પોપટલાલ સાથે ખાસ સંબંધ છે આ બોલ્ડ એક્ટ્રેસને, જેની તારક મહેતા…શોમાં થશે જોરદાર એન્ટ્રી

છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરતો ટીવી પરનો લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્માંથી તો આપ સૌ વાકેફ જ હશો. આ શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી છે. હાલમાં પોપટલાલ અને ડૉ. હાથી ભેગા થઇને વેશ પલટો કરીને દવાની કાળા બજારીનું કૌભાંડ પકડવા માટે મિશન કાલા કૌંઆ ચલાવી રહ્યાં છે.

image source

જે લોકો દવાની કાળા બજારી કરે છે તે લોકો માટે આરાધના નામની છોકરી કામ કરી રહી છે. આ આરાધના નામની છોકરી રુમ સર્વિસ સ્ટાફની મેમ્બર બનીને તે ગુંડાઓની મદદ કરી રહી છે. આરાધનાએ તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં એન્ટ્રી લીધી તે બાદ ફરી એકવાર તે લાઇમલાઇટમાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે સોશિયલ મિડીયા પર આરાધના પોતાના બોલ્ડ અંદાજ દ્વારા હંમેશા છવાયેલી જ રહે છે. આ એક્ટ્રેસની એક્ટિંગ સિવાય તેનો ડાન્સ પણ ખૂબ જ લાજવાબ છે. એક એક્ટ્રેસ સિવાય આરાધના એક શ્રેષ્ઠ મોડલ પણ છે અને ઘણા ફેશન શોઝમાં પણ દેખાઈ ચૂકી છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં દરેક પાત્રો વગર આ શોની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર સૌથી મજેદાર અને લોકપ્રિય પણ છે.

તમને જણાવી દઈએ કે દિલીપ જોશી આ શોમાં છેલ્લા 12 વર્ષથી જેઠાલાલનો રોલ નિભાવી રહ્યા છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી આ પહેલાં ઘણી ફિલ્મમાં પણ જોવા મળી ચૂક્યા છે. જેઠાલાલની કોમિક ટાઈમિંગ, પર્સનાલિટી અને દમદાર એક્ટિંગને કારણે આજે તે ઘર ઘરમાં જાણીતા બન્યા છે. દિલીપ જોશીએ તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેણે ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં ઘણું કામ કર્યું છે.

દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ઘણી ફિલ્મોમાં સહાયક કલાકાર તરીકે ભૂમિકા ભજવી છે. એક સમયે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરીને 50 રૂપિયા કમાતા જેઠાલાલ આજે ખૂબ જ રોયલ જીવનશૈલી જીવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

દિલીપ જોશી એટલે કે જેઠાલાલ આજે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના દરેક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા જેટલી ફી લે છે ને તેઓ દર મહિને તે 36 લાખ રૂપિયાની કમાણી કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયા કમાય છે. આટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે ઓડી ક્યૂ 7 કાર છે જેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે.