીપીઈ કીટ મળવી કે તેના માટે માંગ કરવી થોડું અઘરું કામ છે.

દિલ્લીની હોસ્પિટલમાં કામ કરતાં કૃતિ શાહ જણાવે છે કે તેમને એવું કહેવામાં આવે છે કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને પીપીઈ કીટ મળી રહી છે અને માટે અમારે તે ચલાવી લેવી પડે છે. તેણી એ પણ જણાવે છે કે સતત ઘણા દિવસો સુધી આઈસીયુમાં કામ કરવાથી લાંબા સમય સુધી પેશાબને પણ રોકી રાખવો પડે છે અને તેના કારણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્સનની પણ સમસ્યા ઉભી થાય છે.

image source

તો વળી કૃતિના કેટલાક સહકર્મીઓને પીપીઈ કીટને એકધારી પહેરવાથી ચહેરા પર ઉઝરડા પણ પડી ગયા છે તો વળી શરીરની ચામડી પર ચાંદા પણ પડેલા જોવા મળ્યા છે. આમ સમગ્ર વિશ્વમાં કોરોનાના ઇન્ફેક્શનથી બચવા માટે સ્વાસ્થ્ય કર્મીઓએ નાછૂટકે પીપીઈ કીટ પહેરવી પડે છે અને તેની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત