અરબાઝની ગર્લફ્રેન્ડે સોશિયલ મીડિયા પર તમામ હદ વટાવી, આવા બોલ્ડ કપડામાં વીડિયો શેર કરતાં જ ફેન્સ ચોંકી ગયા

ઇટાલિયન મોડેલ અને અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અત્યાર સુધીમાં લાખો લોકોનું દિલ જીતી લીધું છે. તે તેની તસવીરો અને વીડિયોને કારણે પણ ખૂબ ચર્ચામાં છે, પરંતુ તેનું નામ અરબાઝ ખાન સાથે સંકળાયેલ હોવાથી, તેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન જોર્જિયાનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની મોહક સ્ટાઈલ જોવા મળી રહી છે.

इंटरनेट पर काफी पसंद किया जा रहा है जॉर्जिया एंड्रियानी का वीडियो (Video Grab Instagram)
image source

હાલમાં જ્યોર્જિયાએ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તેના ચાહકો જ્યોર્જિયાની મોહક સ્ટાઈલથી આકર્ષાયા છે. લોકો આ વીડિયોથી તેમની નજર હટાવી શકતા નથી. લોકો વીડિયોના કોમેન્ટ બોક્સ પર ટિપ્પણી કરીને જ્યોર્જિયાની સુંદરતાની સતત પ્રશંસા કરી રહ્યાં છે. તો આવો તમે પણ જ્યોર્જિયાનો આ વાયરલ વીડિયો અહીં જોઈ શકો છો

image source

ઉલ્લેખનીય છે કે જ્યોર્જિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા જ્યોર્જિયા તેના ફેન્સ સાથે સતત જોડાયેલ રહે છે. જ્યોર્જિયા દિવસે ને દિવસે અહીં તેની નવીનતમ તસવીરો શેર કરતી રહે છે. તે જ સમયે અરબાઝ ખાન અને જ્યોર્જિયા વચ્ચેના સંબંધોના સમાચાર પણ કોઈથી છુપાયેલા નથી. મલાઇકા અરોરાના છૂટાછેડા થયા બાદથી અરબાઝ ખાન અને જ્યોર્જિયાના લગ્ન વિશે પણ ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. જો કે આ બંનેએ ક્યારેય તેમના સંબંધોના સમાચાર મીડિયાથી છુપાવ્યા નહીં, પરંતુ લગ્ન વિશે કશું કહ્યું નહીં.

image source

જ્યોર્જિયા અવાર નવાર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. તેણે હમણા થોડા સમય પહેલાં જ તેની નવી તસવીરો શેર કરી હતી જેમાં તેનાં સાથળ પરનું ટેટૂ જોવા મળ્યું હતું. થોડા સમય પહેલાં જ શેર કરવામાં આવેલી આ તસવીરોને જોત જોતામાં 25 હજારથી વધુ લાઇક્સ મળી ગઇ હતી. જ્યોર્જિયા અરબાઝ ખાન સાથે લગ્ન અંગે ખુલીને વાત કરી છે. જોર્જિયા મુજબ તેણે લગ્નની અફવાઓથી ફરક પડતો નથી. અવાર નવાર તસવીરોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ગ્લેમરસ શૈલીમાં પોઝ આપતી જોવા મળી રહી હોય છે.

image source

આ પહેલાં અરબાઝ પણ ચર્ચામાં આવ્યો હતો. બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન અને સોહેલ ખાન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, આ કાર્યવાહી બીએમસી દ્વારા કરવામાં આવી છે. બીએમસીએ બન્ને અભિનેતાઓ અને સોહેલખાનના પુત્ર નિર્વાન વિરુદ્ધ કોરોના માર્ગદર્શિકા તોડવા બદલ ગુન્હો નોંધીને FIR દાખલ કરી છે.

તેમના પર સૌથી મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ લોકો પર બીએમસીને ખોટી માહિતી આપવાનો આરોપ છે. આ લોકો 25 ડિસેમ્બરનાં રોજ UAEથી ભારત પરત આવ્યા હતા. તેમણે બીએમસીને એક સોગંદનામું આપ્યું હતું કે તેઓ તાજ હોટેલમાં પોતાને આઈસોલેટ કરશે. પરંતુ તાજ હોટેલમાં આઈસોલેટ રહેવાને બદલે તેઓ બાંદ્રામાં તેમના ઘરે ગયા હતા.