કાલાષ્ટમીના દિવસે થાય છે શિવજીના ભૈરવ સ્વરૂપની પૂજા, જાણો આ વ્રતનું મહત્વ
કાલાષ્ટમીનું વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતને જે પણ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાથી કરે છે અને સંપૂર્ણ વિધિ-વિધાનથી તેની પૂજા કરવામા આવે તો તેમના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. આ દિવસે ભૈરવ ચાલીસાનો પાઠ અને કાલભૈરવની આરતી જરૂર કરવી જોઈએ. આ દિવસે કૂતરાઓને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે.

આજે વર્ષની પ્રથમ માસિક કાલાષ્ટમી ઉજવવામા આવી રહી છે. કાલાષ્ટમીનો તહેવાર દર વર્ષે કૃષ્ણપક્ષની આંઠમની તીથીએ ઉજવવામાં આવે છે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવામા આવે છે, જેને શિવજીનો જ એક અવતાર માનવામાં આવે છે. કાલાષ્ટમીને ભૈરવાષ્ટમીથી પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે માતા દુર્ગાની પૂજા અને વ્રતનો પણ મહિમા છે.
કાલાષ્ટમીની પૂજા વિધિ

નારદ પુરાણ પ્રમાણે, કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ. આ રાત્રે દેવી કાલીની ઉપાસના કરનારા લોકો અર્ધ રાત્રિ બાદ માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઈએ જે પ્રકારે દૂર્ગા પૂજામાં સાતમની તીથીએ દેવી કાલરાત્રિની પૂજા કરવામા આવે છે. આ દિવસે રાત્રીના સમયે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળવા અને રાત્રિ જાગરણ કરવામા આવે છે. કાલભૈરવની સવારી શ્વાન હોય છે માટે આ દિવસે કૂતરાને ભોજન કરાવવું પણ શુભ માનવામાં આવે છે.
શા માટે રાખવામાં આવે છે કાલાષ્ટમીનું વ્રત

કથા પ્રમામે આ દિવસે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે શ્રેષ્ઠ હોવાનો વિવાદ ઉત્પન્ન થયો હતો. વિવાદનું સમાધાન લાવવા માટે દેવતા મુનિઓ શિવજી પાસે ગયા હતા. બધા જ દેવતાઓ અને મુનિની સહમતીથી શિવજીને શ્રેષ્ઠ માનવામાં આવ્યા પરંતુ બ્રહ્માજી તે સાથે સહમત નહોતા થયા. બ્રહ્માજી, શિવજીનું અપમાન કરવા લાગ્યા. અપમાનજનક વાતો સાંભળીને શિવજી ક્રોધે ભરાયા હતા અને તેના કારણે કાલભૈરવનો જન્મ થયો. તે દિવસથી કાલાષ્ઠમીનો ઉત્સવ શિવના રુદ્ર અવતાર કાલભૈરવના જન્મ તરીકે ઉજવવામાં આવે છે.
કાલાષ્ટમીના વ્રતનો લાભ

કદાલાષ્ટમી વ્રત ખૂબ લાભપ્રદ માનવામા આવે છે. આ દિવસે વ્રત રાખીને સંપુર્ણ વિધિ – વિધાનથી કાલ ભૈરવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે અને કાલ તેનાથી દૂર થાય છે. આ ઉપરાંત વ્યક્તિ રોગોથી દૂર રહે છે અ તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. શિવ પુરાણમાં કેહવામા આવ્યું છે કે ભૈરવ પરમાન્તા શંકરનું જ એક સ્વરૂપ છે માટે આજના દિવસે આ મંત્રનો જાપ કરવો પણ ફળદાયી સાબિત થાય છે, જે આ પ્રમાણે છે – ‘અતિક્રૂર મહાકાય કલ્પાન્ત દહનોપમ્, ભૈરવ નમસ્તુભ્યં અનુજ્ઞા દાતુમર્હસિ !!’
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,